Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 2:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અને જેઓ શરીરે બેસુન્‍નતીઓ છે તેઓ નિયમ પાળીને તને, એટલે શાસ્‍ત્ર તથા સુન્‍નત છતાં નિયમશાસ્‍ત્રનું ઉલ્લંઘન કરનારને, અપરાધી નહિ ઠરાવશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 તમને યહૂદીઓને બિનયહૂદીઓ દોષિત ઠરાવશે. કારણ, નિયમશાસ્ત્ર તથા સુન્‍નત હોવા છતાં તેં નિયમભંગ કર્યો છે; જ્યારે તેમની શારીરિક સુન્‍નત ન થઈ હોવાં છતાં તેઓ નિયમનું પાલન કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 શરીરથી જે બેસુન્નતીઓ છે તેઓ નિયમ પાળીને તને એટલે કે જેની પાસે પવિત્રશાસ્ત્ર અને સુન્નત હોવા છતાં નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરનારને, શું અપરાધી નહિ ઠરાવશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 યહૂદિ લોકો પાસે તો દેવનું લેખિત નિયમશાસ્ત્ર છે અને તમે તો સુન્નત કરાવી છે. છતાં પણ તમે નિયમનો ભંગ કરતા જ રહો છો. તેથી એવા લોકો કે જેમણે શારીરિક દૃષ્ટિએ સુન્નત કરાવી નથી. છતાં દેવ-આજ્ઞાનું પાલન કરે છે, તેઓનું જીવન એ બતાવે છે તમે લોકો અપરાધી છો.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 2:27
20 Iomraidhean Croise  

પણ ઈસુએ તેને ઉત્તર આપ્યો, “હમણાં એમ થવા દે; કેમ કે સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણ માટે ઘટિત છે.” ત્યારે તેણે તેમને બાપ્તિસ્મા પામવા દીધું.


પછી તેને દૂર કરીને તેમણે દાઉદને તેઓનો રાજા થવા માટે ઊભો કર્યો. અને તેમણે તેના સંબંધી સાક્ષી આપી, ‘મારો મનગમતો એક માણસ, એટલે યિશાઈનો દીકરો દાઉદ, મને મળ્યો છે; તે મારી બધી ઇચ્છા પૂરી કરશે.”


પ્રેમ પોતાના પડોશીનું કંઈ ભૂંડું કરતો નથી, તેથી પ્રેમ એ નિયમનું સંપૂર્ણ પાલન છે.


તેઓના અંત:કરણમાં નિયમ લખેલો છે તે તેઓનાં કામ બતાવી આપે છે. તેઓની પ્રેરકબુદ્ધિ તે વિષે સાક્ષી આપે છે. અને તેઓના વિચાર એકબીજાને દોષિત અથવા નિર્દોષ ઠરાવે છે.


તથા બુદ્ધિહીનોનો શિક્ષક, તથા બાળકોનો ગુરુ છું, અને જ્ઞાનનું તથા સત્યનું સ્વરૂપ નિયમશાસ્‍ત્રમાં મને પ્રાપ્ત થયું છે!


જો તું નિયમ પાળનાર હોય, તો સુન્‍નત તને લાભકારક છે ખરી; પણ જો તું ઉલ્લંઘન કરનાર હોય, તો તારી સુન્‍નત બેસુન્‍નત થઈ જાય છે.


માટે જો બેસુન્‍નતી માણસ નિયમ [શાસ્‍ત્ર] ના વિધિઓ પાળે, તો શું તેની બેસુન્‍નત તે સુન્‍નત તરીકે ગણાય નહિ?


પણ જે આંતરિક યહૂદી તે જ યહૂદી; અને જે સુન્‍નત, એટલે [કેવળ] લેખના અક્ષરો પ્રમાણેની નહિ, પણ આત્મિક છે તે જ સુન્‍નત છે. અને માણસ તરફથી નહિ પણ ઈશ્વર તરફથી તેની પ્રશંસા છે.


કારણ કે ઈશ્વર એક જ છે, અને તે સુન્‍નતીને વિશ્વાસથી, અને બેસુન્‍નતીને પણ વિશ્વાસ દ્વારા ન્યાયી ઠરાવશે.


જેથી આપણામાં, એટલે દેહ પ્રમાણે નહિ પણ આત્મા પ્રમાણે ચાલનારામાં, નિયમની માગણી પૂર્ણ થાય.


સુન્‍નત તો કંઈ નથી, અને બેસુન્‍નત પણ કંઈ નથી. પણ ઈશ્વરની આજ્ઞાનું પાલન તે જ [બધું છે].


વળી તેમણે અમને નવા કરારના સેવકો થવા યોગ્ય કર્યા છે. અક્ષરના [સેવકો] તો નહિ, પણ આત્માના : કેમ કે અક્ષર મૃત્યુકારક છે, પણ આત્મા જીવનદાયક છે.


કેમ કે “તું જેમ પોતા પર પ્રેમ રાખે છે તેમ તારા પડોશી પર પ્રેમ રાખ.” આ એક જ વચનમાં આખા નિયમ [શાસ્‍ત્ર] નો સમાવેશ થાય છે.


એ માટે યાદ રાખો કે, તમે પહેલાં દેહ સંબંધી વિદેશી હતાં, અને દેહ સંબંધી હાથે કરેલી સુન્‍નતવાળા તમને બેસુન્‍નતી કહેતા હતાં.


અને વળી તું બાળપણથી પવિત્ર શાસ્‍ત્ર જાણે છે, તે [પવિત્ર શાસ્‍ત્ર] ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તારણને માટે તને‍ જ્ઞાન આપી શકે છે, તે પણ તું જાણે છે.


વિશ્વાસથી આપણે સમજીએ છીએ કે, ઈશ્વરના શબ્દથી સૃષ્ટિનું સર્જન કર્યું, એટલે જે જે દશ્ય છે તે તે દશ્યમાન વસ્તુઓથી ઉત્પન્‍ન થયા નથી.


Lean sinn:

Sanasan


Sanasan