Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 8:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 વળી તે એકલી જ નહિ, પણ આપણે પોતે જેઓને આત્માનું પ્રથમફળ મળ્યું છે, તે જોઈને પણ દત્તકપુત્રપણાની, એટલે આપણા શરીરના ઉદ્ધારની, રાહ જોતાં આપણે પોતના [મન] માં નિસાસા નાખીએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 ફક્ત સૃષ્ટિ જ નહિ, પણ આપણે, કે જેમને ઈશ્વર તરફથી પ્રથમ બક્ષિસ તરીકે પવિત્ર આત્મા મળેલો છે, તેઓ પણ એ વેદના ભોગવીએ છીએ. ઈશ્વર આપણને તેમના પુત્રો બનાવે અને આપણા આખા વ્યક્તિત્વનો ઉદ્ધાર કરે, એની રાહ આપણે જોઈએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 અને એકલી તે નહિ, પણ આપણે જેઓને આત્માનું પ્રથમફળ મળ્યું છે, તે આપણે પોતે પણ દત્તકપુત્ર તરીકેની એટલે આપણા શરીરનાં ઉદ્ધારની રાહ જોતાં, પોતાના મનમાં નિસાસા નાખીએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 પરંતુ તે એકલી જ નહિ, પણ આપણે પોતે જેઓને આત્માનું પ્રથમફળ મળ્યું છે. તે જોઈને પણ દત્તકપુત્રપણાની, એટલે આપણા શરીરના ઉદ્ધારની વાટ જોતાં આપણે પોતાના મનમાં નિસાસા નાખીએ છીએ, કહેવાનો અર્થ એ છે કે આપણાં શરીરોથી આપણને મુક્તિ મળી જાય એની આપણે પ્રતિક્ષા કરી રહ્યા છીએ.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 8:23
26 Iomraidhean Croise  

એ હુકમ બહાર પડતાં જ ઇઝરાયલી લોકોએ અનાજનો, દ્રાક્ષારસનો, તેલનો, મધનો તથા સિમની સર્વ ઊપજનો પ્રથમ પાક આપ્યો. વળી સર્વ વસ્તુઓનો પૂરેપૂરો દશાંશ તેઓ લાવ્યાં.


કેમ કે તેઓને ફરીથી મરવાનું નથી. કારણ કે તેઓ દેવદૂતોના સરખાં છે. અને પુનરુત્થાનના દીકરા હોવાથી તેઓ ઈશ્વરના દીકરા છે.


પણ આ વાતો થવા લાગે ત્યારે તમે નજર ઉઠાવીને તમારાં માથાં ઊંચાં કરો; કેમ કે તમારો ઉદ્ધાર પાસે આવ્યો છે, એમ સમજવું.”


એટલું જ નહિ, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તદ્વારા આપણો હમણાં મિલાપ થયો છે, તેમને આશરે આપણે ઈશ્વરમાં આનંદ પણ કરીએ છીએ.


અને માત્ર એટલું જ નહિ, પરંતુ આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ, કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિ ધીરજને,


અને આશા શરમાવતી નથી, કેમ કે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંત:કરણમાં ઈશ્વરનો પ્રેમ વહેવડાવવામાં આવેલો છે.


હું કેવો દુર્ભાગી માણસ છું! મને આ મરણના શરીરથી કોણ મુક્ત કરશે?


કેમ કે સૃષ્ટિની આતુરતા ઈશ્વરનાં છોકરાંના પ્રગટ થવાની વાટ જોયા કરે છે.


જેથી તમે કોઈ પણ કૃપાદાનમાં અપૂર્ણ ન રહેતાં આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની રાહ જુઓ છો.


તેમણે અમને મુદ્રાંકિત કર્યા છે, અને અમારાં હ્રદયોમાં [પવિત્ર] આત્માનું બાનું પણ આપ્યું છે.


કેમ કે અમે મકદોનિયા આવ્યા ત્યારે પણ અમારા દેહને કંઈ સુખ નહોતું, પણ ચારેબાજુથી અમારા પર વિપત્તિ આવી પડતી હતી. બહાર લડાઈઓ હતી, અંદર ઘણી જાતની બીક હતી.


કેમ કે અમે આત્માદ્વારા વિશ્વાસથી ન્‍યાયીપણું [પામવાની] આશાની રાહ જોઈએ છીએ.


એ [આત્મા ઈશ્વરના] પોતાના દ્રવ્ય [રૂપી લોકો] ના ઉદ્ધારના સંબંધમાં તેમના મહિમાને અર્થે આપણા વારસાનું બાનું છે.


વળી ઉદ્ધારના દિવસને માટે તમને મુદ્રાંકિત કરનાર ઈશ્વરના પવિત્ર આત્માને તમે ખિન્‍ન ન કરો,


(કેમ કે પ્રકાશનું ફળ સર્વ પ્રકારની ભલાઈમાં તથા ન્યાયીપણામાં તથા સત્યમાં છે.)


હવે મારે માટે ન્યાયીપણાનો મુગટ રાખી મૂકેલો છે, તે તે દિવસે પ્રભુ જે અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ છે તે મને આપશે; અને માત્ર મને નહિ, પણ જે સર્વ તેમના પ્રગટ થવાની ઇચ્છા રાખે છે તેઓને પણ આપશે.


અને ધન્ય આશાપ્રાપ્તિની [ઘડીની] , અને મહાન ઈશ્વર તથા આપણા તારનાર ઈસુ ખ્રિસ્તના મહિમાના પ્રગટ થવાની રાહ જોવી.


તેમ ખ્રિસ્તે ઘણાઓનાં પાપ માથે લેવા માટે એક જ વાર બલિદાન આપ્યું, અને જેઓ તેમની રાહ જુએ છે તેઓના સંબંધમાં તારણને અર્થે તે બીજી વાર પાપ વગર પ્રગટ થશે.


જેથી તમારા વિશ્વાસની પરીક્ષા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતાં બહુ મૂલ્યવાન છે તે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાને સમયે સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય:


વહાલાંઓ, હાલ આપણે ઈશ્વરનાં છોકરાં છીએ, અને આપણે કેવાં થઈશું, તે હજી સુધી પ્રગટ થયું નથી. આપણે એટલું તો જાણીએ છીએ કે જયારે તે પ્રગટ થશે, ત્યારે તેમના જેવાં આપણે થઈશું. કેમ કે જેવા તે છે તેવા આપણે તેમને જોઈશું.


Lean sinn:

Sanasan


Sanasan