Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 7:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 પણ હું મારા અવયવોમાં એક જુદો નિયમ જોઉં છું, તે મારા મનના નિયમની સામે લડે છે, અને મારા અવયવોમાં રહેલા પાપના નિયમના બંધનમાં મને લાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 તે સિદ્ધાંત મારા મનથી સ્વીકારેલા સિદ્ધાંતની વિરુદ્ધ લડાઈ કરે છે. મારા શરીરમાંનો પાપનો સિદ્ધાંત મને કેદી બનાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 પણ મારાં અંગોમાં હું એક અલગ નિયમ જોઉં છું, જે મારા મનના નિયમની સામે લડે છે અને મારા અવયવોમાં પાપનો જે નિયમ છે તેના બંધનમાં મને લાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 પરંતુ મારા શરીરમાં કોઈ જુદો જ નિયમ કાર્ય કરતો જોઉ છું. માનસિક સ્તરે મારા મનમાં જે નિયમનો સ્વીકાર થયો છે તેની સામે પેલો શારીરિક સ્તર પર ચાલતો નિયમ યુદ્ધ છેડે છે. મારા શરીરમાં ચાલતો એ નિયમ તે પાપનો નિયમ છે, અને એ નિયમ મને એનો કેદી બનાવે છે.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 7:23
16 Iomraidhean Croise  

મારા જીવને કેદમાંથી કાઢી લાવો, કે હું તમારા નામની સ્તુતિ કરું; ન્યાયીઓ મારી આસપાસ ફરી વળશે; કેમ કે તમે મારી સાથે ઉદારતાએ વર્તશો.


જે સારું જ કરે છે અને પાપ કરતો જ નથી એવો નેક માણસ નિશ્ચે પૃથ્વી પર એકે નથી.


વળી તમારા અવયવોને અન્યાયનાં હથિયાર થવા માટે પાપને ન સોંપો. પણ મૂએલાંમાંથી સજીવન થયેલા એવા તમે પોતાને ઈશ્વરને સોંપો, તથા પોતાના અવયવોને ન્યાયીપણાનાં હથિયાર થવા માટે [ઈશ્વરને સોંપો].


તમારા દેહની દુર્બળતાને લીધે હું માણસની રીતે વાત કરું છું, કેમ કે જેમ તમે તમારા અવયવોને અન્યાયને અર્થે અશુદ્ધતાને તથા અન્યાયને દાસ તરીકે સોંપ્યા હતા, તેમ હવે તમારા અવયવોને પવિત્રતાને અર્થે ન્યાયીપણાને દાસ તરીકે સોંપો.


કેમ કે આપણે જાણીએ છીએ કે નિયમ આધ્યાત્મિક છે; પણ હું દૈહિક છું, અને પાપને વેચાયેલો છું.


તો મને એવો નિયમ માલૂમ પડે છે કે સારું કરવા ઇચ્‍છું છું ત્યારે ભૂડું હાજર હોય છે.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે હું ઈશ્વરની આભારસ્તુતિ કરું છું. એ પ્રમાણે હું પોતે મનથી ઈશ્વરના નિયમની પણ દેહથી પાપના નિયમની, સેવા કરું છું.


કેમ કે જ્યારે આપણે દૈહિક હતા ત્યારે નિયમશાસ્‍ત્ર દ્વારા પાપવાસનાઓ આપણા અવયવોમાં મરણને માટે ફળ ઉત્પન્‍ન કરવાને પ્રયત્ન કરતી હતી.


કેમ કે ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે.


કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઇચ્છા કરે છે, અને આત્મા દેહની વિરુદ્ધ; કેમ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે; અને તેથી જે તમે ચાહો તે તમે કરતા નથી.


તમે પાપની સામા બાથ ભીડો છો, પણ રક્તપાત સુધી [તમે હજી બાથ ભીડી] નથી.


કેમ કે આપણે સર્વ ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ. જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી, તો તે સંપૂર્ણ માણસ છે, અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાને શક્તિમાન છે.


તમારામાં લડાઈ તથા ઝઘડા કયાંથી થાય છે? શું તમારા અવયવોમાંની લડાઈ કરનારી દુર્વાસનાથી નહિ?


વહાલાઓ, હું તમને વિનંતી કરું છું કે, જે દૈહિક વિષયો આત્માની સામે લડે છે, તેઓથી તમે પરદેશી તથા પ્રવાસી જેવા, દૂર રહો.


Lean sinn:

Sanasan


Sanasan