Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 6:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તેમ તમે પણ પોતાને પાપના સંબંધમાં મરેલાં, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરના સંબંધમાં જીવતા, ગણો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 એ જ રીતે તમે પોતાને પાપના સંબંધમાં મરણ પામેલા અને ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વરના સંબંધમાં જીવતા ગણો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તેમ તમે પોતાને પણ પાપ સંબંધી મૃત્યુ પામેલા, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર સંબંધી જીવતા ગણો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 એ જ પ્રમાણે, તમારી ઉપર પણ પાપની સત્તાનો હવે અંત આવ્યો છે. અને ખ્રિસ્ત ઈસુ દ્વારા દેવ-પ્રાપ્તિ સારું તમે હવે જીવંત છો, એવું તમારી જાત વિષે તમે વિચારો.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 6:11
21 Iomraidhean Croise  

પણ, ‘ઈસુ તે જ ખ્રિસ્ત, ઈશ્વરના દીકરા છે, એવો તમે વિશ્વાસ કરો; અને વિશ્વાસ કરીને તેમના નામથી જીવન પામો માટે આટલી વાતો લખેલી છે.


તે એકલા જ્ઞાની ઈશ્વરને, ઈસુ ખ્રિસ્તદ્વારા સર્વકાળ સુધી મહિમા હો. આમીન. ?? ?? ?? ?? 1


ત્યારે આપણને વિશ્વાસથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે, તેથી આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરની સાથે સમાધાન પામીએ છીએ.


કેમ કે તે મર્યા, એટલે પાપના સંબંધમાં તે એક જ વાર મર્યા; પણ તે જીવે છે એટલે ઈશ્વરના સંબંધમાં તે જીવે છે.


વળી તમારા અવયવોને અન્યાયનાં હથિયાર થવા માટે પાપને ન સોંપો. પણ મૂએલાંમાંથી સજીવન થયેલા એવા તમે પોતાને ઈશ્વરને સોંપો, તથા પોતાના અવયવોને ન્યાયીપણાનાં હથિયાર થવા માટે [ઈશ્વરને સોંપો].


ના, એવું ન થાઓ. આપણે પાપના સંબંધમાં મર્યા, તો પછી એમાં કેમ જીવીએ?


કેમ કે પાપનું વેતન મરણ છે; પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરનું કૃપાદાન અનંતજીવન છે.


એમ જ, મારા ભાઈઓ, તમે પણ ખ્રિસ્તના શરીરદ્વારા નિયમશાસ્‍ત્રના સંબંધમાં મૂએલા થયા છો, જેથી તમે બીજાના, એટલે જે મૂએલાંમાંથી પાછા ઊઠયા છે તેમના થાઓ કે, આપણે ઈશ્વરને અર્થે ફળ ઉત્પન્‍ન કરીએ.


પણ આપણે જે બાબતમાં બંધાયા હતા તે બાબતમાં મરણ પામ્યાથી હમણાં આપણે નિયમશાસ્‍ત્રથી મુક્ત થયા છીએ. એ માટે નિયમશાસ્‍ત્રની જૂની પદ્ધતિ પ્રમાણે નહિ, પણ આત્માને અનુસરનારી નવીન પદ્ધતિ પ્રમાણે સેવા કરીએ.


કેમ કે હું એમ માનું છું કે, જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે આ વખતનાં દુ:ખો સરખાવવા જોગ નથી.


કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા; તો તમારા શરીર દ્વારા ઈશ્વરને મહિમા આપો.


જેથી આપણા પરની તેમની દયાને લીધે તે આવતા યુગોમાં ખ્રિસ્ત ઈસુમાં પોતાની કૃપાની અતિ ઘણી સંપત્તિ બતાવે.


અને ઈશ્વરની સ્તુતિ તથા મહિમા વધવા માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીપણાનાં ફળોથી તમે ભરપૂર થાઓ.


અને ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હ્રદયોની તથા મનોની સંભાળ રાખશે.


જો તમે ખ્રિસ્તની સાથે જગતનાં તત્‍ત્વો સંબંધી મર્યા, તો જગતમાં જીવનારાની જેમ વિધિઓને આધીન કેમ થાઓ છો?


વચનથી કે કાર્યથી જે કંઈ તમે કરો તે સર્વ પ્રભુ ઈસુને નામે કરો, અને તે દ્વારા ઈશ્વર પિતાની આભારસ્તુતિ કરો.


લાકડા પર તેમણે પોતે પોતાના શરીરમાં આપણાં પાપ માથે લીધાં, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયીપણા સંબંધી જીવીએ; તેમના ઘાથી તમે સાજા થયા.


તેમની પાસે આવીને તમે પણ જીવંત પથ્થરોના જેવા આત્મિક ઘરમાં ચણાયા છો, અને જે આત્મિક યજ્ઞ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરને પ્રસન્‍ન છે એ યજ્ઞ કરવાને માટે તમે પવિત્ર યાજકવર્ગ થયા છો.


જો કોઈ બોધ કરે, તો તેણે ઈશ્વરનાં વચન પ્રમાણે બોધ કરવો. જો કોઈ સેવા કરે, તો તેણે ઈશ્વરે આપેલા સામર્થ્ય પ્રમાણે [સેવા] કરવી. જેથી સર્વ બાબતમાં ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર મહિમાવાન થાય. તેમને સદાસર્વકાળ મહિમા તથા સત્તા છે. આમીન.


Lean sinn:

Sanasan


Sanasan