Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 8:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પણ જો ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય, તો તમે દૈહિક નથી, પણ આત્મિક છો. પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી, તો તે [ખ્રિસ્ત] નો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 જો તમારામાં ઈશ્વરનો આત્મા વસતો હોય, તો તમે માનવી સ્વભાવ પ્રમાણે નહિ, પણ આત્મા પ્રમાણે જીવો છો. જેની પાસે ખ્રિસ્તનો આત્મા નથી, તે ખ્રિસ્તનો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પણ જો ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે, તો તમે દૈહિક નથી, પણ આત્મિક છો; પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી, તો તે ખ્રિસ્તનો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 પરંતુ તમારા પર દૈહિક મનની સત્તા નથી. જો દેવનો આત્મા તમારામાં ખરેખર વસતો હોય તો તમારા પર આત્માની સત્તા ચાલે છે, પરંતુ જો કોઈ વ્યક્તિના હૃદય પર ખ્રિસ્તના આત્માનો પ્રભાવ નહિ હોય, તો ખ્રિસ્ત પાસે તેનું સ્થાન નથી.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 8:9
35 Iomraidhean Croise  

હું તેઓને એક અંત:કરણ આપીશ, ને હું તમારામાં એક નવો આત્મા મૂકીશ. હું તેમના દેહમાંથી પથ્થર જેવું હ્રદય દૂર કરીને તેમને માંસનું હ્રદય આપીશ.


માટે જો તમે ભૂંડા છતાં તમારાં છોકરાંને સારાં દાન આપી જાણો છો, તો આકાશમાંના પિતાની પાસેથી જેઓ માગે, તેમને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક‌ છે?”


એટલે સત્યનો આત્મા, જેને જગત પામી નથી શકતું તે; કેમ કે તેને તે જોતું નથી, અને તેને ઓળખતું નથી. [પણ] તમે તેને ઓળખો છો, કેમ કે તે તમારી સાથે રહે છે, અને તમારામાં વાસો કરશે.


ઈસુએ ઉત્તર આપ્યો, “જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે, તો તે મારું વચન પાળશે; અને મારા પિતા તેના પર પ્રેમ રાખશે, અને અમે તેની પાસે આવીને તેની સાથે રહીશું.


કેમ કે જેને ઈશ્વરે મોકલ્યો છે તે ઈશ્વરનાં વચન બોલે છે; કેમ કે [ઈશ્વર] માપથી આત્મા નથી આપતા.


જે દેહથી જન્મેલું છે તે દેહ છે; અને જે આત્માથી જન્મેલું છે તે આત્મા છે.


તેઓએ મુસિયાની સરહદ સુધી આવીને બિથુનિયા જવાનો પ્રયત્ન કર્યો; પણ ઈસુના આત્માએ તેઓને જવા દીધા નહિ.


કેમ કે જ્યારે આપણે દૈહિક હતા ત્યારે નિયમશાસ્‍ત્ર દ્વારા પાપવાસનાઓ આપણા અવયવોમાં મરણને માટે ફળ ઉત્પન્‍ન કરવાને પ્રયત્ન કરતી હતી.


એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે શિક્ષા નથી.


જેમણે ઈસુને મૂએલાંમાંથી ઉઠાડયા, તેમનો આત્મા જો તમારામાં વસતો હોય, તો જેમણે ખ્રિસ્ત ઈસુને મૂએલાંમાંથી ઉઠાડયા, તે તમારામાં વસનાર પોતાના આત્માની મારફતે તમારાં મર્ત્ય શરીરોને પણ સજીવન કરશે.


કેમ કે ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે.


પણ દરેકને પોતપોતાને અનુક્રમે:ખ્રિસ્ત પ્રથમફળ; ત્યાર પછી જેઓ ખ્રિસ્તના છે તેઓને તેમના આવવાના સમયે [સજીવન કરવામાં આવશે].


તમે ઈશ્વરનું મંદિર છો, અને તમારામાં ઈશ્વરનો આત્મા વસે છે, એ શું તમે જાણતા નથી?


