Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 5:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને આશા શરમાવતી નથી, કેમ કે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંત:કરણમાં ઈશ્વરનો પ્રેમ વહેવડાવવામાં આવેલો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 આ આશા છેતરતી નથી. કારણ, ઈશ્વરે આપણને આપેલી તેમની ભેટ, એટલે પવિત્ર આત્મા દ્વારા આપણા અંત:કરણમાં તેમનો પ્રેમ રેડી દીધો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 આશા શરમાવતી નથી; કેમ કે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંતઃકરણમાં ઈશ્વરનો પ્રેમ વહેવડાવેલો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 આ આશા આપણને કદી પણ નિરાશ નહિ કરે એ કદી પણ નિષ્ફળ નહિ જાય. એમ શા કારણે? કેમ કે દેવે આપણા હૃદયમાં તેનો પ્રેમ વહેવડાવ્યો છે. “પવિત્ર આત્મા” દ્વારા દેવે આપણને આ પ્રેમ અર્પણ કર્યો છે. દેવ તરફથી ભેટરૂપે એ “પવિત્ર આત્મા” આપણને પ્રાપ્ત થયો છે.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 5:5
35 Iomraidhean Croise  

કેમ કે અધર્મી નફો મેળવે તોપણ ઈશ્વર તેનો જીવ લઈ લે, તો પછી તેને શી આશા રહે?


હું જીવું માટે તમારા વચન પ્રમાણે મને આધાર આપો. મારી આશા વિષે મને ફજેત કરશો નહિ.


રાજાઓ તારા વાલી, અને તેમની રાણીઓ તારી ધાવો થશે; ભૂમિ પર નાક ઘસીને તેઓ તને નમશે, તેઓ તારા પગની ધૂળ ચાટશે! ત્યારે, હું યુહોવા છું, અને મારી રાહ જોનારા લજવાશે નહિ, એવું તું જાણીશ.


હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ, ને તમે શુદ્ધ થશો. તમારી સર્વ મલિનતાથી તથા તમારી સર્વ મૂર્તિઓથી હું તમને શુદ્ધ કરીશ.


ત્યારે વિદેશીઓ પર પણ પવિત્ર આત્માનું દાન રેડાયું છે [એ જોઈને] સુન્‍નતીઓમાંના જે વિશ્વાસ કરનારા પિતરની સાથે આવ્યા હતા તેઓ સર્વ વિસ્મય પામ્યા.


ઈશ્વર કહે છે કે, પાછલા દિવસોમાં એમ થશે કે, હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે, તમારા જુવાનોને સંદર્શનો થશે, અને તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે.


માટે ઈશ્વરને જમણે હાથે તેમને ઉપર લઈ લેવામાં આવ્યા, અને પિતા પાસેથી પવિત્ર આત્માનું વચન પામીને, આ જે તમે જુઓ છો તથા સાંભળો છો, તે તેમણે રેડ્યું છે.


આપણા પિતા ઈશ્વરથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તમને કૃપા તથા શાંતિ થાઓ.


વળી આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વરના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને માટે ઈશ્વર એકંદરે બધું હિતકારક બનાવે છે.


લખેલું છે, “જુઓ, હું સિયોનમાં ઠેસ ખવડાવનાર પથ્થર, ને ઠોકરરૂપ ખડક મૂકું છું. જે કોઈ તેના ઉપર વિશ્વાસ કરશે તે શરમાશે નહિ.”


પણ જો કોઈ ઈશ્વર પર પ્રેમ રાખે છે, તો તેમને તે ઓળખે છે.


તેમણે અમને મુદ્રાંકિત કર્યા છે, અને અમારાં હ્રદયોમાં [પવિત્ર] આત્માનું બાનું પણ આપ્યું છે.


પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તથા ઈશ્વરનો પ્રેમ તથા પવિત્ર આત્માની સંગત તમો સર્વની સાથે રહો. ?? ?? ?? ?? 1


પણ આપણે સર્વ ઉઘાડે મુખે જાણે કે આરસીમાં પ્રભુનો મહિમા નિહાળીને પ્રભુના આત્માથી અધિકાધિક મહિમા ધારણ કરતાં તે જ રૂપમાં રૂપાંતર પામીએ છીએ.


કેમ કે જે ઈશ્વરે અંધારામાંથી અજવાળાને પ્રકાશવાનું ફરમાવ્યું, તેમણે આપણાં હ્રદયમાં પ્રકાશ પાડ્યો છે કે, જેથી તે ઈસુ ખ્રિસ્તના મોં પર ઈશ્વરનો જે મહિમા છે તેના જ્ઞાનનો પ્રકાશ પાડે.


અને તમે પુત્રો છો, એ માટે ઈશ્વરે આપણાં હ્રદયમાં પોતાના પુત્રનો આત્મા મોકલ્યો છે, જે ‘આબ્બા, પિતા, એમ કહીને હાંક મારે છે.


પણ [પવિત્ર] આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું,


તમે પણ સત્યનું વચન એટલે તમારા તારણની સુવાર્તા સાંભળીને, અને તેમના પર વિશ્વાસ રાખીને, તેમનામાં વચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા.


વળી ઉદ્ધારના દિવસને માટે તમને મુદ્રાંકિત કરનાર ઈશ્વરના પવિત્ર આત્માને તમે ખિન્‍ન ન કરો,


એ પ્રમાણે મારી આકાંક્ષા તથા આશા છે કે, હું કોઈ પણ વાતમાં શરમાઈશ નહિ; પણ પૂરી હિંમતથી, હમેશ મુજબ હમણાં પણ, ગમે તો જીવનથી કે ગમે તો મરણથી, મારા શરીરદ્વારા ખ્રિસ્તના મહિમાની વૃદ્ધિ કરવામાં આવે.


એ માટે જે અનાદર કરે છે તે તો માણસનો નહિ, પણ તમને પોતાનો પવિત્ર આત્મા આપનાર ઈશ્વરનો અનાદર કરે છે.


હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ને ઈશ્વર આપણા પિતા, જેમણે આપણા પર પ્રેમ રાખ્યો, ને કૃપા કરીને આપણને સર્વકાળનો દિલાસો ને સારી આશા આપ્યાં,


એ કારણથી હું એ દુ:ખો સહન કરું છું. તોપણ હું શરમાતો નથી, કેમ કે જેમના પર મેં વિશ્વાસ કર્યો તેમને હું ઓળખું છું, અને મને ભરોસો છે કે, તેમને સોંપેલી મારી અનામત તે દિવસ સુધી સાચવી રાખવાને તે શક્તિમાન છે.


આપણે પ્રેમ રાખીએ છીએ, કેમ કે પ્રથમ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો.


Lean sinn:

Sanasan


Sanasan