Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 4:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 ઈશ્વર જે મૂએલાંઓને સજીવન કરનાર છે, અને જે નથી તે જાણે કે હોય એવું પ્રગટ કરનાર છે, અને જેમના પર ઇબ્રાહિમે વિશ્વાસ કર્યો, તેમની આગળ તે આપણા સર્વનો પૂર્વજ છે (જેમ લખેલું છે, “મેં તને ઘણી પ્રજાઓનો પૂર્વજ બનાવ્યો છે” તેમ.)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “મેં તને ઘણી પ્રજાઓનો પૂર્વજ બનાવ્યો છે.” એ રીતે અબ્રાહામ આપણો આત્મિક પિતા છે. જે મૂએલાંઓને સજીવન કરે છે અને જેમની આજ્ઞા દ્વારા બિનહયાત વસ્તુ અસ્તિત્વમાં આવે છે, તે જ ઈશ્વર ઉપર અબ્રાહામે વિશ્વાસ રાખ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 જે ઈશ્વર મૃત્યુ પામેલાઓને સજીવન કરનાર છે અને જે બાબતો નથી તે જાણે કે હોય એવું પ્રગટ કરે છે અને જેમનાં પર ઇબ્રાહિમે વિશ્વાસ કર્યો, તેમની આગળ તે આપણા બધાનો પૂર્વજ છે, જેમ લખ્યું છે કે, ‘મેં તને ઘણી દેશજાતિઓનો પૂર્વજ બનાવ્યો છે તેમ’.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 શાસ્ત્રોમાં લખેલું છે એ પ્રમાણે, “મેં તને અનેક પ્રજાઓનો પિતા બનાવ્યો છે.” દેવની સાક્ષીએ આ વાત સત્ય છે. ઈબ્રાહિમે દેવ પર વિશ્વાસ કર્યો તે દેવ કે જે મૂએલાઓને સજીવન કરે છે, અને જે વસ્તુઓ કે ઘટનાઓ હજી સુધી બની નથી તેને પ્રગટ કરનાર છે.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 4:17
32 Iomraidhean Croise  

અને હું તને તેને પેટે દીકરો આપીશ. હું ખચીત તેને આશીર્વાદ આપીશ, ને તે દેશજાતિઓની માતા થશે; અને તેનાથી દેશજાતિઓના રાજાઓ થશે.”


અને ઇશ્માએલ વિશે મેં તારું સાંભળ્‍યું છે. જો, મેં તેને આશીર્વાદ આપ્યો છે, ને હું તેને સફળ કરીશ, ને તેને અતિ ઘણો વધારીશ ને તે બાર સરદારોને જન્મ આપશે, ને હું તેનાથી એક મોટી કોમ ઉત્પન્‍ન કરીશ.


અને સર્વ સમર્થ ઈશ્વર તને આશીર્વાદ આપો, ને તને સફળ કરો, ને તને વધારો કે, તારાથી ઘણાં કુળ થાય.


હું ઉત્તરને કહીશ, ‘છોડી દે;’ અને દક્ષિણને [કહીશ કે,] ‘અટકાવ ન કર; મારા દીકરાઓને વેગળેથી, ને મારી દીકરીઓને પૃથ્વીને છેડેથી લાવ;


મેં પુરાતન કાળના લોકોને સ્થાપન કર્યા, ત્યારથી મારા જેવો સંદેશો પ્રગટ કરનાર કોણ છે? [જો કોઈ હોય] તો તે આગળ આવે, પ્રગટ કરે, અને તેનું પ્રતિપાદન કરે! વળી જે થવાનું તથા વીતવાનું છે, તે તેઓ જાહેર કરે!


વળી મારે હાથે પૃથ્વીનો પાયો નાખ્યો, ને મારે જમણે હાથે આકાશોને પ્રસાર્યાં; હું તેમને બોલાવું છું, એટલે તેઓ એકત્ર ઊભાં થાય છે.


જુઓ, તેઓ દૂરથી, જુઓ, ઉત્તરથી તથા પશ્ચિમથી, અને તેઓ સીનીમ દેશથી આવશે.


તમારા પિતા ઇબ્રાહિમને ને તમારી જનેતા સારાને નિહાળો! તે એકલો જ હતો ત્યારે મેં તેને બોલાવ્યો, અને તેને આશીર્વાદ આપીને તેની વૃદ્ધિ કરી.


તમે આનંદસહિત નીકળી જશો, ને શાંતિથી તમને બહાર લઈ જવામાં આવશે; તમારી આગળ પર્વતો તથા ટેકરીઓ હર્ષનાદ કરવા માંડશે. અને ખેતરોનાં સર્વ ઝાડ તાળી પાડશે.


અને તમારા મનમાં એમ ન વિચારો કે, ‘ઇબ્રાહિમ અમારો પિતા છે’, કેમ કે હું તમને કહું છું કે, આ પથ્થરોમાંથી ઈશ્વર ઇબ્રાહિમને માટે સંતાન ઉત્પન્‍ન કરી શકે છે.


