Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 16:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ખ્રિસ્ત ઈસુમાં મારી સાથે કામ કરનારાં પ્રિસ્કા તથા આકુલાને સલામ કહેજો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 ખ્રિસ્ત ઈસુની સેવામાં મારાં સહકાર્યકરો પ્રિસ્કા તથા આકુલાને મારી શુભેચ્છા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ખ્રિસ્ત ઈસુમાં મારી સાથે કામ કરનારાં પ્રિસ્કા તથા આકુલાને સલામ કહેજો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 પ્રિસ્કા અને અકુલાસને મારી સલામ કહેજો. ખ્રિસ્ત ઈસુની સેવામાં તેઓ મારી કાર્ય કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 16:3
17 Iomraidhean Croise  

તે હિંમતથી સભાસ્થાનમાં બોલવા લાગ્યો. પણ પ્રિસ્કીલાએ તથા આકુલાએ તેની વાત સાંભળી, ત્યારે તેઓએ તેને પોતાને ઘેર લઈ જઈને ઈશ્વરના માર્ગનો વધારે ચોકસાઈથી ખુલાસો આપ્યો.


ખ્રિસ્તમાં માનવંતા આપોલસને સલામ કહેજો. આરીસ્તોબુલસના ઘરનાંને સલામ કહેજો.


તેઓએ મારા જીવને માટે પોતાની ગરદનો ધરી છે. તેઓનો આભાર એકલો હું જ નહિ, પણ વિદેશીઓમાંની સર્વ મંડળીઓ પણ માને છે.


મારા સગા તથા મારી સાથેના બંદીવાન આન્દ્રોનિક્સ તથા જુનિયાસને સલામ કહેજો; તેઓ પ્રેરિતોમાં નામીચા છે, અને મારાથી અગાઉ ખ્રિસ્તમાં આવેલા છે.


ખ્રિસ્તમાં અમારી સાથે કામ કરનાર ઉર્બાનસને તથા મારા વહાલા સ્તાખુસને સલામ કહેજો.


એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે શિક્ષા નથી.


જેમણે ઈસુને મૂએલાંમાંથી ઉઠાડયા, તેમનો આત્મા જો તમારામાં વસતો હોય, તો જેમણે ખ્રિસ્ત ઈસુને મૂએલાંમાંથી ઉઠાડયા, તે તમારામાં વસનાર પોતાના આત્માની મારફતે તમારાં મર્ત્ય શરીરોને પણ સજીવન કરશે.


કેમ કે ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે.


તમે એવા માણસોને, તેમ જ જેટલા કામમાં સહાય કરીને યત્ન કરે છે તેઓને પણ આધીન થાઓ.


આસિયાની મંડળીઓ તમને સલામ કહે છે, આકુલા, પ્રિસ્કા તથા તેઓના ઘરમાં એકઠી થતી મંડળી પ્રભુમાં તમને ઘણી સલામ કહે છે.


ખ્રિસ્તમાં એક એવા માણસને હું ઓળખું છું (તે શરીરમાં હતો તે હું જાણતો નથી કે, શરીર બહાર હતો તે પણ હું જાણતો નથી; ઈશ્વર જાણે છે) કે, જેને ચૌદ વર્ષ ઉપર ત્રીજા આકાશમાં ઉપાડી લેવામાં આવ્યો.


માટે, જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ [છે] :જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે; જુઓ તે નવું થયું છે.


યહૂદિયામાંની ખ્રિસ્તી મંડળીઓને હજી મારી ઓળખાણ થઈ નહોતી.


તોપણ મારો ભાઈ એપાફ્રોદિતસ, મારી સાથે કામ કરનાર તથા સહયોદ્ધો, તેમ જ તમારો મોકલેલો તથા મારી જરૂરિયાત પૂરી પાડનાર, તેને તમારી પાસે મોકલવાને મને અગત્ય જણાઈ,


અને ઈસુ જે યુસ્તસ કહેવાય છે, જેઓ સુન્‍નતીઓમાંના છે, તેઓ તમને ક્ષેમકુશળ કહે છે. તેઓ એકલા જ ઈશ્વરના રાજ્યને માટે મારી સાથે કામ કરનારા છે. તેઓ મને દિલાસારૂપ થયા છે.


પ્રિસ્કા અને આકુલા તથા ઓનેસિફરસના કુટુંબનાં માણસોને ક્ષેમકુશળ કહેજે.


Lean sinn:

Sanasan


Sanasan