Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 16:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 વળી તેઓના ઘરમાં જે મંડળી છે તેને સલામ કહેજો. મારો વહાલો અપાઈનેતસ જે ખ્રિસ્તને માટે આસિયાનું પ્રથમફળ છે, તેને સલામ કહેજો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તેમના ઘરમાં સંગત માટે એકઠી મળતી મંડળીને પણ મારી શુભેચ્છા. આસિયા પ્રદેશમાંથી ખ્રિસ્ત ઉપર સૌ પ્રથમ વિશ્વાસ કરનાર મારા પ્રિય મિત્ર અપૈનિતસને શુભેચ્છા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 વળી તેઓના ઘરમાં જે વિશ્વાસી સમુદાય છે તેને સલામ કહેજો. મારો વહાલો અપાઈનેતસ જે ખ્રિસ્તને સારુ આસિયાનું પ્રથમફળ છે, તેને સલામ કહેજો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 અને વળી એમના ઘરમાં જે મંડળી છે તેને પણ મારી સલામ કહેશો. મારા પ્રિય મિત્ર અપૈનિતસને મારા સ્નેહસ્મરણ પાઠવશો. આસિયા માઈનોરના પશ્ચિમ વિસ્તારમાં ખ્રિસ્તનો શિષ્ય થનાર તે પહેલો માણસ હતો.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 16:5
20 Iomraidhean Croise  

કેમ કે જ્યાં બે અથવા ત્રણ મારે નામે એકત્ર થયેલા હોય ત્યાં તેઓની વચમાં હું છું”


પવિત્ર આત્માએ તેઓને આસિયામાં સુવાર્તાનો બોધ કરવાની મના કરી હતી, તેથી તેઓ ફ્રૂગિયા તથા ગલાતિયાના પ્રદેશમાં ફર્યા.


પણ ગાલિયો અખાયાનો અધિકારી હતો, ત્યારે યહૂદીઓ સંપ કરીને પાઉલની સામે ઊભા થયા, અને તેઓએ તેને ન્યાયાસન આગળ લાવીને કહ્યું,


પછી તે અખાયા જવાને ઇચ્છતો હતો, ત્યારે ભાઈઓએ તેને ઉત્તેજન આપીને શિષ્યો પર લખી મોકલ્યું કે તેઓ તેનો આદરસત્કાર કરે, તે ત્યાં આવ્યો ત્યારે જેઓએ [પ્રભુની] કૃપાથી વિશ્વાસ કર્યો હતો, તેઓને તેણે ઘણી સહાય કરી.


પાર્થીઓ, માદીઓ, એલામીઓ, મેસોપોટેમિયાના, યહૂદિયાના, કપાદોકિયાના, પોન્તસના, આસિયાના,


વળી જો પ્રથમ ફળ પવિત્ર છે, તો [આખો] લોંદો પણ પવિત્ર છે. અને જો જડ પવિત્ર છે, તો ડાળીઓ પણ પવિત્ર છે.


કેમ કે યરુશાલેમના સંતોમાં જેઓ ગરીબ છે, તેઓને માટે કંઈ ઉઘરાણું કરવું, એ મકદોનિયાના તથા અખાયાના [ભાઈઓ] ને સારું લાગ્યું.


પ્રભુમાં મહેનત કરનારીઓ ત્રુફેનાને તથા ત્રુફોસાને સલામ કહેજો. વહાલી પેર્સિસ જેણે પ્રભુમાં ઘણી મહેનત કરી છે તેને સલામ કહેજો.


તેઓએ મારા જીવને માટે પોતાની ગરદનો ધરી છે. તેઓનો આભાર એકલો હું જ નહિ, પણ વિદેશીઓમાંની સર્વ મંડળીઓ પણ માને છે.


મરિયમ જેણે તમારે માટે ઘણી મહેનત કરી તેને સલામ કહેજો.


પ્રભુમાં મારા વહાલા આંપ્લિયાતસને સલામ કહેજો.


ભાઈઓ, તમે સ્તેફનાસના કુટુંબને જાણો છો કે, તેઓ અખાયાનું‍ પ્રથમફળ છે, અને તેઓ સંતોની સેવામાં લાગુ રહ્યા, માટે હું તમને વિનંતી કરું છું કે,


આસિયાની મંડળીઓ તમને સલામ કહે છે, આકુલા, પ્રિસ્કા તથા તેઓના ઘરમાં એકઠી થતી મંડળી પ્રભુમાં તમને ઘણી સલામ કહે છે.


કરિંથમાંની ઈશ્વરની મંડળી તથા તેઓની સાથે આખા અખાયામાંના સર્વ સંતો જોગ લખનાર ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત પાઉલ તથા ભાઈ તિમોથી:


કેમ કે તમારી ઝંખના હું જાણું છું. એ બાબત હું મકદોનિયાના લોકોની આગળ તમારે લીધે અભિમાન કર્યા કરું છું કે, અખાયા એક વરસથી તૈયાર છે; અને તમારી ઉત્કંઠાથી ઘણાને ઉત્તેજન મળ્યું છે.


લાઓદિકિયામાં ભાઈઓને, નુમ્ફાને તથ તેમના ઘરમાંની મંડળીને ક્ષેમકુશળ કહેજો.


ખ્રિસ્ત ઈસુનો બંદીવાન પાઉલ તથા ભાઈ તિમોથી:


તેમણે પોતાની ઇચ્છાથી સત્યના વચનદ્વારા આપણને જન્મ આપ્યો છે, જેથી આપણે તેમનાં ઉત્પન્‍ન કરેલાંઓમાં પ્રથમફળ જેવા થઈએ.


જેના પર હું સત્યમાં પ્રેમ રાખું છું, તે વહાલા ગાયસ પ્રતિ લખનાર વડીલ.


સ્‍ત્રીઓ [ના સંસર્ગ] થી જેઓ અપવિત્ર થયા નથી તેઓ એ છે, કેમ કે તેઓ કુંવારા છે. અને હલવાન જયાં જાય છે ત્યાં તેની પાછળ જે ચાલનારા છે તેઓ એ છે. તેઓને ઈશ્વરને માટે તથા હલવાનને માટે પ્રથમફળ થવાને માણસોમાંથી ખરીદવામાં આવ્યા હતા.


Lean sinn:

Sanasan


Sanasan