Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 2:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને પોતાના વિષે નિશ્ચયપૂર્વક માને છે કે, હું આંધળાઓને દોરનાર તથા જેઓ અંધકારમાં છે તેઓને પ્રકાશ આપનાર,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 તેં ખાતરીપૂર્વક માની લીધું છે કે તું આંધળાને માર્ગ બતાવનાર છે; જેઓ અંધકારમાં છે, તેમને પ્રકાશરૂપ છે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 જો પોતાના વિષે એવી ખાતરી રાખે છે કે તું દ્રષ્ટિહીનોને દોરનાર, જે અંધકારમાં છે તેઓને પ્રકાશ આપનાર,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 તમે માનો છો કે જે લોકો સાચો માર્ગ જાણતા નથી, તેઓના માર્ગદર્શક તમે છો. જે લોકો અંધકારમાં છે તેમના માટે પ્રકાશરૂપ તમે છો.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 2:19
23 Iomraidhean Croise  

પોતે પોતાને જ્ઞાની માનનાર માણસને તું જુએ છે શું? તેના કરતાં તો મૂર્ખને માટે વધારે આશા છે.


તે તો કહે છે, “તું યાકૂબનાં કુળોને ઊભાં કરવા માટે, તથા ઇઝરાયલમાંના [નાશમાંથી] બચેલાઓને પાછા લાવવા માટે મારો સેવક થાય, એ થોડું કહેવાય; માટે પૃથ્વીના છેડા સુધી મારું તારણ પહોંચવા માટે વિદેશીઓને અર્થે હું તને પ્રકાશરૂપ ઠરાવીશ.”


જેઓ પોતાની દષ્ટિમાં બુદ્ધિમાન, ને પોતાની નજરમાં ડાહ્યા છે, તેઓને અફસોસ!


તેના ચોકીદારો આંધળા છે, તેઓ સર્વ અજ્ઞાન છે; તેઓ સર્વ મૂંગા કૂતરા છે કે, જેઓ ભસી શકતા નથી; તેઓ સ્વપ્નવશ, સૂઈ રહેનારા, અને ઊંઘણશી છે.


તેઓને રહેવા દો, તેઓ આંધળા દોરનારા છે; અને જો આંધળો આંધળાને દોરે તો બન્‍ને ખાડામાં પડશે.”


જે લોકો અંધારામાં બેઠેલા હતાં, તેઓએ મોટું અજવાળું જોયું, ને મરણસ્થાનમાં તથા મરણછાયામાં જેઓ બેઠેલા હતા, તેમના પર અજવાળું પ્રકાશ્યું.”


તમે જગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી.


પણ જો તારી આંખ ભૂંડી હોય, તો તારું આખું શરીર અંધકારે ભરેલું થશે, માટે તારામાં જે અજવાળું છે, તે જો અંધકારરૂપ હોય, તો તે અંધકાર કેટલો મોટો!


હું તમને ખચીત કહું છું કે જે કોઈ બાળકની માફક ઈશ્વરનું રાજ્ય સ્વીકારશે નહિ, તે એમાં પ્રવેશ કરશે જ નહિ.”


જેથી અંધારામાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા છે તેઓને તે પ્રકાશ પમાડે. તથા આપણા પગને શાંતિના માર્ગમાં દોરી જાય.”


તેઓએ તેને ઉત્તર આપ્યો, “તું તો તદ્દન પાપોમાં જનમ્યો છે, અને શું તું અમને બોધ કરે છે?” પછી તેઓએ તેને કાઢી મૂક્યો.


કે, તું તેઓની આંખો ઉઘાડે, અને તેઓને અંધારામાંથી અજવાળામાં, અને શેતાનની સત્તા નીચેથી ઈશ્વરની તરફ ફેરવે, જેથી તેઓ પાપની માફી તથા જેઓ મારા પરના વિશ્વાસથી પવિત્ર થયા છે, તેઓમાં વારસો પામે.


તેમની ઇચ્છા જાણે છે, અને નિયમશાસ્‍ત્ર શીખેલો હોઈને સારુંખોટું પારખી જાણે છે,


તથા બુદ્ધિહીનોનો શિક્ષક, તથા બાળકોનો ગુરુ છું, અને જ્ઞાનનું તથા સત્યનું સ્વરૂપ નિયમશાસ્‍ત્રમાં મને પ્રાપ્ત થયું છે!


કોઈ પોતાને ન ભુલાવે, જો આ સમયમાં તમારામાંનો કોઈ પોતાને જ્ઞાની ધારતો હોય, તો જ્ઞાની થવા માટે તેણે મૂર્ખ થવું.


અમે તો ખ્રિસ્તને લીધે મૂર્ખ, પણ તમે ખ્રિસ્તમાં બુદ્ધિમાન; અમે અબળ, પણ તમે બળવાન; તમે માન પામનારા, પણ અમે અપમાન પામનારા [છીએ].


કે, જેથી કુટિલ તથા આડી પ્રજામાં તમે નિર્દોષ તથા સાલસ, ઈશ્વરનાં નિષ્કલંક છોકરાં, જીવનનું વચન પ્રગટ કરીને આકાશમાં જયોતિઓ પ્રકાશે છે એમ તમે તેઓમાં પ્રકાશો.


Lean sinn:

Sanasan


Sanasan