કેમ કે જેમ પિતા મરી ગયેલાંઓને ઉઠાડીને તેમને સજીવન કરે છે, તેમ જ દીકરો પણ‍ ચાહે તેઓને સજીવન કરે છે.


હું તમને ખચીત ખચીત કહું છું કે, એવો સમય આવે છે, અને હમણાં આવી ચૂક્યો છે કે, જયારે મરી ગયેલાંઓ ઈશ્વરના દીકરાની વાણી સાંભળશે; અને સાંભળનારાં જીવતાં થશે.


જે જિવાડે છે તે આત્મા છે. માંસથી કંઈ લાભ થતો નથી. જે વાતો મેં તમને કહી છે, તે આત્મા તથા જીવન છે.


પ્રભુ જે દુનિયાના આરંભથી એ વાતો પ્રગટ કરે છે તે એમ કહે છે.’


અથવા શું ઈશ્વર કેવળ યહૂદીઓના જ છે? શું વિદેશીઓના પણ નથી? હા, વિદેશીઓના પણ છે.


તેણે આશાનું સ્થાન ન છતાં આશાથી વિશ્વાસ રાખ્યો કે, આપેલા વચન પ્રમાણે ‘તારો વંશ એવો થશે, ’ તે પ્રમાણે તે ઘણી પ્રજાઓનો પૂર્વજ થાય.


કેમ કે જો ઇબ્રાહિમ કરણીઓથી ન્યાયી ઠર્યો હોત, તો તેને વડાઈ કરવાનું કારણ છે; પણ ઈશ્વરની આગળ નહિ.


જેમણે ઈસુને મૂએલાંમાંથી ઉઠાડયા, તેમનો આત્મા જો તમારામાં વસતો હોય, તો જેમણે ખ્રિસ્ત ઈસુને મૂએલાંમાંથી ઉઠાડયા, તે તમારામાં વસનાર પોતાના આત્માની મારફતે તમારાં મર્ત્ય શરીરોને પણ સજીવન કરશે.


અને [છોકરાઓના] જન્મ્યા પહેલાં જ્યારે તેઓએ હજુ કંઈ પણ સારું કે ભૂંડું કર્યું ન હતું, ત્યારે ઈશ્વરનો સંકલ્પ જે તેમની પસંદગી પ્રમાણે છે તે, કરણીઓ પર નહિ, પણ તેડું કરનારની ઇચ્છા પર આધાર રાખે,


અને જે સ્થળે તેઓને એવું કહેવામાં આવ્યું હતું, ‘તમે મારી પ્રજા નથી.’ તે સ્થળે તેઓ જીવતા ઈશ્વરના દીકરા કહેવાશે.


અને જેઓ [મોટા મનાય] છે તેઓને નહિ જેવા કરવા માટે, ઈશ્વરે જગતના અકુલીનોને, ધિક્કાર પામેલાઓને તથા જેઓ કંઈ [વિસાતમાં] નથી તેઓને પસંદ કર્યા છે.


એમ પણ લખેલું છે, “પહેલો માણસ આદમ સજીવ પ્રાણી થયો, છેલ્લો આદમ જીવન આપનાર આત્મા થયો.”


જે ઈશ્વર સર્વને સજીવન કરે છે તેમની આગળ તથા ઈસુ ખ્રિસ્ત, જેમણે પોંતિયસ પિલાતની આગળ સારી કબૂલાત કરી, તેમની સમક્ષ હું તને આગ્રહપૂર્વક ફરમાવું છું કે,


એ માટે એકથી, અને તે પણ વળી મૂએલા જેવો તેનાથી, આકાશમાંના તારા જેટલા અસંખ્ય તથા સમુદ્રના કાંઠા પરની રેતી જેટલા અગણિત લોક ઉત્પન્‍ન થયા.


વિશ્વાસથી આપણે સમજીએ છીએ કે, ઈશ્વરના શબ્દથી સૃષ્ટિનું સર્જન કર્યું, એટલે જે જે દશ્ય છે તે તે દશ્યમાન વસ્તુઓથી ઉત્પન્‍ન થયા નથી.


નૂહે જે વાત હજી સુધી તેના જોવામાં આવી નહોતી, તે વિષે ચેતવણી પામીને, અને [ઈશ્વરનો] ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને માટે વહાણ તૈયાર કર્યું. તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું, અને વિશ્વાસથી જે ન્યાયીપણું મળે છે તેનો તે વારસ થયો.


તમે પહેલાં પ્રજા જ નહોતા, પણ હવે તમે ઈશ્વરની પ્રજા છો, તમે દયા પામેલા નહોતા, પણ હવે તમે દયા પામ્યા છો.


પણ, વહાલાઓ, આ એક વાત તમે ભૂલી ન જાઓ કે, પ્રભુની નજરમાં એક દિવસ હજાર વરસોના જેવો, અને હજાર વરસો એક દિવસના જેવાં છે.


Lean sinn:

Sanasan


Sanasan