Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 7:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 કેમ કે હું જે કરું છું, તે હું સમજીને [કરતો નથી] :કારણ કે હું જે ઇચ્છું છું તે કરતો નથી, પણ જે હું ધિક્કારું છું તે હું કરું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 હું જે કરું છું તે હું સમજી શક્તો નથી: હું જે કરવા ધારું છું તે હું કરતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 કેમ કે હું જે કરું છું, તે હું સમજથી કરતો નથી, કારણ કે હું જે ઇચ્છું છું તે કરતો નથી, પણ જે હું ધિક્કારું છું તે કરું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 હું જે કોઈ કામો કરું છું, તે સમજી શકતો નથી. તેથી જે સારાં કામો કરવાની મારી ઈચ્છા છે, તે હું કરી શકતો નથી. અને જે ખરાબ કામો કરવાનું હું ધિક્કારું છું તે હું કરું છું.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 7:15
32 Iomraidhean Croise  

જો તેઓ તમારી વિરુદ્ધ પાપ કરે, (કેમ કે પાપ ન કરે એવું માણસ કોઈ નથી, ) ને તમે તેઓ પર કોપાયમાન થઈને તેમને શત્રુના હાથમાં એવી રીતે સોંપો કે તેઓ તેમને બંદીવાન કરીને દૂરના કે નજીકના શત્રુના દેશમાં લઈ જાય;


કેમ કે યહોવા ન્યાયીઓનો માર્ગ જાણે છે; પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે.


હું કંઈ અધમ વસ્તુ મારી દષ્ટિમાં રાખીશ નહિ; પાછા હઠનારાના કામથી હું કંટાળું છું; [તેમની કંઈ અસર] મને થશે નહિ.


તમારાં શાસનોથી મને સમજણ મળે છે; માટે હું હરેક જૂઠા માર્ગને ધિક્કારું છું. નુન


હું બે મોઢાંવાળાઓને ધિક્કારું છું; પણ હું તમારા નિયમ પર પ્રેમ રાખું છું.


તમારાં શાસનો પ્રમાણે હું મારી સર્વ વર્તણૂક યથાર્થ રાખું છું; હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું. પે


અસત્ય ઉપર હું દ્વેષ રાખું છું અને તેનાથી કંટાળું છું; પણ તમારા નિયમ ઉપર હું પ્રેમ રાખું છું.


હું તમારી આજ્ઞાઓના માર્ગમાં દોડીશ, કેમ કે તમે મારા હ્રદયને પ્રફુલ્‍લિત કરો છો. હે


હું તમારાં શાસનોની અભિલાષા રાખું છું; તમારા ન્યાયીપણાથી મને જીવાડો. વાવ.


પોતાની ભૂલો કોણ જાણી શકે? છાનાં પાપમાંથી તમે મને મુક્ત કરો.


તે પોતાના પલંગ ઉપર અન્યાય કરવાને પ્રપંચ યોજે છે; ખરાબ માર્ગમાં તે ઊભો રહે છે. તે ભૂંડાઈથી કંટાળતો નથી.


ભૂંડાઈની વાતો મારા પર જય પામે છે. અમારાં ઉલ્લઘંનો તમે નિવારશો.


હે યહોવા પર પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાનો દ્વેષ કરો; તે પોતાના ભક્તોના આત્માઓનું રક્ષણ કરે છે; દુષ્ટોના હાથમાંથી તે તેઓને છોડાવે છે.


સદાચારી માણસ જૂઠનો ધિક્કાર કરે છે; પણ દુષ્ટ માણસ કંટાળો આપે છે, અને બદનામ થાય છે.


દુષ્ટતાનો ધિક્કાર કરવો એ જ યહોવાનું ભય છે; અભિમાન, ઉદ્ધતાઈ, કુમાર્ગ, તથા આડું મુખ, એમનો હું ધિક્કાર કરું છું.


જે સારું જ કરે છે અને પાપ કરતો જ નથી એવો નેક માણસ નિશ્ચે પૃથ્વી પર એકે નથી.


ભૂંડાને ધિક્કારો, ભલાને ચાહો, ને દરવાજામાં ન્યાયને સ્થાપિત કરો. તો કદાચ સૈન્યોના ઈશ્વર યહોવા યૂસફના બાકી રહેલાઓ પર કૃપા રાખે.


યહોવા સારા છે, સંકટ સમયે તે ગઢરૂપ છે; અને તેમના પર ભરોસો રાખનારાઓને તે ઓળખે છે.


તો તમે સાક્ષી છો, અને તમારા પૂર્વજોનાં કામોને સંમતિ આપો છો. કેમ કે તેઓએ તેમને મારી નાખ્યા હતા, અને તમે [તેમની કબરો] બાંધો છો.


હવેથી હું તમને દાસ કહેતો નથી; કેમ કે પોતાનો શેઠ જે કરે છે તે દાસ જાણતો નથી. પણ મેં તમને મિત્ર ક્હ્યા છે; કેમ કે જે વાતો મેં મારા પિતા પાસેથી સાંભળી હતી તે બધી મેં તમને જણાવી છે.


[તમારો] પ્રેમ ઢોંગ વગરનો હોય, જે ભૂંડું છે તેને ધિક્કારો; જે સારું છે તેને વળગી રહો.


જે વિશ્વાસ તને છે તે તારા પોતાનામાં ઈશ્વરની સમક્ષ રાખ. પોતાને જે વાજબી લાગે છે, તે બાબતમાં જે પોતાને દોષિત ઠરાવતો નથી તેને ધન્ય છે.


ત્યારે હું જે ઇચ્છતો નથી તે જો હું કરું છું, તો હું નિયમ વિષે કબૂલ કરું છું કે તે સારો છે.


કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઇચ્છા કરે છે, અને આત્મા દેહની વિરુદ્ધ; કેમ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે; અને તેથી જે તમે ચાહો તે તમે કરતા નથી.


પણ ઈશ્વરે નાખેલો પાયો દઢ રહે છે. તેના પર આ મુદ્રાછાપ મારેલી છે, “જે પોતાનાં છે તેઓને પ્રભુ ઓળખે છે, ” અને આ પણ કે, જે કોઈ ખ્રિસ્તનું નામ લે છે તેણે પાપથી દૂર રહેવું.


તમે ન્યાયીપણા પર પ્રેમ રાખ્યો છે, અને અન્યાય પર દ્વેષ કર્યો છે, એ માટે ઈશ્વરે, એટલે તમારા ઈશ્વરે, તમને તમારા સાથીઓ કરતાં અધિક [ગણીને] આનંદરૂપી તેલથી અભિષિક્ત કર્યા છે.”


કેમ કે આપણે સર્વ ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ. જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી, તો તે સંપૂર્ણ માણસ છે, અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાને શક્તિમાન છે.


અને કેટલાકને અગ્નિમાંથી ખેંચી કાઢીને બચાવો; અને કેટલાક પર ભયસહિત દયા રાખો, ને દેહથી ડાઘ લાગેલા વસ્‍ત્રનો તિરસ્કાર કરો.


Lean sinn:

Sanasan


Sanasan