Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 9:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 કેમ કે મારા ભાઈઓને બદલે, એટલે દેહ સંબંધી મારાં સગાંવહાલાં [ને બદલે] હું પોતે જ શાપિત થઈને ખ્રિસ્તથી બહિષ્કાર પામેલો થાઉં, એવી જાણે મને ઇચ્છા થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 મારા જાતભાઈઓ, હા, મારા લોહીનાં સગાને ખાતર ઈશ્વરનો શાપ વહોરી લઈ ખ્રિસ્તથી જાણે કે વિમુખ થઈ જાઉં એવી ઇચ્છા મને થઈ આવે છે!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 કેમ કે મારા ભાઈઓને બદલે, એટલે દેહ સંબંધી મારા સગાં સંબંધીઓને બદલે હું પોતે જ શાપિત થઈને ખ્રિસ્તથી બહિષ્કૃત થાઉં, એવી જાણે કે મને ઇચ્છા થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેઓ મારા ભાઈઓ અને બહેનો છે, મારું દુન્યવી કુટુંબ છે. એમને મદદ કરવાનું મને મન થાય છે. દેવનો અભિશાપ જો મારા પર કે મારાં સગાંઓ પર આવે તો તેનો પણ સ્વીકાર કરીને હું યહૂદિઓને મદદ કરવા તૈયાર છું.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 9:3
27 Iomraidhean Croise  

અને લાબાને તેને કહ્યું, “ખચીત તું મારા હાડકાનો તથા માંસનો છે.” અને યાકૂબ તેની પાસે એક મહિનાભર રહ્યો.


રાજા ઘણો વ્યાકુળ થયો, ને દરવાજા પરથી મેડીમાં ચઢીને રડ્યો. જતાં જતાં તે બોલ્યો, “ઓ મારા દિકરા આબ્શાલોમ, મારા દિકરા, મારા દિકરા આબ્શાલોમ! તારે બદલે હું મરી ગયો હોત, તો કેવું સારું થાત! ઓ આબ્શાલોમ, મારા દિકરા, મારા દિકરા!”


કેમ કે મારા લોક પર જે વિપત્તિ આવી પડવાની છે તે મારાથી શી રીતે જોઈ શકાય? અથવા મારાં સગાંનો નાશ મારાથી શી રીતે જોઈ શકાય?”


તોપણ તમે તેઓના પાપની ક્ષમા કરો [તો સારું.] નહિ તો તમારા લખેલા પુસ્તકમાંથી મારું નામ તમે ભૂંસી નાખો.”


ભાઈઓ, ઇબ્રાહિમના વંશજો, તથા તમારામાંના ઈશ્વરનું ભય રાખનારાઓ, આપણી પાસે એ તારણની વાત મોકલવામાં આવી છે.


[એ વિષે] પ્રમુખ યાજક તથા આખો વડીલવર્ગ મારા સાક્ષી છે. વળી એમની પાસેથી ભાઈઓ ઉપર પત્રો લઈને હું દમસ્કસ જવા નીકળ્યો, એ માટે કે જેઓ ત્યાં હતાં તેઓને પણ બાંધીને હું શિક્ષા કરવા માટે યરુશાલેમ લાવું.


ત્યારે તેઓએ તેને કહ્યું, “તમારા વિષે યહૂદિયામાંથી અમને કંઈ પત્રો મળ્યા નથી, તેમ જ [અમારા] ભાઈઓમાંથી પણ કોઈએ અહીં આવીને તમારે વિષે કંઈ ભૂંડું જાહેર કર્યું અથવા કહ્યું નથી.


તે [સુવાર્તા] તેમના દીકરા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષેની છે, એ મનુષ્યદેહે તો દાઉદના વંશજ હતા,


તેથી હું પૂછું છું, શું ઈશ્વરે પોતાના લોકોને તજી દીધા છે? ના, એવું ન થાઓ. કેમ કે હું પણ ઇઝરાયલી, ઇબ્રાહિમના વંશનો, અને બિન્યામીનના કુળનો છું.


જેથી હરકોઈ પ્રકારે મારા સ્વજાતિઓમાં ઈર્ષા ઉત્પન્‍ન કરીને હું તેઓમાંના કેટલાકને બચાવું.


