Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 15:30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 હવે, ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખાતર તથા પવિત્ર આત્માના પ્રેમની ખાતર હું તમને વિનંતી કરું છું કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

30 ભાઈઓ, આપણા પ્રભુ ઈસુને લીધે અને પવિત્ર આત્માના પ્રેમને લીધે મારી તમને આ વિનંતી છે:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 હવે, ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખાતર તથા પવિત્ર આત્માનાં પ્રેમની ખાતર હું તમને વિનંતી કરું છું કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 ભાઈઓ તથા બહેનો, મારા આ કાર્યમાં મને મદદ કરવા તમે મારા માટે દેવને પ્રાર્થના કરો એવી મારી તમને વિનંતી છે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે આ કરો. પવિત્ર આત્મા આપણને પ્રેમ આપે છે તેટલા માટે આમ કરો.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 15:30
16 Iomraidhean Croise  

મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો, કેમ કે તમે મારા ઈશ્વર છો; તમારો ઉત્તમ આત્મા મને સપાટ માર્ગે દોરો.


તમે પણ તમારી પ્રાર્થનાથી અમને સહાય કરજો કે, ઘણા માણસોને આશરે જે કૃપાદાન અમને આપવામાં આવ્યું, તેને લીધે અમારી વતી ઘણા આભારસ્તુતિ કરે.


એ માટે નિર્બળતામાં, અપમાન [સહન કરવા] , તંગીમાં, સતાવણીમાં અને સંકટમાં, ખ્રિસ્તની ખાતર હું આનંદ માનું છું. કેમ કે જ્યારે હું નિર્બળ છું, ત્યારે હું બળવાન છું.


કેમ કે અમે જીવનારાઓ ઈસુની ખાતર નિત્ય મરણને સોંપાઈએ છીએ, જેથી ઈસુના જીવનને પણ અમારા મર્ત્યદેહમાં પ્રગટ કરવામાં આવે.


કેમ કે અમે [ઉપદેશ કરતાં] પોતાને પ્રગટ કરતા નથી, પણ ખ્રિસ્ત ઈસુ પ્રભુ છે અને અમે પોતે ઈસુને લીધે તમારા દાસો છીએ, એવું [અમે પ્રગટ કરીએ છીએ.]


પણ [પવિત્ર] આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું,


મારે માટે પણ [માગો] કે, જે સુવાર્તાને લીધે હું સાંકળોથી [બંધાયેલો] એલચી છું, તેનો મર્મ જણાવવાને મને મોં ઉઘાડીને બોલવાની હિંમત આપવામાં આવે.


એ માટે જો ખ્રિસ્તમાં કંઈ ઉત્તેજન, જો પ્રેમનો કંઈ દિલાસો, જો [પવિત્ર] આત્માની કંઈ સંગત, જો કંઈ હ્રદયની કરુણા તથા દયા હોય,


આત્મામાં તમારો જે પ્રેમ તે વિષે પણ તેણે અમને ખબર આપી.


હું ચાહું છું કે તમે એ જાણો કે, તમારે માટે તથા જેઓ લાઓદિકિયામાં છે તેઓને માટે તથા જેઓએ મને મોઢામોઢ જોયો નથી તેઓને માટે હું કેટલો બધો યત્ન કરું છું કે,


એપાફ્રાસ જે તમારામાંનો એક છે, અને ખ્રિસ્તનો દાસ છે, તે તમને ક્ષેમકુશળ કહે છે તે હમેશાં તમારે માટે આગ્રહથી પ્રાર્થના કરે છે કે, ઈશ્વરની સર્વ ઇચ્છા વિષે પૂરેપૂરી ખાતરી પામીને તથા સંપૂર્ણ થઈને તમે દઢ રહો.


ભાઈઓ, અમારે માટે પ્રાર્થના કરો.


છેવટે, ભાઈઓ, અમારે માટે પ્રાર્થના કરો કે જેમ તમારે ત્યાં થાય છે તેમ પ્રભુની વાતનો ઝડપથી પ્રચાર થાય અને તેમનો મહિમા વધે.


માટે ઈશ્વરની સમક્ષ અને ખ્રિસ્ત ઈસુ જે જીવતાં તથા મૂએલાંનો ન્યાય કરવાના છે તેમની સમક્ષ, ને તેમના પ્રગટ થવાની તથા રાજ્યની [આણ દઈને] હું તને આગ્રહપૂર્વક કહું છું કે,


Lean sinn:

Sanasan


Sanasan