Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 4:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તે બેસુન્‍નતી હતો ત્યારે વિશ્વાસથી જે ન્યાયીપણું છે તે તેને મળ્યું હતું. તેના પર મહોરસિક્કો થવા માટે તેને સુન્‍નતનું ચિહ્ન મળ્યું, જેથી તે સર્વ બેસુન્‍નતી વિશ્વાસીઓનો પૂર્વજ થાય, એટલે તેઓને ખાતર પણ [તે વિશ્વાસનું] ન્યાયીપણું ગણવામાં આવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 તે સુન્‍નત વગરનો હતો ત્યારે વિશ્વાસ કરવાને લીધે તે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે માન્ય ગણાયો. તેથી એની મંજૂરીની મહોર તરીકે એને સુન્‍નતનું ચિહ્ન મળ્યું હતું. જેમની સુન્‍નત કરવામાં આવી નથી, પણ જેઓ ઈશ્વર ઉપર વિશ્વાસ કરીને તેમની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત બને છે, તે બધાનો અબ્રાહામ આત્મિક પિતા બન્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 અને તે બેસુન્નતી હતો ત્યારે વિશ્વાસથી જે ન્યાયીપણું તેને મળ્યું હતું, તેની ઓળખ થવા માટે તે સુન્નતની નિશાની પામ્યો, જેથી સર્વ બેસુન્નતી વિશ્વાસીઓનો તે પૂર્વજ થાય કે તેઓને લેખે તે પણ વિશ્વાસનું ન્યાયીપણું ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 ઈબ્રાહિમ જ્યારે સુન્નત વગરનો હતો ત્યારે તે વિશ્વાસના માર્ગે દેવ સાથે ન્યાયી થયો હતો. તે સાબિત કરવા માટે પાછળથી તેણે સુન્નત કરાવી. આ રીતે ઈબ્રાહિમ જે બધા લોકોએ સુન્નત નથી કરાવી તેના પૂર્વજ છે તેથી દેવે આ લોકોને દેવ સાથે ન્યાયી હોવાની માન્યતા આપી છે.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 4:11
46 Iomraidhean Croise  

અને ઇબ્રાહિમની સુન્‍નત થઈ, ત્યારે તે નવ્વાણું વર્ષનો હતો.


લોકોના સરદારો એકત્ર થયા છે, ઇબ્રાહિમના ઈશ્વરના લોકોની સંગાથે [તેઓ એકત્ર થયા છે] ; કેમ કે પૃથ્વીની સર્વ ઢાલો ઈશ્વરની છે; તે ઘણા મોટા મનાએલા છે.


અને તમે જે ઘરમાં રહો છો તે ઉપરનું રક્ત તમારા લાભમાં ચિહ્નરૂપ થશે. અને જ્યારે હું મિસર દેશ પર મરો લાવીશ, ત્યારે હું તે રક્ત જોઈને તમને ટાળી મૂકીશ, ને તમારો વિનાશ કરવાને તમારા પર મરકી આવશે નહિ.


“વળી તું ઇઝરાયલી લોકોને કહે કે, તમે જરૂર મારા વિશ્રામવારો પાળો; કેમ કે તમારી પેઢી દરપેઢી મારી ને તમારી વચ્ચે તે‍ ચિહ્નરૂપ છે; એ માટે કે તમે જાણો કે તમને પવિત્ર કરનાર તે હું યહોવા છું.


તે હમેશને માટે મારી તથા ઇઝરાયલી લોકોની વચ્ચે ચિહ્નરૂપ છે; કેમ કે યહોવાએ છ દિવસમાં આકાશ તથા પૃથ્વી બનાવ્યાં, ને સાતમે દિવસે તેમણે કામ બંધ રાખીને વિસામો લીધો.”


તે ઉપરાંત મારી ને તેઓની વચમાં ચિહ્‍ન તરીકે મેં મારા સબ્બાથો પણ તેઓને આપ્યા, એ માટે કે તેઓ જાણે કે તેમને પવિત્ર કરનાર તે હું યહોવા છું.