પણ પ્રભુની સાથે જે જોડાય છે તે [તેમની સાથે] એક આત્મા થાય છે.


તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને ઈશ્વર પાસેથી મળેલો છે તેનું મંદિર તમારું શરીર છે, એ તમે નથી જાણતા? વળી તમે પોતાના નથી.


તમે માત્ર બહારનો દેખાવ જુઓ છો. હું ખ્રિસ્તનો છું એવો જો કોઈને પોતાને વિષે ભરોસો હોય તો તેણે ફરીથી એવો પોતાના મનમાં વિચાર કરવો કે, જેમ તે પોતે ખ્રિસ્તનો છે તેમ અમે પણ ખ્રિસ્તના છીએ.


ઈશ્વરના મંદિરને મૂર્તિઓની સાથે શો મેળ હોય? કેમ કે જેમ ઈશ્વરે ક્હ્યું છે, “હું તેઓમાં રહીશ તથા તેઓની સાથે ચાલીશ; હું તેઓનો ઈશ્વર થઈશ, અને તેઓ મારા લોકો થશે.” તેમ આપણે જીવતા ઈશ્વરનું મંદિર છીએ.


અને તમે પુત્રો છો, એ માટે ઈશ્વરે આપણાં હ્રદયમાં પોતાના પુત્રનો આત્મા મોકલ્યો છે, જે ‘આબ્બા, પિતા, એમ કહીને હાંક મારે છે.


જેઓ ખ્રિસ્તના છે, તેઓએ દેહને તેના વિષયો તથા ઇચ્છાઓ સહિત વધસ્તંભે જડ્યો છે.


તમે પણ સત્યનું વચન એટલે તમારા તારણની સુવાર્તા સાંભળીને, અને તેમના પર વિશ્વાસ રાખીને, તેમનામાં વચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા.


તેમનામાં તમે પણ ઈશ્વરના નિવાસને માટે આત્મામાં એકબીજાની સાથે જોડાઈને બંધાતા જાઓ છો.


અને વિશ્વાસથી તમારાં હ્રદયોમાં ખ્રિસ્ત વસે, જેથી તમારાં મૂળ પ્રેમમાં નાખીને અને તેમાં પાયો નાખીને,


કેમ કે તમારી પ્રાર્થનાથી તથા ખ્રિસ્તના આત્માની સહાયથી, એ મારા તારણને માટે ઉપયોગી થઈ પડશે, એ હું જાણું છું.


જે સારી અનામત તને સોંપેલી છે તે આપણામાં રહેનાર પવિત્ર આત્મા વડે સંભાળી રાખ.


તેઓમાં રહેલા ખ્રિસ્તના આત્માએ ખ્રિસ્તનાં દુ:ખ તથા તે પછીના મહિમા વિષે અગાઉથી સાક્ષી પૂરી, ત્યારે તેણે કયો અથવા કેવો સમય બતાવ્યો હતો એની તપાસ તેઓ કરતાં હતાં.


જે તેમની આજ્ઞાઓ પાળે છે, તે એમનામાં રહે છે, અને તેઓ તેનામાં. અને જે આત્મા એમણે આપણને આપ્યો છે તેનાથી આપણે જાણીએ છીએ કે તેઓ આપણામાં રહે છે.


આપણે તેમનામાં રહીએ છીએ, ને તે આપણામાં [રહે છે] , તે પરથી આપણે જાણીએ છીએ કે તેમણે પોતાના પવિત્ર આત્માનું [દાન] આપણને આપ્યું છે.


બાળકો, તમે ઈશ્વરનાં છો, ને તમે તેઓને જીત્યા છે; કેમ કે જગતમાં જે છે તેના કરતાં તમારામાં જે છે તે મહાન છે.


જેઓનાં નામ સૃષ્ટિના મંડાણથી મારી નંખાયેલા હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં નથી., એવાં પૃથ્વી પર રહેનારાં સર્વ તેની આરાધના કરશે.


જો કોઈ જીવનપુસ્તકમાં નોંધેલો માલૂમ પડયો નહિ, તો તેને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan