Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 7:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 હું કેવો દુર્ભાગી માણસ છું! મને આ મરણના શરીરથી કોણ મુક્ત કરશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 હું કેવો દુ:ખી માનવી છું! મરણને માર્ગે લઈ જનાર પાપના સિદ્ધાંતના નિયંત્રણ નીચેના શરીરથી મને કોણ બચાવશે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 હું કેવો દુઃખિત મનુષ્ય! કે મને આ મરણના શરીરથી કોણ છોડાવશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 તેથી હું દુ:ખી છું! મારા માટે મૃત્યુ લાવનાર આ શરીરથી મને કોણ બચાવશે?

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 7:24
36 Iomraidhean Croise  

અને જો કોઈ માણસ કે તમારા બધા ઇઝરાયલી લોક પોતપોતાના હ્રદયનો રોગ જાણીને જે કંઈ પ્રાર્થના કે યાચના કરે, ને પોતાના હાથ આ મંદિર તરફ પ્રસારે;


જેથી તે બંદીવાનના નિસાસા સાંભળે, તથા મરણના સપાટામાં સપડાયેલાને છોડાવે; કે


હું મારું મોં ઉઘાડીને તલપી રહ્યો; કેમ કે હું તમારી આજ્ઞાઓની અભિલાષા રાખતો હતો.


શોક તથા દુ:ખ મારા પર આવી પડ્યાં છે; તોપણ તમારી આજ્ઞાઓ મારો આનંદ છે.


હું ભૂલા પડેલા મેંઢાની જેમ ભટક્યો છું; તમારા સેવકને શોધી કાઢો; કેમ કે હું તમારી આજ્ઞાઓ વીસરી જતો નથી.


તમારાં ન્યાયવચનોની અભિલાષા રાખતાં રાખતાં મારું હ્રદય સદા આશાભંગ થઈ ગયું છે.


કેમ કે તમારાં બાણ મને વાગ્યાં છે, તમારો હાથ મને જોરથી દાબે છે.


હું નિસાસા નાખીને થાકી ગયો છું. દર રાતે હું મારા પલંગને પલાળું છું; હું આંસુઓથી મારા બિછાનાને ભીંજવું છું.


તેઓ કહે છે, “ઈશ્વરે તેને તજી દીધો છે; આપણે તેની પાછળ દોડીને તેને પકડી પાડીએ, કેમ કે એને છોડાવનાર કોઈ નથી.”


કેમ કે દરિદ્રી પોકાર કરે ત્યારે તે તેને છોડાવશે; અને દુ:ખી જેનો કોઈ મદદગાર નથી, તેનો તે બચાવ કરશે.


મને તજીને મૂએલા ભેગો ગણી લીધો છે, મારી નંખાયેલા, કબરમાં સૂતેલા કે, જેઓનું તમે ફરી સ્મરણ કરતા નથી, અને જેઓ તમારા હાથથી દૂર થયેલા છે [તેમના જેવો હું છું].


યહોવાએ તેને કહ્યું, “નગરમાં એટલે યરુશાલેમમાં, સર્વત્ર ફરીને જે માણસો તેમાં થતાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યોને લીધે નિસાસા નાખતા હોય તથા રડતા હોય તેઓનાં કપાળ પર ચિહ્‍ન કર.”


તે ફરશે અને ફરીથી આપણા પર કરુણા રાખશે. તે આપણાં પાપોને પગ નીચે ખૂંદશે; અને તમે તેઓનાં સર્વ પાપો સમુદ્રનાં ઊંડાણમાં ફેંકી દેશો.


જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે.


જેઓને ‍ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે.


“પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રીઓ આગળ સુવાર્તા પ્રગટ કરવા માટે તેમણે મારો અભિષેક કર્યો છે; બંદીવાનોને છૂટકો તથા આંધળાઓને દષ્ટિ પામવાનું જાહેર કરવા, ઘાયલ થયેલાઓને છોડાવવા


વળી એ જાણીએ છીએ કે આપણું જૂનું માણસપણું તેમની સાથે વધસ્તંભે એ માટે જડાયું કે પાપનું શરીર નિરર્થક થાય, એટલે કે હવે પછી આપણે પાપની ગુલામગીરીમાં રહીએ નહિ.


કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો તમે મરશો જ; પણ જો તમે આત્મા દ્વારા શરીરનાં કામોને મારી નાખો તો તમે જીવશો.


કેમ કે ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે.


વળી તે એકલી જ નહિ, પણ આપણે પોતે જેઓને આત્માનું પ્રથમફળ મળ્યું છે, તે જોઈને પણ દત્તકપુત્રપણાની, એટલે આપણા શરીરના ઉદ્ધારની, રાહ જોતાં આપણે પોતના [મન] માં નિસાસા નાખીએ છીએ.


તે પ્રમાણે [પવિત્ર] આત્મા પણ આપણી નિર્બળતામાં [આપણને] સહાય આપે છે; કેમ કે યથાયોગ્ય શી પ્રાર્થના કરવી એ આપણે જાણતા નથી, પણ આત્મા પોતે અવાચ્ય નિ:સાસાથી આપણે માટે મધ્યસ્થતા કરે છે.


અને જે સુન્‍નત હાથે કરેલી નથી એવી [સુન્‍નત] થી તમે તેમનામાં સુન્‍નતી થયા, એટલે ખ્રિસ્તની સુન્‍નતને આશરે તમે દેહને તેની દૈહિક વાસનાઓ સુદ્ધાં ઉતારી મૂક્યો.


પ્રભુ સર્વ દુષ્ટ હુમલાથી મારો બચાવ કરશે, અને પોતાના સ્વર્ગીય રાજ્યને માટે મને સહીસલામત રાખશે. તેમને સર્વકાળ મહિમા હો. આમીન.


તેમણે આપણે માટે પોતાનું સ્વાર્પણ કર્યું, જેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે, અને આપણને પવિત્ર કરીને પોતાને માટે ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોકો તૈયાર કરે.


અને મરણની બીકથી જેઓ આખા જીવનપર્યંત દાસત્વમાં હતા તેઓને મુક્ત કરે.


તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે. મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રુદન કે દુ:ખ ફરીથી થનાર નથી. પ્રથમની વાતો જતી રહેલી છે.”


Lean sinn:

Sanasan


Sanasan