Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 16:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 હવે, ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે, જે બોધ તમને મળે છે તેથી વિરુદ્ધ જેઓ તમારામાં ભાગલા પાડે છે ને ઠોકરરૂપ થાય છે, તેઓને ધ્યાનમાં રાખીને તમે તેઓનાથી દૂર રહો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 મારા ભાઈઓ, મારી તમને આગ્રહભરી વિનંતી છે કે તમે જે શિક્ષણ મેળવ્યું છે, તેની વિરુદ્ધ જેઓ ફાટફૂટ પાડે છે અને લોકોના વિશ્વાસમાં શંકા પેદા કરે છે, તેમનાથી દૂર રહો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 હવે, હે ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે, જે બોધ તમને મળ્યો છે તેથી વિરુદ્ધ જેઓ તમારામાં ફૂટ પાડે છે અને ઠોકરરૂપ થાય છે, તેઓને ધ્યાનમાં રાખીને તમે તેઓનાથી દૂર રહો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 ભાઈઓ તથા બહેનો, એક બીજા વચ્ચે જે લોકો ફાટફૂટ પડાવે છે એવા લોકોથી સંભાળીને રહેવા હું તમને કહું છું. અન્ય લોકોને વિશ્વાસ ડગાવી દેતા લોકોથી ચેતતા રહેજો. તમે જે સાચો ઉપદેશ શીખ્યા છો તેના તેઓ વિરોધી છે. એવા લોકોથી દૂર રહેજો.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 16:17
25 Iomraidhean Croise  

અને જો તે તેઓનું ન માને, તો મંડળીને કહે, ને જો મંડળીનું પણ તે ન માને તો તેને વિદેશી તથા દાણીના જેવો ગણ.


ઠોકરોને લીધે જગતને અફસોસ છે! ઠોકરો આવવાની અગત્ય તો છે, પણ જે માણસથી ઠોકર આવે છે તેને અફસોસ છે!


જે જૂઠા ઉપદેશકો ઘેટાંને વેશે તમારી પાસે આવે છે, પણ માંહે ફાડી ખાનારાં વરુ [ના જેવા] છે, તેઓ સંબંધી સાવધાન રહો.


તેમણે પોતાના શિષ્યોને કહ્યું, “ઠોકર ખાવાના પ્રસંગ ન આવે એમ બની શકતું નથી. પણ જેનાથી તે આવે છે તેને અફસોસ છે!


અમારા સાંભળવામાં આવ્યું છે કે અમારામાંથી કેટલાક જેઓને અમે કંઈ આજ્ઞા આપી નહોતી તેઓએ [તમારી પાસે] આવીને [તેમની પોતાની] વાતોથી તમારાં મન ભમાવીને તમને ગૂંચવણમાં નાખ્યા છે.


કારણ કે પ્રથમ તો એ છે કે, તમે સભામાં એકઠા થાઓ છો, ત્યારે તમારામાં ભાગલા હોય છે એવું મારા સાંભળવામાં આવે છે, અને એ થોડેઘણે અંશે ખરું છે એમ પણ હું માનું છું.


કેમ કે તમે હજી સાંસારિક છો, કેમ કે તમારામાં ઈર્ષા તથા કજિયા છે, માટે શું તમે સાંસારિક નથી, અને [સાંસારિક] માણસોની જેમ વર્તતા નથી?


ગુપ્ત રીતે [મંડળી] માં દાખલ થયેલા [દંભી] ભાઈઓ તેની સુન્‍નત કરાવવા માગતા હતા, તેઓ તો ખ્રિસ્ત ઈસુમાં આપણી જે સ્વતંત્રતા છે, તેની બાતમી કાઢવા માટે ગુપ્ત રીતે અંદર આવ્યા હતાં કે, જેથી તેઓ આપણને દાસત્વમાં લાવે.


ભાઈઓ, મારું અનુકરણ કરો, અને અમે જે નૂમનો તમારી આગળ મૂકીએ છીએ તે પ્રમાણે જેઓ ચાલનારા છે તેઓ પર લક્ષ રાખો.


સાવધાન રહો, રખેને ફિલસૂફીનો ખાલી આડંબર જે ખ્રિસ્ત પ્રમાણે નહિ, પણ માણસોના સંપ્રદાય પ્રમાણે ને જગતનાં તત્‍ત્વો પ્રમાણે છે, તેથી કોઈ તમને ફસાવે,


હવે, ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે તમને આજ્ઞા કરીએ છીએ કે, જે ભાઈ આડો ચાલે છે, અને અમે આપેલા શિક્ષણ પ્રમાણે ચાલતો નથી, તેનાથી તમે અલગ રહો.


હું મકદોનિયા જતો હતો ત્યારે મેં તને વિનંતી કરી હતી [તેમ ફરીથી કરું છું] કે, તારે એફેસસમાં થોભવું, અને [ત્યાંના] કેટલાક માણસોને આજ્ઞા કરવી કે તેઓ જુદા પ્રકારનો ઉપદેશ ન કરે,


ભક્તિભાવનું ડોળ દેખાડીને તેના સામર્થ્યનો સ્વીકાર નહિ કરનારા થશે આવા માણસોથી તું દૂર રહે.


એક વાર અને બીજી વાર ચેતવણી આપ્યા પછી પાખંડી માણસને દૂર કર.


તેઓ આપણામાંથી નીકળી ગયા, પણ તેઓ આપણામાંના નહોતા, કેમ કે જો તેઓ આપણામાંના હોત, તો તેઓ આપણી સાથે રહેત:પણ તેઓ સર્વ આપણામાંના નથી, એમ પ્રગટ થાય માટે [તેઓ નીકળી ગયા].


એઓ પક્ષ ઊભા કરનારા, અને વિષયી છે; એઓમાં [પવિત્ર] આત્મા નથી.


Lean sinn:

Sanasan


Sanasan