Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 15:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 કેમ કે ખ્રિસ્ત પોતે પણ પોતાની મરજી પ્રમાણે કરતા નહોતા; પણ લખ્યા પ્રમાણે [તેમને થયું] , એટલે, “તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર પડી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 ખ્રિસ્તે પણ પોતાની જ સંતુષ્ટતા લક્ષમાં રાખી નહોતી. શાસ્ત્રમાં લખેલું છે, “તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર આવી પડી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 કેમ કે ખ્રિસ્ત પોતે પણ મનસ્વી રીતે વર્તતા ન હતા, પણ જેમ લખ્યું છે કે, ‘તારી નિંદા કરનારાઓની નિંદા મારા પર પડી.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 ખ્રિસ્ત પણ પોતાને ખુશ કરવાના પ્રયત્નમાં જીવન જીવ્યો ન હતો. તેના વિષે શાસ્ત્રમાં કહ્યું છે તેમ: “જે લોકોએ તારું અપમાન કર્યું છે, તેમણે મારું પણ અપમાન કર્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 15:3
19 Iomraidhean Croise  

નિંદાએ મને હ્રદયભંગ કર્યો છે, અને હું મરણતોલ થયો છું; મેં કરુણા કરનારની રાહ જોઈ, પણ કોઈ જડ્યો નહિ; દિલાસો આપનારની રાહ જોઈ, પણ કોઈ મળ્યો નહિ.


કેમ કે તમારા મંદિરનો ઉત્સાહ મને ખાઈ ગયો છે; અને તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર આવી પડી છે.


ચેલો પોતાના ગુરુ સરખો હોય, ને દાસ પોતાના શેઠ સરખો હોય તો તે જ ઘણું છે. જો ઘરના ઘણીને તેઓએ બાલઝબૂલ કહ્યો છે, તો તેના ઘરના લોકોને કેટલું વિશેષે કરીને તેઓ એમ જ કહેશે?


પછી તેમણે થોડે આઘે જઈને ઊંધે મોઢે પડીને એવી પ્રાર્થના કરી, “ઓ મારા પિતા, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો; તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.”


વળી બીજી વાર તેમણે જઈને પ્રાર્થના કરી, “ઓ મારા પિતા, જો આ પ્યાલો મારા પીધા વગર મારી પાસેથી દૂર કરી ન શકાય તો તમારી ઇચ્છા પ્રમાણે થાય.”


અને જે ચોરો તેમની સાથે વધસ્તંભે જડાયા હતા, તેઓએ પણ એ જ પ્રમાણે તેમની મશ્કરી કરી.


જેમ હું મારા પિતાની આજ્ઞાઓ પાળીને તેમના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો.


જે કામો બીજા કોઈએ કર્યાં નથી, તે જો મેં તેઓ મધ્યે ન કર્યાં હોત, તો તેઓને પાપ ન લાગત. પણ હવે તેઓએ મને તથા મારા પિતાને પણ જોયા છે, અને દ્વેષ રાખ્યો છે.


ઈસુ તેઓને કહે છે, “જેમણે મને મોકલ્યો છે, તેમની ઇચ્છા પૂરી કરવી, અને તેમનું કામ પૂર્ણ કરવું એ મારું અન્‍ન છે.


હું મારી જાતે કંઈ કરી શકતો નથી; જે પ્રમાણે હું સાંભળું છું, તે પ્રમાણે ન્યાય ઠરાવું છું. અને મારો ન્યાય અદલ છે, કેમ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે, તેમની ઇચ્છા પૂરી કરવા ચાહું છું.


કેમ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા પૂરી કરવાને આકાશથી ઊતર્યો છું.


વળી જેમણે મને મોકલ્યો છે તે મારી સાથે છે. તેમણે મને એકલો મૂક્યો નથી, કેમ કે જે કામો તેમને ગમે છે તે હું નિત્ય કરું છું.”


કેમ કે તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા જાણો છો કે, તે ધનવાન છતાં તમારે લીધે દરિદ્રી થયા, એ માટે કે તમે તેમની દરિદ્રતાથી ધનવાન થાઓ.


ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું, તેવું તમે પણ રાખો:


અને માણસના આકારમાં પ્રગટ થઈને, મરણને, હા વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યા.


Lean sinn:

Sanasan


Sanasan