Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 7:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 પણ આપણે જે બાબતમાં બંધાયા હતા તે બાબતમાં મરણ પામ્યાથી હમણાં આપણે નિયમશાસ્‍ત્રથી મુક્ત થયા છીએ. એ માટે નિયમશાસ્‍ત્રની જૂની પદ્ધતિ પ્રમાણે નહિ, પણ આત્માને અનુસરનારી નવીન પદ્ધતિ પ્રમાણે સેવા કરીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 હવે આપણે નિયમશાસ્ત્રથી મુક્ત છીએ. કારણ, જેણે આપણને એકવાર કેદી બનાવેલા તેના સંબંધી આપણે મરણ પામ્યા છીએ. હવે આપણે લેખિત નિયમની જૂની રીતરસમ પ્રમાણે સેવા કરતા નથી; પણ પવિત્ર આત્માની પ્રેરણા પ્રમાણે નવીન રીતે સેવા કરીએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 પણ હમણાં જેમાં આપણે બંધાયા હતા તેમાં આપણું મૃત્યુ થયાથી નિયમશાસ્ત્રથી મુક્ત થયા છીએ. તેથી નિયમશાસ્ત્રની જૂની રીતથી નહિ, પણ આત્માની નવી રીતથી સેવા કરીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 ભૂતકાળમાં, નિયમશાસ્ત્રે આપણને કેદીઓની જેમ બાંધી રાખ્યા હતા. હવે આપણા જૂના નિયમશાસ્ત્રો નાશ પામ્યા છે. અને તેથી નિયમશાસ્ત્રના બંધનમાંથી આપણને હવે મુક્ત કરવામાં આવ્યા છે. લેખિત નિયમોની જૂની પધ્ધત્તિથી નહિ, પરંતુ હવે નવીન પધ્ધત્તિ પ્રમાણે આપણે દેવની સેવા કરીએ છીએ. પવિત્ર આત્માની સાતે આપણે હવે નવી પધ્ધત્તિ પ્રમાણે દેવની સેવા કરીએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 7:6
24 Iomraidhean Croise  

હું તેઓને એક અંત:કરણ આપીશ, ને હું તમારામાં એક નવો આત્મા મૂકીશ. હું તેમના દેહમાંથી પથ્થર જેવું હ્રદય દૂર કરીને તેમને માંસનું હ્રદય આપીશ.


હું તમને નવું હ્રદય પણ આપીશ, ને હું તમારી અંદર નવો આત્મા પણ મૂકીશ. અને હું તમારા દેહમાંથી પાષાણમય હ્રદય દૂર કરીશ, ને હું તમને માંસનું હ્રદય આપીશ.


કેમ કે જે ઈશ્વરની સેવા હું મારા આત્માએ તેમના દીકરાની સુવાર્તામાં કરું છું, તે મારા સાક્ષી છે કે હું નિરંતર તમારું સ્મરણ કરું છું,


આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી ઈશ્વરની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે પારખી શકો.


તેમ તમે પણ પોતાને પાપના સંબંધમાં મરેલાં, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરના સંબંધમાં જીવતા, ગણો.


તમારા દેહની દુર્બળતાને લીધે હું માણસની રીતે વાત કરું છું, કેમ કે જેમ તમે તમારા અવયવોને અન્યાયને અર્થે અશુદ્ધતાને તથા અન્યાયને દાસ તરીકે સોંપ્યા હતા, તેમ હવે તમારા અવયવોને પવિત્રતાને અર્થે ન્યાયીપણાને દાસ તરીકે સોંપો.


ના, એવું ન થાઓ. આપણે પાપના સંબંધમાં મર્યા, તો પછી એમાં કેમ જીવીએ?


પણ હમણાં પાપથી મુક્ત થયેલા, અને ઈશ્વરના દાસ થયેલા હોવાથી તમને આ ફળ મળે છે કે તમે પવિત્ર થાઓ છો, અને પરિણામે તમને અનંતજીવન [મળે છે].


તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેમની સાથે મરણમાં દટાયા કે, જેમ ખ્રિસ્તને પિતાના મહિમાથી મૂએલાંમાંથી ઉઠાડવામાં આવ્યા તેમ જ આપણે પણ નવા જીવનમાં ચાલીએ.


વળી, ભાઈઓ, શું તમે નથી જાણતા (નિયમ [શાસ્‍ત્ર] જાણનારા પ્રત્યે હું બોલું છું.) કે માણસ જીવે છે ત્યાં સુધી તેના પર નિયમની સત્તા હોય છે?


કેમ કે જે સ્‍ત્રીને પતિ છે, તે પોતાના પતિના જીવતાં સુધી તેની સાથે નિયમથી બંધાયેલી હોય છે, પણ જો તેનો પતિ મરી જાય, તો તે પતિના નિયમથી મુક્ત થાય છે.


એમ જ, મારા ભાઈઓ, તમે પણ ખ્રિસ્તના શરીરદ્વારા નિયમશાસ્‍ત્રના સંબંધમાં મૂએલા થયા છો, જેથી તમે બીજાના, એટલે જે મૂએલાંમાંથી પાછા ઊઠયા છે તેમના થાઓ કે, આપણે ઈશ્વરને અર્થે ફળ ઉત્પન્‍ન કરીએ.


વળી તેમણે અમને નવા કરારના સેવકો થવા યોગ્ય કર્યા છે. અક્ષરના [સેવકો] તો નહિ, પણ આત્માના : કેમ કે અક્ષર મૃત્યુકારક છે, પણ આત્મા જીવનદાયક છે.


માટે, જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ [છે] :જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે; જુઓ તે નવું થયું છે.


ખ્રિસ્તે આપણી વતી શાપિત થઈને, નિયમના શાપથી આપણને છોડાવી લીધા, કેમ કે એમ લખેલું છે, “જે કોઈ ઝાડ ઉપર ટંગાયેલો છે તે શાપિત છે.”


કેમ કે સુન્‍નત કંઈ નથી, તેમ બેસુન્‍નત પણ કંઈ નથી. પણ નવી ઉત્પત્તિ [એ જ કામની] છે.


અને નવું માણસપણું જે ઈશ્વર [ના મનોરથ] પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સર્જાયેલું છે તે પહેરી લો.


કેમ કે આપણે ઈશ્વરના આત્માથી સેવા કરનારા તથા ખ્રિસ્ત ઈસુમાં અભિમાન કરનારા તથા દેહ પર ભરોસો ન રાખનારા, [ખરા] સુન્‍નતી છીએ.


અને જે નવું માણસપણું તેના ઉત્પન્‍ન કરનારની પ્રતિમા પ્રમાણે તેમના જ્ઞાનને અર્થે નવું કરાતું જાય છે, તે તમે પહેર્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan