Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 5:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 કેમ કે જેમ એક માણસના આજ્ઞાભંગથી ઘણાં પાપી થયાં, તેમ જ એકના આજ્ઞાપાલનથી ઘણાં ન્યાયી ઠરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 એક માણસે આજ્ઞા તોડી અને બધાં પાપી થયાં, તેવી જ રીતે એક માણસના આજ્ઞાપાલનથી બધાં ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 કેમ કે જેમ એક મનુષ્યના આજ્ઞાભંગથી ઘણાં પાપી થયા, તેમ જ એકના આજ્ઞાપાલનથી ઘણાં નિર્દોષ ઠરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 એક માણસે દેવના આદેશનું ઉલ્લંઘન કર્યું અને તેના પરિણામે અનેક લોકો પાપમાં પડ્યા. પરંતુ એ જ રીતે એક માનવે દેવનો આદેશ પવિત્ર અને ધાર્મિક રીતે પાળી બતાવ્યો. અને તેના પરિણામે અનેક લોકો દેવ સાથે ન્યાયી બનશે.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 5:19
10 Iomraidhean Croise  

અપરાધ બંધ પાડવાને, પાપનો અંત લાવવાને, ને દુરાચરનું પ્રાયશ્ચિત કરવાને, ને સદાકાળનું ન્યાયીપણું દાખલ કરવાને, ને સંદર્શન તથા ભવિષ્યવાદ પર સિક્કો મારીને નક્કી કરવાને, તારા લોકોને શિર તથા તારા પવિત્ર નગરને શિર સિત્તેર અઠવાડિયાં નિર્માણ કરેલાં છે.


કેમ કે ઈશ્વર બધા ઉપર દયા કરે, એ માટે તેમણે બધાને અવિશ્વાસને આધીન ઠરાવ્યા છે.


તે માટે જેમ એક માણસથી જગતમાં પાપ પ્રવેશ્યું, ને પાપથી મરણ! અને બધાંએ પાપ કર્યું, તેથી સર્વ માણસોમાં મરણનો પ્રસાર થયો.


પણ જેવું પાપ છે તેવું કૃપાદાન છે એમ નથી, કેમ કે જો એકના પાપને લીધે ઘણા મરણ પામ્યા, તો વિશેષે કરીને એક માણસની એટલે ઈસુ ખ્રિસ્તની કૃપાથી ઘણાના ઉપર ઈશ્વરની કૃપા તથા દાન પુષ્કળ થયાં છે.


માટે જેમ એક અપરાધથી સર્વ માણસોને દંડાજ્ઞા થઈ, તેમ એક ન્યાયી કૃત્યથી સર્વ માણસોને જીવનરૂપ ન્યાયીકરણ [નું દાન] મળ્યું.


આપણે તેમનામાં ઈશ્વરના ન્યાયીપણારૂપ થઈએ, માટે જેમણે પાપ જાણ્યું નહોતું તેમને તેમણે આપણે માટે પાપરૂપ કર્યા.


કે, તેમની કૃપાના મહિમાની સ્તુતિ થાય. એ કૃપા તેમણે [પોતાના] વહાલા [પુત્ર] માં આપણને મફત આપી.


અને માણસના આકારમાં પ્રગટ થઈને, મરણને, હા વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યા.


Lean sinn:

Sanasan


Sanasan