Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 4:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 કેમ કે જો નિયમને [માનનારા] વારસ હોય, તો વિશ્વાસ નિરર્થક થાય છે, અને વચન પણ વ્યર્થ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 જો ઈશ્વરનું વચન નિયમ પાળનારાઓને આપવામાં આવતું હોય, તો માણસનો વિશ્વાસ નકામો છે અને ઈશ્વરનું વચન કંઈ જ નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 કેમ કે જો નિયમશાસ્ત્રને માનનારા વારસ હોય, તો વિશ્વાસ નિરર્થક થાય છે અને વચન પણ વ્યર્થ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 દેવના વચન પ્રમાણે ધર્મશાસ્ત્રને અનુસરવાથી જ જો લોકોને બધું વારસામાં મળી જતું હોય, તો પછી વિશ્વાસનું કોઈ મૂલ્ય નથી. અને એ રીતે ઈબ્રાહિમને મળેલું વચન પણ નિરર્થક છે.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 4:14
14 Iomraidhean Croise  

હવે યહોવાને કામ કરવાનો સમય આવ્યો છે; કેમ કે તેઓએ તમારો નિયમ તોડ્યો છે.


તે પ્રમાણે મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે [સફળ] થશે; મેં જે ચાહ્યું છે તે કર્યા વિના, ને જે હેતુથી મેં તેને મોકલ્યું હતું, તેમાં સફળ થયા વિના, તે ફોગટ મારી પાસે પાછું વળશે નહિ.


વળી આ સ્થળમાં હું યહૂદિયા તથા યરુશાલેમની મસલત નિષ્ફળ કરીશ; અને તેઓને તેઓના શત્રુઓની આગળ તરવારથી, તથા જેઓ તેઓનો જીવ શોધે છે તેઓના હાથથી તેમને પાડીશ; અને આકાશનાં પક્ષીઓ તથા ભૂમિનાં શ્વાપદો તેઓનાં મુડદાં ખાઈ જશે.


પણ તેનો પતિ સાંભળે તે દિવસે જો તેણે તે રદ કરી હોય, તો તેની માનતા વિષે કે તેના પ્રાણના બંધન વિષે જે કંઈ તેના હોઠોમાંથી નીકળ્યું હોય તે કાયમ રહે નહિ. તેના પતિએ તે રદ કર્યાં છે; અને યહોવા તેને ક્ષમા કરશે.


પણ તે સાંભળ્યા પછી જો તે તેઓને રદ કરે, તો તેનો અન્યાય તેને શિર.


ત્યારે શું અમે વિશ્વાસથી નિયમશાસ્‍ત્રને નિરર્થક ઠરાવીએ છીએ? ના, એવું ન થઓ! એથી ઊલટું, અમે તો નિયમશાસ્‍ત્રને સ્થાપિત કરીએ છીએ.


અને તે વચન કૃપાથી થાય અને બધા વંશજોને માટે અચૂક થાય, એટલે માત્ર જેઓ નિયમ પાળનાર છે તેઓને જ માટે અચૂક થાય, એટલે માત્ર જેઓ નિયમ પાળનાર‌ છે તેઓને જ માટે નહિ, પણ જેઓ ઇબ્રાહિમના વિશ્વાસના છે, તેઓને માટે પણ [અચૂક] થાય; એ માટે તે [વચન] વિશ્વાસથી [પ્રાપ્ત થાય] છે.


શું ખ્રિસ્તના વિભાગ થયા છે? શું પાઉલ તમારે માટે વધસ્તંભે જડાયો? અથવા શું તમે પાઉલને નામે બાપ્તિસ્મા પામ્યા હતા?


હું ઈશ્વરની કૃપા નિષ્ફળ કરતો નથી, કેમ કે જો નિયમથી ન્યાયીપણું હોય, તો ખ્રિસ્ત વિનાકારણ મર્યા.


તમે જેઓ નિયમ [શાસ્‍ત્રના પાલન] થી ન્યાયી ઠરવા ચાહો છો, તેઓ તમે ખ્રિસ્તથી અલગ થયા છો. તમે કૃપાથી વિમુખ થયા છો.


અને તેમની સાથે એકરૂપ થાઉં, અને નિયમ [શાસ્‍ત્રના પાલન] થી મારું જે ન્યાયીપણું છે તે નહિ, પણ ખ્રિસ્ત પરના વિશ્વાસદ્વારા ઈશ્વરથી જે ન્યાયીપણું વિશ્વાસથી મળે છે, તે મારું થાય.


(કેમ કે નિયમશાસ્‍ત્રથી કશું પરિપૂર્ણ થયું નથી), અને [તેને બદલે] જે વડે આપણે ઈશ્વરની પાસે જઈએ શકીએ, એવી વિશેષ સારી આશા ઉપસ્થિત થાય છે.


કેમ કે નિયમશાસ્‍ત્ર નિર્બળ માણસોને પ્રમુખયાજકો ઠરાવે છે. પણ નિયમશાસ્‍ત્ર પછીના સમનુમ વચન તો સદાકાળ સંપૂર્ણ કરેલા પુત્રને [પ્રમુખયાજક] ઠરાવે છે.


Lean sinn:

Sanasan


Sanasan