મારા સગા હેરોદિયોનને સલામ કહેજો. નાર્કીસસના ઘરમાંનાં જેઓ પ્રભુમાં છે તેઓને સલામ કહેજો.


મારો સાથી કામદાર તિમોથી, અને મારા સગા લુકિયસ, યાસોન તથા સોસીપાતર તમને સલામ કહે છે.


મારા સગા તથા મારી સાથેના બંદીવાન આન્દ્રોનિક્સ તથા જુનિયાસને સલામ કહેજો; તેઓ પ્રેરિતોમાં નામીચા છે, અને મારાથી અગાઉ ખ્રિસ્તમાં આવેલા છે.


મને ભારે શોક તથા મારા અંત:કરણમાં અખંડ વેદના થાય છે.


માટે હું તમને સમજાવું છું કે, ઈશ્વરના આત્મા [ની પ્રેરણા] થી બોલનારો કોઈ માણસ ઈસુને શાપપાત્ર કહેતો નથી. અને, ઈસુ પ્રભુ છે, એમ કોઈ માણસ પવિત્ર આત્મા [ની પ્રેરણા] વગર કહી શકતો નથી.


જો કોઈ માણસ પ્રભુ પર પ્રેમ કરતો ન હોય, તો તે શાપિત થાઓ.


પણ હું તમારા આત્માઓને વાસ્તે ઘણી ખુશીથી [મારું સર્વસ્વ] ખર્ચીશ તથા હું જાતે પણ ખર્ચાઈ જઈશ. જો હું તમારા પર વધારે પ્રેમ રાખું, તો શું તમે મારા પર ઓછો પ્રેમ રાખશો?


પણ જે સુવાર્તાને અમે તમને પ્રગટ કરી, તે વિના બીજી [સુવાર્તા] જો અમે અથવા આકાશનો કોઈ દૂત પણ તમને પ્રગટ કરે, તો તે શાપિત થાઓ.


જેમ અમે અગાઉ કહ્યું હતું, તેમ હમણાં હું ફરીથી પણ કહું છું કે, જે સુવાર્તઅ તમે પામ્યા છો, તે વિના બીજી [સુવાર્તા] જો કોઈ તમને પ્રગટ કરે, તો તે શાપિત થાઓ.


કેમ કે જેટલા નિયમની કરણીઓવાળા છે, તેટલા શાપ નીચે છે. કેમ કે એમ લખેલું છે, “નિયમશાસ્‍ત્રના પુસ્તકમાં જે આજ્ઞાઓ લખેલી છે તે બધી પાળવામાં જે કોઈ ટકી રહેતો નથી તે શાપિત છે.”


ખ્રિસ્તે આપણી વતી શાપિત થઈને, નિયમના શાપથી આપણને છોડાવી લીધા, કેમ કે એમ લખેલું છે, “જે કોઈ ઝાડ ઉપર ટંગાયેલો છે તે શાપિત છે.”


દાસો, જેમ ખ્રિસ્તને [આધીન થાઓ છો] તેમ દેહ પ્રમાણે જેઓ તમારા માલિકો છે તેઓને બીકથી તથા કંપારીસહિત નિખાલસ હ્રદયથી આધીન થાઓ.


તો તેની લાસ આખી રાત ઝાડ પર ન રહે પણ તે જ દિવસે તારે તેને જરૂર દાટવી; કેમ કે લટકાવેલો [દરેક] પુરુષ ઈશ્વરથીઇ શાપિત છે. એ માટે કે તારો દેશ યહોવા તારા ઈશ્વર તને વારસા તરીકે આપે છે તે તારાથી અશુદ્ધ ન થાય.


તે દિવસે ઇઝરાયલના માણસો હેરાન થઈ ગયા હતા. પણ શાઉલે લોકોને સોગન દઈને કહ્યું, “સાંજ પડે ત્યાં સુધી તથા મારા શત્રુઓ પર મારું વેર વળે ત્યાં સુધી જે કોઈ માણસ કંઈ પણ ખોરાક ખાય તે શાપિત થાઓ.” માટે કોઈ પણ માણસે કંઈ પણ ખાવાનું ચાખ્યું નહિ.


શાઉલે કહ્યું, “ઈશ્વર એવું ને એથી પણ વધારે [મને] કરો, કેમ કે, યોનાથાન, તું નક્‍કી મરશે.”


Lean sinn:

Sanasan


Sanasan