Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 3:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તેઓ બધા ભટકી ગયા છે. તેઓ સર્વ નકામા થયા છે. સારું કામ કરનાર કોઈ નથી, ના, એક પણ નથી:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 બધા ઈશ્વર તરફ પીઠ ફેરવીને માર્ગ ભૂલ્યા છે. સારું ક્મ કરનાર કોઈ નથી. ના, એકપણ નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તેઓ સર્વ ભટકી ગયા છે, તેઓ બધા નકામા થયા છે; સારું કામ કરનાર કોઈ નથી, ના, એક પણ નથી

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 સૌ લોકો દેવથી દૂર ભટકી ગયા છે, અને એ બધાએ પોતાની યોગ્યતા ગુમાવી છે. કોઈ પણ વ્યક્તિ સત્કર્મ આચરતી જણાતી નથી. એક પણ નહિ!”

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 3:12
22 Iomraidhean Croise  

અને ઈશ્વરે જે સર્વ ઉત્પન્‍ન કર્યું તે તેમણે જોયું; અને, જુઓ, તે ઉત્તમોત્તમ. અને સાંજ થઈ તથા સવાર થઈ, છઠ્ઠો દિવસ.


તેઓ સર્વ માર્ગભ્રષ્ટ થયા છે; તેઓ પૂરેપૂરા મલિન થઈ ગયા છે. સત્કાર્ય કરનાર કોઈ નથી, ના, એક પણ નથી.


મૂર્ખે પોતાના મનમાં માન્યું છે, “ઈશ્વર છે જ નહિ.” તેઓએ ભ્રષ્ટ થઈને ધિક્કારવા લાયક ભૂંડાઈ કરી છે. ભલું કરનાર કોઈ નથી.


તેઓમાંનો દરેક માર્ગભ્રષ્ટ થયો છે; તેઓ સર્વ અશુદ્ધ થયા છે; ભલું કરનાર કોઈ રહ્યો નથી, એક પણ નથી.


જે માર્ગ મેં તેઓને ફરમાવ્યો હતો તેમાંથી તેઓ વહેલા ભટકી ગયા છે. તેઓએ પોતાને માટે ઢાળેલું વાછરડું બનાવ્યું છે, ને તેની પૂજા કરી છે, ને તેને અર્પણ ચઢાવ્યું છે, ને કહ્યું છે, ‘હે ઇઝરાયલ, તને મિસર દેશમાંથી કાઢી લાવનાર દેવ તે આ છે.’”


જે સારું જ કરે છે અને પાપ કરતો જ નથી એવો નેક માણસ નિશ્ચે પૃથ્વી પર એકે નથી.


મને ફકત એટલી જ શોધ લાગી છે કે, ઈશ્વરે મનુષ્યને સરળ અને નેક બનાવ્યું છે ખરું, પણ તેઓએ ઘણી યુક્તિઓ શોધી કાઢી છે.


આપણે સર્વ ઘેટાંની જેમ ભટકી ગયા છીએ, દરેક પોતપોતાને માર્ગે વળી ગયો છે, અને યહોવાએ તેના પર આપણા સર્વના પાપ [નો ભાર] મૂક્યો છે.


તેઓ શાંતિનો માર્ગ જાણતા નથી, અને તેમનાં પગલાંમાં કંઈ ઇનસાફ નથી; તેઓએ પોતાનો માર્ગ વાંકોચૂકો કર્યો છે, જે કોઈ તે માર્ગે ચાલે છે, તેને શાંતિ મળતી નથી.


અમે સર્વ અશુદ્ધ જેવા થયા છીએ, અમારાં સર્વ સારાં કાર્યો મેલા લૂગડાના જેવાં છે, અમે સર્વ પાંદડાની જેમ સુકાઈ જઈએ છીએ, અને અમારા અપરાધો વાયુની જેમ અમને ઉડાવી દે છે.


“કેમ કે મારા લોકોએ બે ભૂંડાં કામ કર્યાં છે; તેઓએ મને એટલે જીવતા પાણીના ઝરાને તજી દીધો છે, અને ટાંકાં કે જેમાં પાણી રહે નહિ, એવાં ભાંગેલા ટાંકાં તેઓએ પોતાના માટે ખોદ્યાં છે.


અને તે નકામા ચાકરને બહારના અંધકારમાં કાઢી મૂકો. ત્યાં રડવું ને દાંત પીસવું થશે.’


સમજનાર કોઈ નથી, ઈશ્વરને શોધનાર કોઈ નથી.


તેઓનું ગળું ઉઘાડી કબર જેવું છે; પોતાની જીભથી તેઓએ કપટ કર્યું છે. તેઓના હોઠોમાં સર્પનું ઝેર છે!


તેઓમાં આપણ સર્વ આપણા દેહની વાસનાઓ પ્રમાણે પહેલાં ચાલતાં હતા, અને દેહની તથા મનની વૃતિઓ પ્રમાણે કાર્ય કરતા હતાં, તથા પ્રથમની‍‍ સ્થિતિમાં બીજાઓના જેવાં કોપનાં છોકરાં હતાં.


અગાઉ તે તને ઉપયોગી નહોતો, પણ હમણાં તે તને તથા મને પણ ઉપયોગી છે.


કેમ કે તમે ભૂલાં પડેલાં ઘેટાંના જેવા હતા; પણ હવે તમારા જીવોના પાળક તથા અધ્યક્ષની પાસે પાછા આવ્યા છો.


Lean sinn:

Sanasan


Sanasan