મારા સાબ્બાથોને પવિત્ર માનો. અને તેઓ મારી ને તમારી વચમાં ચિહ્‍નરૂપ થશે, જેથી તમે જાણશો કે હું યહોવા તમારો ઈશ્વર છું.


ત્યારે સિમોન પિતરે ઉત્તર આપ્યો, “તમે મસીહ, જીવતા ઈશ્વરના દીકરા છો.”


અને હું તમને કહું છું કે પૂર્વથી તથા પશ્ચિમથી ઘણા લોકો આવશે, ને ઇબ્રાહિમની અને ઇસહાકની અને યાકૂબની સાથે આકાશના રાજ્યમાં બેસશે.


ઈસુએ તેને કહ્યું, “આજે આ ઘેર તારણ આવ્યું છે, કારણ કે તે પણ ઇબ્રાહિમનો દીકરો છે.


જેણે તેની સાક્ષી માની છે, તેણે ઈશ્વર ખરો છે, એ વાત પર મહોર મારી છે.


દીકરા પર જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; પણ દીકરાનું જે માનતો નથી, તે જીવન નહિ જોશે, પણ તેના પર ઈશ્વરનો કોપ રહે છે.”


ઈસુએ તેઓને કહ્યું, “જીવનની રોટલી હું છું; જે મારી પાસે આવે છે તેને ભૂખ નહિ જ લાગશે, અને જે મારા પર વિશ્વાસ કરે છે, તેને કદી તરસ નહિ જ લાગશે.


કેમ કે મારા પિતાની ઈચ્છા એ છે કે, જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે, તેને અનંતજીવન મળશે; અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ.”


હું તમને ખચીત ખચીત કહું છું કે, જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે.


તેઓએ તેમને ઉત્તર આપ્યો, “અમે ઇબ્રાહિમના વંશજો છીએ, અને હજી કદી કોઈના દાસત્વમાં આવ્યા નથી. તો તમે કેમ કહો છો કે, ‘તમને મુક્ત કરવામાં આવશે?’”


કેમ કે ધર્મશાસ્‍ત્ર કહે છે, “એના ઉપર જે કોઈ વિશ્વાસ કરશે તે શરમાશે નહિ.”


કેમ કે ખ્રિસ્ત તો દરેક વિશ્વાસ રાખનારને માટે ન્યાયીપણું પ્રાપ્ત કરવાને અર્થે નિયમની સંપૂર્ણતા છે.


પણ જે ન્યાયીપણું વિશ્વાસથી છે તે કહે છે, “તું તારા અંત:કરણમાં ન કહે કે, આકાશમાં કોણ ચઢશે? (એટલે ખ્રિસ્તને નીચે લાવવાને;)


એટલે ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા સર્વ વિશ્વાસ કરનારાઓ માટે છે તે ઈશ્વરનું ન્યાયીપણું, કેમ કે એમાં કંઈ પણ ભેદ નથી.


એટલે કે વર્તમાન સમયમાં તે પોતાનું ન્યાયી૫ણું બતાવે, જેથી પોતે ન્યાયી રહીને ઈસુ પર વિશ્વાસ રાખનારને ન્યાયી ઠરાવનાર થાય.


કારણ કે ઈશ્વર એક જ છે, અને તે સુન્‍નતીને વિશ્વાસથી, અને બેસુન્‍નતીને પણ વિશ્વાસ દ્વારા ન્યાયી ઠરાવશે.


ત્યારે તે શી રીતે ગણવામાં આવ્યો? તે સુન્‍નતી હતો ત્યારે? અથવા તે બેસુન્‍નતી હતો ત્યારે? તે સુન્‍નતી હતો ત્યારે નહિ, પણ તે બેસુન્‍નતી હતો ત્યારે જ.


