રોમનોને પત્ર 6:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેમની સાથે મરણમાં દટાયા કે, જેમ ખ્રિસ્તને પિતાના મહિમાથી મૂએલાંમાંથી ઉઠાડવામાં આવ્યા તેમ જ આપણે પણ નવા જીવનમાં ચાલીએ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 આપણે આપણા બાપ્તિસ્માની મારફતે તેમની સાથે દટાયા, અને તેમના મરણના ભાગીદાર બન્યા; જેથી જેમ ઈશ્વરપિતાના મહિમાવંત સામર્થ્યથી ખ્રિસ્ત મરણમાંથી જીવતા થયા, તેમ આપણે પણ નવા જીવનમાં જીવીએ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેમની સાથે મરણમાં દફનાવાયા, કે જેમ ખ્રિસ્તને પિતાના મહિમાથી મૃત્યુ પામેલાઓમાંથી સજીવન કરવામાં આવ્યા તેમ જ આપણે પણ નવા જીવનમાં ચાલીએ. Faic an caibideilપવિત્ર બાઈબલ4 કારણ કે જ્યારે આપણું બાપ્તિસ્મ થયું ત્યારે આપણે પણ તેની સાથે મરણમાં દટાયા અને તેના મૃત્યુમાં ભાગીદાર થયા. આ રીતે બાપના મહિમાથી જેમ ખ્રિસ્ત મૃત્યુમાંથી ઊભો થયો તેમ આપણે પણ ઊભા થઈ શકીશું અને નવું જીવન જીવીશું. Faic an caibideil |