Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 9:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 વળી, યશાયા ઇઝરાયલ સંબંધી પોકારીને કહે છે, “જો સમુદ્રની રેતીના જેટલી ઇઝરાયલની સંખ્યા હોય તોપણ તેનો શેષ જ તારણ પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 યશાયા ઇઝરાયલીઓ વિષે ઘોષણા કરે છે: “જોકે ઇઝરાયલીઓની સંખ્યા સમુદ્રની રેતીના કણ જેટલી હોય, તો પણ તેમનામાંથી થોડા જ ઉદ્ધાર પામશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 વળી યશાયા ઇઝરાયલ સંબંધી ઘાંટો પાડીને કહે છે કે, જોકે ‘ઇઝરાયલના સંતાનોની સંખ્યા સમુદ્રની રેતીના જેટલી હોય, તોપણ તેનો શેષ જ ઉદ્ધાર પામશે’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 અને ઈસ્રાએલ વિષે યશાયા પોકારીને કહે છે કે: “સમુદ્રની રેતીના કણ જેટલા ઈસ્રાએલના અનેક લોકો છે. પરંતુ એમાંના થોડાક જ લોકો તારણ પામશે.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 9:27
15 Iomraidhean Croise  

તે માટે ખચીત હું તને આશીર્વાદ પર આશીર્વાદ આપીશ, ને આકાશના તારા જેટલાં તથા સમુદ્રના કાંઠાની રેતી જેટલા તારાં સંતાન વધારીશ જ વધારીશ; અને તારાં સંતાન તેઓના શત્રુઓની ભાગળ કબજામાં લેશે.


છતાં અમે તમારી આજ્ઞાઓ ફરી તોડીને આ ધિક્કારપાત્ર કૃત્યો કરનાર લોકોની સાથે સગપણ કરીશું? શું તમે અમારા ઉપર કોપાયમાન થઈને અમારો એવો વિનાશ નહિ કરશો કે કંઈ પણ શેષ ન રહે ને કોઈ પણ ન બચે?


અમારે માટે બચેલો શેષ રાખવાને, ને પોતાના પવિત્રસ્થાનમાં એક ખીલો અમને આપવાને, અમારા ઈશ્વર યહોવા તરફથી થોડીવાર સુધી કૃપા બતાવવામાં આવી છે, એ માટે કે અમારા ઈશ્વર અમારી આંખોને પ્રકાશિત કરે, ને અમારા બંદીવાસમાં અમને કંઈક નવજીવન બક્ષે.


યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ તથા હિઝકિયાની કારકિર્દીમાં આમોસના પુત્ર યશાયાને યહૂદિયા તથા યરુશાલેમ વિષે જે સંદર્શન થયું તે.


જો સૈન્યોના [ઈશ્વર] યહોવાએ આપણે માટે નાનો સરખો શેષ રહેવા દીધો ન હોત, તો આપણે સદોમ અને ગમોરાના જેવા થઈ ગયા હોત.


તે સમયે પ્રભુ પોતાના લોકોના શેષને મેળવવાને માટે, એટલે જેઓ બાકી રહેલા છે તેઓને આશૂરમાંથી, મિસરમાંથી, પાથ્રોસમાંથી, કૂશમાંથી, એલામમાંથી, શિનારમાંથી, હમાથમાંથી તથા સમુદ્રના ટાપુઓમાંથી મેળવવાને માટે ફરી બીજી વાર પોતાનો હાથ લાંબો કરશે.


પૃથ્વીમાં લોકો ઝૂડાયેલા જૈતવૃક્ષ જેવા, દ્રાક્ષાની મોસમ થઈ રહ્યા પછી બાકી રહેલી દ્રાક્ષા જેવા થશે.


તેથી યહૂદિયાના જે બાકી રહેલા લોકો મિસર દેશમાં રહેવા માટે ગયા છે, તેઓમાંથી કોઈ બચશે કે [જીવતો] રહેશે નહિ, અને પાછા આવીને જ્યાં તેઓ રહેવા ઇચ્છે છે, તે યહૂદિયા દેશમાં પાછા આવનાર કોઈ પણ બાકી રહેશે નહિ. કેમ કે જેઓ નાસી જશે, તેઓ સિવાય કોઈ પાછો આવશે નહિ.”


તેના કોટ પર ચઢો, ને તેનો નાશ કરો; પણ સંપૂર્ણ નાશ કરશો નહિ: તેની ડાંખળીઓ લઈ જાઓ, કેમ કે તેઓ યહોવાની નથી.


તથાપિ હું કેટલાકને જીવતા રહેવા દઈશ, એટલે તમે જુદા જુદા દેશોમાં વિખેરાઈ જશો ત્યારે તમારામાંના કેટલાક ત્યાંની પ્રજાઓમાં તરવારથી બચી જશે.


તોપણ ઇઝરાયલૌ લોકોની સંખ્યા સમુદ્રની રેતી જેટલી થશે કે, જેનું માપ કે ગણતરી થઈ શકે નહિ; તેમને એવું કહેવામાં આવ્યું હતું કે, તમે મારા લોક નથી, તેને બદલે તેમને એમ કહેવામાં આવશે કે, [તમે] જીવતા ઈશ્વરના દીકરાઓ [છો].


[તે સમયે] એમ થશે જે કોઈ યહોવાને નામે વિનંતી કરશે, તે તારણ પામશે, કેમ કે જેમ યહોવાએ કહ્યું છે તેમ સિયોન પર્વત પર તથા યરુશાલેમમાં કેટલાક બચી જશે, ને બાકી રહેલાઓમાંથી જેમને યહોવા બોલાવે છે તેઓ [બચશે].


Lean sinn:

Sanasan


Sanasan