Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 8:32 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 જેમણે પોતાના દીકરાને પાછો રાખ્યો નહિ, પણ આપણ સર્વને માટે તેને સોંપી દીધો, તે કૃપા કરીને આપણને તેની સાથે બંધુએ કેમ નહિ આપશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

32 ઈશ્વરે પોતાના પુત્રને પાછા રાખ્યા નહિ, પણ આપણા બધાને માટે અર્પી દીધા, તો તે તેમની સાથે આપણને બધુંયે કેમ નહિ આપે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 જેમણે પોતાના જ દીકરાને આપણા સર્વને માટે સોંપી દીધો, તેઓ કૃપા કરીને આપણને તેમની સાથે બધુંએ કેમ નહિ આપશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 આપણા માટે તો દેવ કઈ પણ કરી શકશે. આપણા માટે કઈ પણ સહન કરવા માટે તેણે પોતાનો દીકરો આપ્યો. પોતાના દીકરાને પણ દેવે દુ:ખ સહન કરવા દીધું, આપણા સૌના કલ્યાણ માટે દેવે પોતાનો દીકરો પણ સોંપી દીધો, તો તે કૃપા કરીને આપણને તેની સાથે બધુંએ કેમ નહિ આપશે?

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 8:32
19 Iomraidhean Croise  

અને ઈશ્વરે કહ્યું, “તું તારો હાથ છોકરા પર ન નાખ, ને તેને કંઈ ન કર; કેમ કે દિકરાને, મારાથી પાછો રાખ્યો નથી; તેથી હું જાણું છું કે તું ઈશ્વરથી બીહે છે.”


કેમ કે યહોવા ઈશ્વર સૂર્ય તથા ઢાલ છે; યહોવા કૃપા તથા ગૌરવ આપશે; ન્યાયથી વર્તનારને માટે તે કંઈ પણ સારું વાનું રોકી રાખશે નહિ.


તોપણ યહોવાની મરજી તેને કચરવાની હતી; તેણે તેને દુ:ખી કર્યો; તેના આત્માનું દોષાર્થાપર્ણ થશે ત્યારે તે પોતાનાં સંતાન જોશે, તે દીર્ઘાયુ થશે, ને તેને હાથે યહોવાનો હેતુ સફળ થશે.


અને જુઓ, આવી આકાશવાણી થઈ, “આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્‍ન છું.”


તે માટે જો તમે ભૂંડા છતાં તમારાં છોકરાંઓને સારાં વાનાં આપી જાણો છો, તો તમારા આકાશમાંના પિતાની પાસે જેઓ માગે છે તેઓને કેટલાં વિશેષે કરીને તે સારાં વાનાં આપશે?


કેમ કે ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ માટે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.


કેમ કે જો ઈશ્વરે અસલ ડાળીઓને બચાવી નહિ, તો તે તને પણ બચાવશે નહિ.


તેમને આપણા અપરાધોને લીધે પરાધીન કરવામાં આવ્યા, અને આપણા ન્યાયીકરણને માટે તેમને પાછા ઉઠાડવામાં આવ્યા.


કેમ કે પાપનું વેતન મરણ છે; પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરનું કૃપાદાન અનંતજીવન છે.


વળી આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વરના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને માટે ઈશ્વર એકંદરે બધું હિતકારક બનાવે છે.


પણ અમે જગતનો આત્મા નહિ, પણ જે આત્મા ઈશ્વર તરફથી છે તે પામ્યા છીએ, જેથી ઈશ્વરે આપણને જે વાનાં આપેલાં છે તે અમે જાણીએ છીએ.


કેમ કે સઘળાં વાનાં તમારે માટે છે, જેથી ઘણાની મારફતે જે કૃપા પુષ્કળ થઈ, તે ઈશ્વરના મહિમાને અર્થે વિશેષ આભારસ્તુતિ કરાવે.


આપણે તેમનામાં ઈશ્વરના ન્યાયીપણારૂપ થઈએ, માટે જેમણે પાપ જાણ્યું નહોતું તેમને તેમણે આપણે માટે પાપરૂપ કર્યા.


શોકાતુર જેવા છતાં સદા આનંદ કરનારા [છીએ]. દરિદ્રી જેવા છતાં ઘણાને ધનવાન કરનારા [છીએ]. નાદાર જેવા છતાં સર્વસંપન્‍ન છીએ.


આપણે ઈશ્વર પર પ્રેમ રાખ્યો, એમાં પ્રેમ નહિ, પણ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણાં પાપનું પ્રાયશ્વિત થવા માટે મોકલ્યા, એમાં પ્રેમ છે.


જે જીતે છે તેને એ [સર્વ] નો વારસો મળશે, હું તેનો ઈશ્વર થઈશ, અને તે મારો પુત્ર થશે.


Lean sinn:

Sanasan


Sanasan