Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 15:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 એટલે યરુશાલેમથી માંડીને ફરતાં ફરતાં છેક ઈલુરીકમ સુધી મેં ખ્રિસ્તની સુવાર્તા સંપૂર્ણ રીતે પ્રગટ કરી છે [એ વિષે જ હું બોલીશ].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 તે આવું છે: વાણીથી અને કાર્યોથી, ચિહ્નોથી, ચમત્કારોથી અને પવિત્ર આત્માના સામર્થ્યથી બિનયહૂદીઓ ઈશ્વરને આધીન થયા છે. યરુશાલેમથી ઈલુરીકમ સુધી ખ્રિસ્તનો સંદેશો મેં પૂરેપૂરો પ્રગટ કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 એટલે યરુશાલેમથી રવાના થઈને ફરતાં ફરતાં છેક ઇલુરીકમ સુધી મેં ખ્રિસ્તની સુવાર્તા સંપૂર્ણ રીતે પ્રગટ કરી છે એ વિષે જ હું બોલીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 પરાક્રમોની શક્તિ અને જે મહાન વસ્તુઓ એમણે જોઈ છે, અને પવિત્ર આત્માના સાર્મથ્યને લીધે એમણે દેવનો આદેશ માન્યો છે. યરૂશાલેમથી માંડીને ઈલ્લુરિકા સુધી બધે ફરી ફરીને મેં ખ્રિસ્તની સુવાર્તા સંપૂર્ણ રીતે પ્રગટ કરી છે. અને આમ મારા કાર્યનો એ ભાગ મેં પરિપૂર્ણ કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 15:19
37 Iomraidhean Croise  

પણ જો હું ઈશ્વરના આત્માથી દુષ્ટાત્માઓને કાઢું છું, તો ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે [એમ સમજો.]


ત્યારે ઈસુએ તેને કહ્યું, “ચિહ્નો તથા ચમત્કારો જોયા વગર તમે વિશ્ચાસ કરવાના નથી.”


પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો; અને યરુશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.”


પણ તેઓ પર્ગેથી આગળ જતાં પિસીદિયાના અંત્યોખ આવ્યા, અને વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને બેઠા.


પણ તેઓ પોતાના પગની ધૂળ તેઓની વિરુદ્ધ ખંખેરીને ઈકોનિયમ ગયા.


એ જાણીને મોટે અવાજે કહ્યું, “તું પોતાના પગ પર સીધો ઊભો રહે, ” ત્યારે તે કૂદીને ઊભો થયો, અને ચાલવા લાગ્યો.


પણ તેની આસપાસ શિષ્યો ઊભા હતા તેવામાં તે ઊઠીને શહેરમાં આવ્યો; અને બીજે દિવસે બાર્નાબાસ સાથે દેર્બે ગયો.


પેર્ગામાં ઉપદેશ કર્યા પછી તેઓ અત્તાલિયા આવ્યા.


ત્યારે તેની ખબર પડતાં તેઓ લુકાનીયાનાં શહેરો લુસ્રા તથા દેર્બેમાં તથા આસપાસના પ્રાંતોમાં નાસી ગયા.


ત્યારે બધા લોકો છાના રહ્યા, અને બાર્નાબાસ તથા પાઉલની મારફતે ઈશ્વરે જે ચમત્કારો તથા અદભુત કામો વિદેશીઓમાં કરાવ્યાં હતાં તેઓની હકીકત તેઓએ તેમના મોંથી સાંભળી.


તે ઘણા દિવસ સુધી એમ કર્યા કરતી હતી. ત્યારે પાઉલે બહુ કાયર થઈને પાછા ફરીને તે આત્માને કહ્યું “ઈસુ ખ્રિસ્તને નામે હું તને આજ્ઞા કરું છું કે, એનામાંથી નીકળી જા.” એટલે તે ને તે જ ઘડીએ તે નીકળી ગયો.


પછી ભાઈઓએ રાત્રે પાઉલ તથા સિલાસને તરત બેરિયા મોકલી દીધા, અને તેઓ ત્યાં આવીને યહૂદીઓના સભાસ્થાનમાં ગયા.


પણ પાઉલના વળાવનારાઓએ તેને આથેન્સ સુધી પહોંચાડ્યો, પછી સિલાસ તથા તિમોથીને માટે તેની પાસે બનતી ઉતાવળે આવવાની આજ્ઞા લઈને તેઓ વિદાય થયા.


એ પછી [પાઉલ] આથેન્સથી નીકળીને કરિંથ આવ્યો.


