Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 15:31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 હું યહૂદિયામાંના અવિશ્વાસીઓ [ના હુમલા] થી બચી જાઉં, અને યરુશાલેમ જઈને સંતોને માટે જે સેવા હું બજાવું છું, તે તેમને પસંદ પડે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

31 યહૂદિયાના અવિશ્વાસીઓના હુમલાથી હું બચી જાઉં, યરુશાલેમમાંની મારી સેવા ઈશ્વરના લોકોને પસંદ પડે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 હું યહૂદિયામાંના અવિશ્વાસીઓના હુમલા થી બચી જાઉં અને યરુશાલેમ જઈને સંતોને સારુ જે સેવા હું બજાવું છું, તે તેમને પસંદ પડે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 યહૂદિયામાં રહેતા અવિશ્વાસીઓના હુમલામાંથી હું બચી જાઉ એવી પ્રાર્થના કરો. અને એવી પણ પ્રાર્થના કરો કે યરૂશાલેમ માટે હું જે મદદ લાવી રહ્યો છું તેનાથી ત્યાંના દેવના સંતો ખુશ થાય.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 15:31
18 Iomraidhean Croise  

ત્યારે સરદારે તેને કિલ્લામાં લાવવાની આજ્ઞા કરી, અને તેઓએ શા કારણથી તેની સામે એવી બૂમ પાડી, તે જાણવા માટે તેને કોરડા મારીને તપાસ કરવાનું ફરમાવ્યું.


ત્યારે મુખ્ય યાજકોએ તથા યહૂદીઓમાંના મુખ્ય માણસોએ તેની આગળ પાઉલની વિરુદ્ધ ફરિયાદ કરી.


પછી ફેસ્તસે કહ્યું, “હે આગ્રીપા રાજા તથા હાજર થયેલા સર્વ સદગૃહસ્થો, જે માણસ વિષે યહૂદીઓના આખા સમુદાયે યરુશાલેમમાં તથા અહીં પણ મને વિનંતી કરી, અને તેને જીવતો રહેવા દેવો [યોગ્ય] નથી, એવો પોકાર કર્યો, તેને તમે જુઓ છો.


પણ અનાન્યાએ ઉત્તર આપ્યો, “પ્રભુ, યરુશાલેમમાંના તારા સંતોને એ માણસે કેટલું બધું દુ:ખ આપ્યું છે એ મેં ઘણા [નાં મોં] થી સાંભળ્યું છે.


પણ પ્રભુએ તેને કહ્યું, “તું‍ ચાલ્યો જા; કેમ કે વિદેશીઓ, રાજાઓ તથા ઇઝરાયલપ્રજાની આગળ મારું નામ પ્રગટ કરવા માટે એ મારું પસંદ કરેલું પાત્ર છે.


પણ હાલ તો હું સંતોની સેવા કરવા માટે યરુશાલેમ જાઉં છું.


ભાઈઓ, તમે સ્તેફનાસના કુટુંબને જાણો છો કે, તેઓ અખાયાનું‍ પ્રથમફળ છે, અને તેઓ સંતોની સેવામાં લાગુ રહ્યા, માટે હું તમને વિનંતી કરું છું કે,


તેમણે એવા ભારે મરણથી અમારો બચાવ કર્યો, અને તે કરશે. વળી નિત્ય તે અમારો બચાવ કરશે, તેમના પર અમે આશા રાખી છે.


તેઓએ [પોતાની] આ [ઉદારતારૂપી] કૃપા સ્વીકારીને તથા સંતોની સેવા બજાવવામાં ભાગીદારપણું કબૂલ કરવાને ઘણી આજીજીથી અમારી વિનંતી કરી.


હવે સંતોની સેવા બજાવવા વિષે મારે તમને લખવાની અગત્ય નથી:


એટલે આ સેવા સંબંધી તમારી કસોટી થાય છે, અને ખ્રિસ્તની સુવાર્તા પ્રત્યે તમે આપેલી કબૂલાતને તમે આધીન રહો છો, અને તેઓને માટે તથા સર્વને માટે તમે પુષ્કળ દાન આપ્યાં છે, તેને લીધે તેઓ ઈશ્વરની સ્તુતિ કરે છે.


[યહૂદીઓએ] પ્રભુ ઈસુને તથા [પોતાના] પ્રબોધકોને પણ મારી નાખ્યા, અને અમને કાઢી મૂક્યા! તેઓ ઈશ્વરને પ્રસન્‍ન કરતા નથી, અને બધા માણસોના વિરોધી છે.


અને આડા તથા દુષ્ટ માણસોથી અમારો બચાવ થાય એ માટે [પ્રાર્થના કરો] ; કેમ કે સર્વ માણસો વિશ્વાસ કરનાર નથી.


ધ્યાનમાં રાખીને તથા મને જે સતાવણી થઈ તથા દુ:ખો પડયાં, અને અંત્યોખમાં, ઈકોનિયામાં તથા લુસ્‍ત્રામાં જે સતાવણી મેં સહન કરી તે બધામાં તું મારી પાછળ ચાલ્યો. પણ આ બધાં દુ:ખોમાંથી પ્રભુએ મને છોડાવ્યો.


પરંતુ પ્રભુએ મારી સાથે રહીને મને બળ આપ્યું, જેથી મારી મારફતે સુવાર્તા પૂરી રીતે પ્રગટ થાય, અને બધા વિદેશીઓ તે સાંભળે. સિંહના મોંમાંથી હું બચી ગયો.


Lean sinn:

Sanasan


Sanasan