Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 5:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 માટે જેમ એક અપરાધથી સર્વ માણસોને દંડાજ્ઞા થઈ, તેમ એક ન્યાયી કૃત્યથી સર્વ માણસોને જીવનરૂપ ન્યાયીકરણ [નું દાન] મળ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 એક પાપને પરિણામે બધા માણસો દોષિત ઠર્યા. તેવી જ રીતે એક ન્યાયયુક્ત કાર્ય બધા માણસોને નિર્દોષ જાહેર કરી જીવન આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 માટે જેમ એક અપરાધથી બધા મનુષ્યોને શિક્ષા ફરમાવાઈ, તેમ એક ન્યાયી કાર્યથી બધા માણસોને જીવનરૂપ ન્યાયીકરણનું દાન મળ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 આમ આદમનું એક જ પાપ સર્વ માણસો માટે મૃત્યુદંડ લાવ્યું. પરંતુ એ જ રીતે ખ્રિસ્તે એક જ ન્યાયી કૃત્યને કારણે બધા લોકોને દેવ સાથે ન્યાયી ઠેરવ્યા.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 5:18
17 Iomraidhean Croise  

તે પોતાના આત્માના કષ્ટનું ફળ જોઈને સંતોષ પામશે; મારો ન્યાયી સેવક પોતાના જ્ઞાનથી ઘણાઓને ન્યાયી ઠરાવશે; અને તેઓના અપરાધો તે પોતાને માથે લેશે.


તે સાક્ષીને માટે આવ્યો કે અજવાળા વિષે તે સાક્ષી આપે, એ માટે કે સર્વ તેનાથી વિશ્વાસ કરે.


જો મને પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે, તો હું સર્વને મારી તરફ ખેંચીશ.”


તેઓએ યોહાનની પાસે આવીને તેને કહ્યું, “રાબ્બી, જે તમારી સાથે યર્દનને પેલે પાર હતા. જેને વિષે તમે સાક્ષી પૂરી છે, તે તો બાપ્તિસ્મા કરે છે અને બધાં તેમની પાસે આવે છે.”


અને જે [બાબતો] વિષે મૂસાના નિયમશાસ્‍ત્રથી તમે ન્યાયી ઠરી શક્યા નહિ, તે સર્વ [બાબતો] વિષે હરેક વિશ્વાસ કરનાર તેમના દ્વારા ન્યાયી ઠરે છે.


ઈશ્વરે તેમને તેમના રક્ત પરના વિશ્વાસથી પ્રાયશ્ચિત થવા માટે ઠરાવ્યા, જેથી ઈશ્વરની સહનશીલતાથી અગાઉ થયેલાં પાપની દરગુજર થઈ તે વિષે [ઈશ્વર] પોતાનું ન્યાયપણું બતાવે.


તેમને આપણા અપરાધોને લીધે પરાધીન કરવામાં આવ્યા, અને આપણા ન્યાયીકરણને માટે તેમને પાછા ઉઠાડવામાં આવ્યા.


તે માટે જેમ એક માણસથી જગતમાં પાપ પ્રવેશ્યું, ને પાપથી મરણ! અને બધાંએ પાપ કર્યું, તેથી સર્વ માણસોમાં મરણનો પ્રસાર થયો.


પણ જેવું પાપ છે તેવું કૃપાદાન છે એમ નથી, કેમ કે જો એકના પાપને લીધે ઘણા મરણ પામ્યા, તો વિશેષે કરીને એક માણસની એટલે ઈસુ ખ્રિસ્તની કૃપાથી ઘણાના ઉપર ઈશ્વરની કૃપા તથા દાન પુષ્કળ થયાં છે.


કેમ કે જેમ એક માણસના આજ્ઞાભંગથી ઘણાં પાપી થયાં, તેમ જ એકના આજ્ઞાપાલનથી ઘણાં ન્યાયી ઠરશે.


કારણ કે પાપ તમારા પર રાજ કરશે નહિ; કેમ કે તમે નિયમને આધીન નથી, પણ કૃપાને આધીન છો.


કેમ કે જેમ આદમદ્વારા સર્વ મરે છે, તેમ જ વળી ખ્રિસ્તદ્વારા સર્વ સજીવન થશે.


પણ ઈસુ, જેમને ઈશ્વરની કૃપાથી સર્વ માણસોને માટે મરણ પામવાને અર્થે દૂતો કરતાં થોડી વાર સુધી ઊતરતા કરવામાં આવ્યા, અને પછી મરણ સહેવાને લીધે જેમના પર ગૌરવ તથા માનનો મુગટ મૂકવામાં આવ્યો, તેમને જોઈએ છીએ.


આપણા ઈશ્વર તથા તારનાર ઈસુ ખ્રિસ્તના ન્યાયીપણાથી અમારા સરખો મૂલ્યવાન વિશ્વાસ જેઓ પામ્યા છે, તેઓ પ્રતિ લખનાર ઈસુ ખ્રિસ્તનો સેવક તથા પ્રેરિત સિમોન પિતર:


જે પવિત્ર છે તેમનાથી તમે અભિષિક્ત થયા છો, અને તમે બધું જાણો છો.


Lean sinn:

Sanasan


Sanasan