તેઓ એફેસસ પહોંચ્યા ત્યારે તેણે તેઓને ત્યાં મૂક્યાં. પણ પોતે સભાસ્થાનમાં જઈને યહૂદીઓની સાથે વાદવિવાદ કર્યો.


જયારે આપોલસ કરિંથમાં હતો, ત્યારે પાઉલ ઉપલા પ્રદેશમાં ફરીને એફેસસ આવ્યો, અને ત્યાં કેટલાક શિષ્યો તેને મળ્યા.


વળી જે કાંઈ વાત હિતકારક હોય તે તમને જણાવવાને મેં આંચકો ખાધો નથી, પણ પ્રગટ રીતે તથા ઘેરઘેર તમને બોધ કર્યો.


બેખમીર રોટલીના દિવસ પછી અમે વહાણમાં બેસીને ફિલિપીથી નીકળ્યા, અને પાંચ દિવસમાં તેઓની પાસે ત્રોઆસ પહોંચ્યા, અને સાત દિવસ ત્યાં રહ્યા.


હવે ઈશ્વર કે, જેના પર તમે આશા રાખો છો, તે તમને વિશ્વાસ રાખવામાં અખંડ હર્ષ તથા શાંતિથી ભરપૂર કરો, જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા પુષ્કળ થાય.


એ કારણથી ઈશ્વરે મને જે કૃપાદાન આપ્યું છે, તેને આધારે તમને ફરીથી સહેજ યાદ કરાવવા માટે વિશેષ હિંમત રાખીને મેં [આ પત્ર] તમારા પર લખ્યો છે.


માટે જ્યારે હું સ્પેન જઈશ [ત્યારે હું તમારી પાસે આવીશ.] (કેમ કે મને આશા છે કે ત્યાં જતાં હું તમને મળીશ, અને પ્રથમ તમારા સહવાસથી કેટલેક દરજ્જે સંતોષ પામ્યા પછી ત્યાં જવાને તમારી પાસેથી વિદાયગીરી લઈશ.)


મારી વાતનો તથા મારા બોધનો આધાર માનવી જ્ઞાનની મનોહર ભાષા ઉપર નહોતો, પણ આત્માના તથા સામર્થ્યના પ્રમાણ પર હતો


ખરેખર ચિહ્નો, અદભૂત કૃત્યો તથા પરાક્રમી કામો વડે તમારી આગળ પ્રેરિતનાં લક્ષણો પૂરી ધીરજથી દર્શાવવામાં આવ્યાં હતાં.


વળી જે તમને [પવિત્ર] આત્મા આપે છે, અને તમારામાં ચમત્કારો કરે છે, તે શું નિયમની કરણીઓને લીધે કે [સુવાર્તા] સાંભળીને વિશ્વાસ કરવાને લીધે [કરે છે] ?


ઈશ્વરની વાત સંપૂર્ણ [રીતે પ્રગટ] કરવાને, ઈશ્વરનો જે વહીવટ મને તમારે માટે સોંપવામાં આવ્યો છે તે પ્રમાણે હું મંડળીનો સેવક નિમાયો છું.


કેમ કે અમારી સુવાર્તા માત્ર શબ્દથી નહિ, પણ સામર્થ્યથી, પવિત્ર આત્માથી તથા ઘણી ખાતરીપૂર્વક તમારી પાસે આવી. એમ જ અમે તમારી ખાતર તમારી સાથે રહીને કેવી રીતે વર્ત્યા, એ તમે જાણો છો


પરંતુ પ્રભુએ મારી સાથે રહીને મને બળ આપ્યું, જેથી મારી મારફતે સુવાર્તા પૂરી રીતે પ્રગટ થાય, અને બધા વિદેશીઓ તે સાંભળે. સિંહના મોંમાંથી હું બચી ગયો.


તેઓની સાથે ઈશ્વર પણ ચિહ્નોથી, અદભુત કૃત્યોથી, અનેક પ્રકારના ચમત્કારોથી તથા પોતાની ઇચ્છા પ્રમાણે પવિત્ર આત્માએ આપેલાં દાનથી સાક્ષી આપતા રહ્યા.


તે બાબતો પ્રસિદ્ધ કરીને તેઓએ પોતાની જ નહિ પણ તમારી સેવા કરી હતી, એવું તેઓને પ્રગટ કરવામાં આવ્યું હતું. તે બાબતોના સમાચાર આકાશમાંથી મોકલેલા પવિત્ર આત્માની સહાયથી જેઓએ તમને સુવાર્તા પ્રગટ કરી તેઓની મારફતે તમને હમણાં જણાવવામાં આવ્યા, તે બાબતોની નિરીક્ષા કરવાની ઇચ્છા દૂતો પણ રાખે છે.


Lean sinn:

Sanasan


Sanasan