Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 8:36 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 લખેલું છે, “તારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ. કપાવાનાં ઘેટાંના જેવા અમે ગણાયેલા છીએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

36 શાસ્ત્રમાં લખેલું છે: “તમારે લીધે આખો દિવસ અમારા પર મરણનો ભય તોળાઈ રહ્યો છે. અમને તો કાપવા માટેનાં ઘેટાં જેવાં ગણવામાં આવે છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 જેમ લખ્યું છે કે, ‘તારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ, કપાવાનાં ઘેટાંના જેવા અમે ગણાયેલા છીએ.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

36 શાસ્ત્રોમાં લખ્યું છે તેમ: “તારે (ખ્રિસ્તને) લીધે અમે તો હંમેશા મૃત્યુના જોખમ નીચે છીએ. લોકો તો એમ જ માને છે કે અમારું મૂલ્ય કતલ કરવા લાયક ઘેટાંથી વિશેષ કાંઈ નથી.”

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 8:36
18 Iomraidhean Croise  

જેમ કોઈ જમીન ઉપર [લાકડાંને] કાપીને ચીરે છે તેમ અમારાં હાડકાં કબરના મુખ આગળ વિખેરી નાખેલાં છે.


કાપવાનાં ઘેટાંની જેમ તમે અમને આપી દીધા છે, અને વિદેશીઓમાં અમને વિખેરી નાખ્યા છે.


કેમ કે તમારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ; કાપવાનાં ઘેટાંના જેવા અમને ગણવામાં આવે છે.


તેના પર જુલમ ગુજારવામાં આવ્યો તોપણ તેણે નમ્ર થઈને પોતાનું મોં ઉઘાડયું નહિ; હલવાન વધ કરવા માટે લઈ જવામાં આવે છે તેના જેવો, અને ઘેટી પોતાના કાતરનારની આગળ મૂંગી રહે છે, તેના જેવો તે હતો; તેણે તો પોતાનું મોં ઉઘાડયું જ નહિ.


ગરીબ ઘેટાંને કાપવા માટે લઈ જવામાં આવે છે, તેના જેવો હું હતો. તેઓ મારી વિરુદ્ધ પ્રપંચ રચીને [માંહોમાંહે કહેતા] , “વૃક્ષનો તેનાં ફળ સહિત નાશ કરીએ, ને તેના નામનું સ્મરણ ન રહે માટે સજીવોની ભૂમિમાંથી તેને કાપી નાખીએ, ” એ મેં જાણ્યું નહિ.


પણ, હે યહોવા તમે મને ઓળખો છો, તમે મને જુઓ છો, ને મારું હ્રદય તમારી સાથે કેવી રીતે વર્તે છે તે તમે પારખો છો; તેઓને ઘેટાંની જેમ કાપવા માટે કાઢો, તથા હિંસાના દિવસને માટે તેઓને તૈયાર કરો.


હું તેઓને હલવાનોની જેમ, બકરાસહિત ઘેટાઓની જેમ, કતલખાનામાં ઉતારી લાવીશ.


તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે. હા, એવો સમય આવે છે કે જે કોઈ તમને મારી નાખે તે ઈશ્વરની સેવા કરે છે, એમ તેને લાગશે.


પણ હું મારો જીવ વહાલો ગણીને તેની કંઈ પણ દરકાર કરતો નથી, એ માટે કે મારી દોડ અને ઈશ્વરની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈસુ પાસેથી મને મળી છે તે હું પૂર્ણ કરું.


શાસ્‍ત્રનું જે પ્રકરણ તે વાંચતો હતો તે એ હતું કે, “ ઘેટાની જેમ મારી નંખાવાને તેને લઈ જવામાં આવ્યો; અને જેમ હલવાન પોતાના કાતરનારની આગળ મૂંગું રહે છે, તેમ તેણે પોતાનું મોં ઉઘાડ્યું નહિ.


અમે પણ શા માટે હરહંમેશ જોખમમાં પડીએ છીએ?


ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં તમારે વિષે મારું જે અભિમાન છે, તેની પ્રતિજ્ઞા લઈને કહું છું કે, હું દરરોજ મૃત્યુ [ના ભય] માં છું.


કેમ કે મને તો એમ લાગે છે કે હવે ઈશ્વરે સહુથી છેલ્લા અમને પ્રેરિતોને મરણદંડ પામનારાના જેવા આગળ ધર્યા છે, કેમ કે અમે જગતની, દૂતોની તથા માણસોની નજરે તમાશા જેવા થયા છીએ.


ઊલટું અમને અમારા અંતરમાં મોતની ખાતરી થઈ ચૂકી હતી, જેથી અમે અમારા પોતાના પર નહિ, પણ મૂએલાંને ઉઠાડનાર ઈશ્વર પર વિશ્વાસ રાખીએ.


શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? (હું કોઈએક ઘેલા માણસની જેમ બોલું છું કે, ) હું [તેઓના કરતાં] વિશેષ છું; કારણ કે મેં વધારે મહેનત કરી છે, વધારે વખત કેદખાનામાં પડયો છું, વધારે વખત હદબહાર ફટકા ખાધા છે, અને વારંવાર મોતના પંજામાં આવ્યો છું.


અજાણ્યા જેવા છતાં બહુ જાણીતા હોઈને; જાણે મરતા હોઈએ એવા છતાં. જુઓ, અમે તો જીવતા છીએ. શિક્ષા પામેલાંઓના જેવા છતાં મારી નંખાયેલા નથી.


એ માટે કે હું તેમને તથા તેમના પુનરુત્થાનના સામર્થ્યને તથા તેમનાં દુ:ખોના ભાગિયાપણાને જાણું, એટલે તેમના મરણને અનુરૂપ થાઉં.


Lean sinn:

Sanasan


Sanasan