Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 2:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 કેમ કે જે દેખીતો યહૂદી તે યહૂદી નથી, અને જે દેખીતી એટલે દેહની સુન્‍નત તે સુન્‍નત નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

28 તો પછી સાચો યહૂદી કોણ? શારીરિક સુન્‍નત કરાવેલો? ના, બાહ્ય રીતે યહૂદી તે સાચો યહૂદી નથી અને શારીરિક સુન્‍નત તે સાચી સુન્‍નત નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 કેમ કે જે દેખીતો યહૂદી તે યહૂદી નથી અને જે દેખીતી એટલે શરીરની સુન્નત તે સુન્નત નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 સાચા યહૂદિ હોવું એ માત્ર સાદી સરળ બાહ્ય નિશાનીઓની બાબત નથી. અને સાચી સુન્નત તો શારીરિક નિશાની કરતાં વધારે છે.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 2:28
17 Iomraidhean Croise  

ઇઝરાયલ કે, જેઓનાં હ્રદય શુદ્ધ છે, તેમના પર, ઈશ્વર ખરેખર પરોપકારી છે.


હે યહૂદિયાના માણસો તથા યરુશાલેમના રહેવાસીઓ, યહોવાને માટે તમે પોતાની સુન્નત કરો, ને પોતાના હ્રદયથી સુન્નત કરો નહિ તો તમારી કરણીઓની ભૂંડાઈને લીધે, મારો કોપ અગ્નિની જેમ પ્રગટે, ને એવો બળે કે કોઈ તેને હોલવી શકે નહિ.


યહોવા કહે છે, “એવો સમય આવે છે કે જ્યારે હું સર્વ સુન્નતીઓને તેઓના બેસુન્નતપણાને લીધે શિક્ષા કરીશ.


મિસરને, યહૂદિયાને, અદોમને, આમ્મોનીઓને, મોઆબીઓને તથા જેઓની દાઢી બાજુએથી મુંડેલી છે, જેઓ રાનમાં વસે છે, તે સર્વને જોઈ લઈશ! કેમ કે સર્વ વિદેશીઓ બેસુન્નત છે, ને ઇઝરાયલના વંશના સર્વ લોકો હ્રદયમાં બેસુન્નત છે.”


અને તમારા મનમાં એમ ન વિચારો કે, ‘ઇબ્રાહિમ અમારો પિતા છે’, કેમ કે હું તમને કહું છું કે, આ પથ્થરોમાંથી ઈશ્વર ઇબ્રાહિમને માટે સંતાન ઉત્પન્‍ન કરી શકે છે.


ઈસુ નથાનિયેલને પોતાની પાસે આવતો જોઈને તેને વિષે કહે છે, “જુઓ આ ખરેખરો ઇઝરાયલી છે, એનામાં કંઈ પણ કપટ નથી!”


પણ જો તું યહૂદી કહેવાય છે, ને નિયમશાસ્‍ત્ર પર આધાર રાખે છે, ને ઈશ્વર વિષે અભિમાન ધરાવે છે,


કેમ કે સુન્‍નત કંઈ નથી, તેમ બેસુન્‍નત પણ કંઈ નથી. પણ નવી ઉત્પત્તિ [એ જ કામની] છે.


એ માટે યાદ રાખો કે, તમે પહેલાં દેહ સંબંધી વિદેશી હતાં, અને દેહ સંબંધી હાથે કરેલી સુન્‍નતવાળા તમને બેસુન્‍નતી કહેતા હતાં.


એ દ્દષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનું પાણી, જે શરીરનો મેલ દૂર કરવાથી નહિ, પણ ઈશ્વર પ્રત્યે શુદ્ધ હ્રદયની માંગણીથી ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે હમણાં તમને પણ તારે છે.


હું તારી વિપત્તિ તથા તારી દરિદ્રતા જાણું છું (તોપણ તું ધનવાન છે), અને જે કહે છે કે, અમે યહૂદી છીએ પણ તેઓ એવા નથી પણ શેતાનની સભા છે, તેઓનું દુર્ભાષણ હું જાણું છું.


Lean sinn:

Sanasan


Sanasan