તો આપણે શું અનુમાન કરીએ? એ જ કે વિદેશીઓ ન્યાયીપણાની પાછળ લાગુ રહેતા નહોતા, તોપણ તેઓને ન્યાયીપણું, એટલે જે ન્યાયપણું વિશ્વાસથી પ્રાપ્ત થાય છે તે, પ્રાપ્ત થયું.


લખેલું છે, “જુઓ, હું સિયોનમાં ઠેસ ખવડાવનાર પથ્થર, ને ઠોકરરૂપ ખડક મૂકું છું. જે કોઈ તેના ઉપર વિશ્વાસ કરશે તે શરમાશે નહિ.”


પણ ઈશ્વરની વાત જાણે કે વ્યર્થ ગઈ હોય એમ નથી. કેમ કે જેઓ ઇઝરાયલના [વંશજો] છે તેઓ સર્વ ઇઝરાયલી નથી.


તેમણે અમને મુદ્રાંકિત કર્યા છે, અને અમારાં હ્રદયોમાં [પવિત્ર] આત્માનું બાનું પણ આપ્યું છે.


પણ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી વિશ્વાસ કરનારાઓને વચન આપવામાં આવે, માટે પવિત્રશાસ્‍ત્રે બધાંને પાપને તાબે બંધ કર્યાં.


અને જો તમે ખ્રિસ્તનાં છો, તો તમો ઇબ્રાહિમનાં સંતાન, અને વચન પ્રમાણે વારસ પણ છો.


માટે તમારે એમ જાણવું કે જેઓ વિશ્વાસ કરનારા છે. તેઓ ઇબ્રાહિમના દીકરા છે.


કેમ કે અમે આત્માદ્વારા વિશ્વાસથી ન્‍યાયીપણું [પામવાની] આશાની રાહ જોઈએ છીએ.


જેટલા આ નિયમ પ્રમાણે ચાલનારા છે, તેટલા પર તથા ઈશ્વરના ઇઝરાયલ પર શાંતિ તથા કૃપા હો.


તમે પણ સત્યનું વચન એટલે તમારા તારણની સુવાર્તા સાંભળીને, અને તેમના પર વિશ્વાસ રાખીને, તેમનામાં વચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા.


વળી ઉદ્ધારના દિવસને માટે તમને મુદ્રાંકિત કરનાર ઈશ્વરના પવિત્ર આત્માને તમે ખિન્‍ન ન કરો,


અને તારા હ્રદયથી તથા તારા ખરા જીવથી પ્રેમ કરે, ને એમ તું જીવતો રહે.


અને તેમની સાથે એકરૂપ થાઉં, અને નિયમ [શાસ્‍ત્રના પાલન] થી મારું જે ન્યાયીપણું છે તે નહિ, પણ ખ્રિસ્ત પરના વિશ્વાસદ્વારા ઈશ્વરથી જે ન્યાયીપણું વિશ્વાસથી મળે છે, તે મારું થાય.


નૂહે જે વાત હજી સુધી તેના જોવામાં આવી નહોતી, તે વિષે ચેતવણી પામીને, અને [ઈશ્વરનો] ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને માટે વહાણ તૈયાર કર્યું. તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું, અને વિશ્વાસથી જે ન્યાયીપણું મળે છે તેનો તે વારસ થયો.


આપણા ઈશ્વર તથા તારનાર ઈસુ ખ્રિસ્તના ન્યાયીપણાથી અમારા સરખો મૂલ્યવાન વિશ્વાસ જેઓ પામ્યા છે, તેઓ પ્રતિ લખનાર ઈસુ ખ્રિસ્તનો સેવક તથા પ્રેરિત સિમોન પિતર:


અને તેઓને એવું ફરમાવવામાં આવ્યું હતું કે, પૃથ્વીના ઘાસને, કોઈ લીલોતરીને તથા કોઈ પણ ઝાડને ઉપદ્રવ ન કરો, પણ જે માણસોના કપાળ પર ઈશ્વરની મુદ્રા નથી તેઓને ઉપદ્રવ કરો.


Lean sinn:

Sanasan


Sanasan