Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 16:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 મારો સાથી કામદાર તિમોથી, અને મારા સગા લુકિયસ, યાસોન તથા સોસીપાતર તમને સલામ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 મારો સહકાર્યકર તિમોથી તમને શુભેચ્છા પાઠવે છે. વળી, મારા યહૂદી ભાઈઓ લુકિયસ, યાસોન અને સોસિપાત્રસ પણ શુભેચ્છા પાઠવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 મારો સાથી કામદાર તિમોથી અને મારા સગાં લુકિયસ, યાસોન તથા સોસીપાતર તમને સલામ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 મારી સાથેના કાર્યકર તિમોથી તમને સલામ પાઠવે છે. વળી મારા સંબંધીઓ લૂક્યિસ, યાસોન, સોસિપાત્રસ પણ તમારી ખબર પૂછે છે.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 16:21
24 Iomraidhean Croise  

હવે અંત્યોખમાં જે મંડળી હતી, તેમાં કેટલાક પ્રબોધકો તથા ઉપદેશકો હતા, એટલે બાર્નાબાસ, શિમયોન જે નિગેર કહેવાતો હતો તે, કુરેનીનો લુકિયસ, હેરોદ રાજાનો દૂધભાઈ મનાએન તથા શાઉલ.


ત્યારે ભાઈઓએ તરત પાઉલને સમુદ્રકિનારે મોકલી દીધો. પણ સિલાસ તથા તિમોથી ત્યાં જ રહ્યા.


પણ યહૂદીઓએ અદેખાઈ રાખીને ચકલામાંના કેટલાક બદમાશોને સાથે લીધા, અને લોકોની મેદની જમાવીને આખા શહેરને ખળભળાવી મૂક્યું, અને યાસોનના ઘર પર હુમલો કરીને તેઓને લોકોની પાસે બહાર કાઢી લાવવાનો પ્રયત્ન કર્યો.


પણ જ્યારે સિલાસ તથા તિમોથી મકદોનિયાથી આવ્યા, ત્યારે પાઉલે ઉત્સાહથી [ઈસુની] વાત પ્રગટ કરતાં યહૂદીઓને સિદ્ધ કરી આપ્યું કે, ઈસુ તે જ ખ્રિસ્ત છે.


પછી તેણે પોતાના મદદનીશોમાંના બેને, એટલે તિમોથી તથા એરાસ્તસને મકદોનિયા મોકલ્યા, અને પોતે કેટલાક દિવસ આસિયામાં રહ્યો.


પૂર્હસનો [દીકરો] બેરિયાનો સોપાતર; થેસ્સાલોનિકીઓમાંના આરિસ્તાર્ખસ, સેકુંદસ, દર્બેનો ગાયસ, તિમોથી; આસિયાના તુખીકસ તથા ત્રોફિમસ; એઓ તેની સાથે આસિયા સુધી ગયા.


મારા સગા હેરોદિયોનને સલામ કહેજો. નાર્કીસસના ઘરમાંનાં જેઓ પ્રભુમાં છે તેઓને સલામ કહેજો.


મારા સગા તથા મારી સાથેના બંદીવાન આન્દ્રોનિક્સ તથા જુનિયાસને સલામ કહેજો; તેઓ પ્રેરિતોમાં નામીચા છે, અને મારાથી અગાઉ ખ્રિસ્તમાં આવેલા છે.


કેમ કે મારા ભાઈઓને બદલે, એટલે દેહ સંબંધી મારાં સગાંવહાલાં [ને બદલે] હું પોતે જ શાપિત થઈને ખ્રિસ્તથી બહિષ્કાર પામેલો થાઉં, એવી જાણે મને ઇચ્છા થાય છે.


કરિંથમાંની ઈશ્વરની મંડળી તથા તેઓની સાથે આખા અખાયામાંના સર્વ સંતો જોગ લખનાર ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત પાઉલ તથા ભાઈ તિમોથી:


કેમ કે ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્ત જે અમારા દ્વારા, મારા તથા સિલ્વાનસ તથા તિમોથી દ્વારા, તમારામાં પ્રગટ કરવામાં આવ્યા, તે હાની હા ને નાની ના નહોતા, પણ તેમનામાં તો હા જ છે.


ફિલિપીમાંના ઈસુ ખ્રિસ્તમાં સહુ સંતો, અધ્યક્ષો તથા સાહાયકારીઓ, એ સર્વ પ્રતિ લખનાર ખ્રિસ્ત ઈસુના દાસો પાઉલ તથા તિમોથી:


કલોસેમાંના ખ્રિસ્તમાં પવિત્ર તથા વિશ્વાસુ ભાઈઓ પ્રતિ લખનાર ઈશ્વરની ઇચ્છાથી થયેલો ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પાઉલ, અને ભાઈ તિમોથી:


ઈશ્વર પિતામાં તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં થેસ્સાલોનિકામાંની મંડળી પ્રતિ લખનાર પાઉલ, સિલ્વાનસ તથા તિમોથી:તમને કૃપા તથા શાંતિ થાઓ.


અને અમે અમારા ભાઈ તથા ખ્રિસ્તની સુવાર્તામાં ઈશ્વરના સેવક તિમોથીને તમને દઢ કરવાને તથા તમારા વિશ્વાસમાં તમને ઉત્તેજન આપવાને મોકલ્યો,


પણ હમણાં જ તિમોથી તમારે ત્યાંથી અમારી પાસે આવ્યો, અને તમારા વિશ્વાસ તથા પ્રેમના ખુશકારક સમાચાર અમને જણાવ્યા, ને [કહ્યું] કે જેમ અમે તમને [જોવાની અભિલાષા રાખીએ છીએ] તેમ તમે પણ અમને જોવાને ઘણા આતુર છો, ને સદા અમારું પ્રેમપૂર્વક સ્મરણ કરો છો.


ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં થેસ્સાલોનિકામાંની મંડળી પ્રતિ લખનાર પાઉલ, સિલ્વાનસ તથા તિમોથી:


ઈશ્વર આપણા પિતા તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી તને કૃપા, દયા તથા શાંતિ થાઓ.


પણ, હે ઈશ્વરભક્ત, તું તેઓથી નાસી જા. અને ન્યાયીપણું, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ તથા નમ્રતા, એઓનું અનુસરણ કર.


હે તિમોથી, જે [સત્ય] તને સોંપવામાં આવ્યું છે તે સંભાળી રાખ, અને અધર્મી લવારાથી તથા જેને ભૂલથી જ્ઞાન કહેવામાં આવે છે તેના વાદવિવાદથી દૂર રહે.


તને ઈશ્વર પિતા તરફથી તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી કૃપા, દયા તથા શાંતિ થાઓ.


આપણો ભાઈ તિમોથી છૂટો થયેલો છે એ તમે જાણજો. જો તે વહેલો આવશે, તો હું તેની સાથે આવીને તમને મળીશ.


Lean sinn:

Sanasan


Sanasan