Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 8:34 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 તો [તેઓને] દોષિત ઠરાવનાર કોણ? જે મૃત્યુ પામ્યા, હા જે મૂએલામાંથી પાછા પણ ઊઠયા તે ખ્રિસ્ત ઈસુ છે, તે ઈશ્વરને જમણે હાથે છે, તે આપણે માટે મધ્યસ્થતા પણ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

34 ઈશ્વરે તેમને નિર્દોષ જાહેર કર્યા છે, તો પછી તેમને દોષિત કોણ ઠરાવે? ખ્રિસ્ત ઈસુ મરણ પામ્યા, સજીવન થયા અને હવે ઈશ્વરને જમણે હાથે બિરાજેલા છે, તે આપણે માટે ઈશ્વરને વિનવણી કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 તેઓને દોષિત ઠરાવનાર કોણ? જે મૃત્યુમાંથી સજીવન થયા તે ખ્રિસ્ત ઈસુ છે, તે ઈશ્વરને જમણે હાથે છે, તે આપણે માટે મધ્યસ્થી પણ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 કોણ કહી શકશે કે દેવના લોકો અપરાધી છે? કોઈ પણ નહિ! આપણા માટે ખ્રિસ્ત ઈસુએ મૃત્યુ સ્વીકાર્યું, પરંતુ એમાં જ કાંઈ બધું આવી જતું નથી. મૃત્યુમાંથી તેને ઊભો કરવામાં આવ્યો હતો. હવે તે દેવને જમણે હાથે છે અને આપણા વતી આપણા ઉદ્ધાર માટે દેવને વિનંતી કરી રહ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 8:34
37 Iomraidhean Croise  

તો એ તેના પર કૃપાવાન થઈને કહે છે કે, ‘તેને કબરમાં જતાં બચાવો; કેમ કે તેના છૂટકાની કિંમત મને મળી છે.’


જ્યારે તે શાંતિ આપે, ત્યારે તેમને દોષપાત્ર કોણ ઠરાવી શકે? વળી પ્રજાથી અથવા માણસથી તે પોતાનું મુખ અદશ્ય રાખે, ત્યારે તેમને કોણ જોઈ શકે?


કેમ કે દરિદ્રીના આત્માને અપરાધી ઠરાવનારાઓથી તારણ આપવાને માટે [યહોવા] તેને જમણે હાથે ઊભા રહેશે.


યહોવા તેને તેના હાથમાં પડવા દેશે નહિ, તેનો ન્યાય થશે ત્યારે તે તેને દોષિત ઠરાવશે નહિ,


મને ન્યાયી ઠરાવનાર પાસે છે; કોણ મારી સાથે તકરાર કરશે? આપણે એકઠા ઊભા રહીએ; મારો પ્રતિવાદી કોણ છે? તે મારી પાસે આવે.


તે માટે હું મહાન પુરુષોની સાથે તેને હિસ્સો વહેંચી આપીશ, અને પરાક્રમીઓની સાથે તે લૂંટ વહેંચશે; કારણ કે તેણે પોતાનો આત્મા મરણ પામતાં સુધી રેડી દીધો, અને તે અપરાધીઓમાં ગણાયો! પરંતુ તેણે તો ઘણાઓનાં પાપ માથે લીધાં, અને અપરાધીઓને માટે મધ્યસ્થી કરી.


યહોવા કહે છે કે, તે દિવસોમાં તથા તે સમયમાં લોકો ઇઝરાયલનો દોષ શોધશે પણ તે જડશે નહિ. અને યહૂદિયાનાં પાતકો શોધશે, પણ તે જડશે નહિ; કેમ કે જેઓને હું રહેવા દઈશ તેઓને હું ક્ષમા કરીશ.


દહનીયાર્પણને માટે એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવાન.


જેમ માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, તથા ઘણા લોકોની ખંડણીને માટે પોતાનો જીવ આપવાને આવ્યો છે તેમ.”


પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી આકાશમાં લઈ લેવાયા, ને ઈશ્વરને જમણે હાથે બેઠા.


થોડીવાર પછી જગત મને ફરીથી જોશે નહિ, પણ તમે મને જોશો. હું જીવું છું, માટે તમે પણ જીવશો.


તે દિવસે તમે મને કંઈ પૂછશો નહિ. હું તમને ખચીત ખચીત કહું છું કે, જો તમે પિતા પાસે કંઈ માંગશો તો તે તમને મારે નામે તે આપશે.


તેમને ઈશ્વરે મરણની વેદનાથી છોડાવીને ઉઠાડ્યા; કેમ કે મૃત્યુથી તે બંધાઈ રહે એ અશક્ય હતું.


તો હવેથી આપણે એકબીજાને દોષિત ઠરાવીએ નહિ. પણ તેના કરતાં કોઈએ પોતાના ભાઈના માર્ગમાં ઠેસ કે ઠોકરરૂપ કશું મૂકવું નહિ, એવો નિશ્ચય કરવો, તે સારું છે.


કેમ કે મૂએલાં તથા જીવતાં બન્‍નેનો તે પ્રભુ થાય, એ જ હેતુથી ખ્રિસ્ત મરણ પામ્યા, અને પાછા સજીવન થયા.


તેમને આપણા અપરાધોને લીધે પરાધીન કરવામાં આવ્યા, અને આપણા ન્યાયીકરણને માટે તેમને પાછા ઉઠાડવામાં આવ્યા.


એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે શિક્ષા નથી.


અને આત્માની ઇચ્છા શી છે તે અંતર્યામી જાણે છે, કેમ કે તે પવિત્રોને માટે ઈશ્વર [ની ઇચ્છા] પ્રમાણે વિનંતી કરે છે.


એ માટે જો તમને ખ્રિસ્તની સાથે ઉઠાડવામાં આવ્યા હોય, તો જયાં ખ્રિસ્ત ઈશ્વરને જમણે હાથે બેઠેલા છે ત્યાંની, એટલે ઉપરની, વાતો શોધો.


તે ઈશ્વરના ગૌરવનું તેજ તથા તેમના સત્વની આબેહૂબ પ્રતિમા છે, અને પોતાના પરાક્રમના શબ્દથી સર્વને નિભાવી રાખે છે, તે પાપનું પ્રાયશ્ચિત કરીને મહાન [પિતા] ની જમણી તરફ ઉચ્‍ચસ્થાને બેઠા છે.


માટે જેઓ એમની મારફતે ઈશ્વરની પાસે આવે છે, તેઓને સંપૂર્ણ રીતે તારવાને એ સમર્થ છે, કેમ કે એ તેઓને માટે મધ્યસ્થતા કરવાને સદાકાળ જીવતા રહે છે.


કેમ કે ખ્રિસ્ત હાથે બનાવેલું પવિત્રસ્થાન, જે ખરાનો નમૂનો છે, તેમાં ગયા નથી. પણ આકાશમાં જ ગયા કે, તે હમણાં આપણે માટે ઈશ્વરની સમક્ષ હાજર થાય.


કેમ કે ખ્રિસ્તે પણ એક સમયે પાપોને માટે, એટલે ન્યાયીએ અન્યાયીઓને બદલે દુ:ખ સહ્યું કે, જેથી તે આપણને ઈશ્વરની પાસે પહોંચાડે’. તેમને દેહમાં મારી નાખવામાં આવ્યા, પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યા.


દૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓને પોતાને સ્વાધીન કર્યા પછી તે તો આકાશમાં ગયા છે, અને ઈશ્વરની જમણી તરફ [બેઠેલા] છે.


અને હું જીવંત છું, હું મૃત્યુ પણ પામ્યો હતો, અને જુઓ, સદાકાળ જીવતો છું. અને મરણ તથા હાદેસની ચાવીઓ મારી પાસે છે.


Lean sinn:

Sanasan


Sanasan