Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 14:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 જે વિશ્વાસ તને છે તે તારા પોતાનામાં ઈશ્વરની સમક્ષ રાખ. પોતાને જે વાજબી લાગે છે, તે બાબતમાં જે પોતાને દોષિત ઠરાવતો નથી તેને ધન્ય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 આ બાબત વિષે તું શું માને છે, તે તારી અને ઈશ્વરની વચ્ચે જ રાખ. પોતાને યોગ્ય લાગતું કાર્ય કરનાર વ્યક્તિ પોતાને દોષિત ન ઠરાવે તો તેને ધન્ય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 જે વિશ્વાસ તને છે તે તારા પોતામાં ઈશ્વરની સમક્ષ રાખ. પોતાને જે વાજબી લાગે છે, તે બાબતમાં જે પોતાને અપરાધી ઠરાવતો નથી તે આશીર્વાદિત છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 આવી બાબતો વિષેની તમારી અંગત માન્યતાઓને તમારી અને દેવની વચ્ચે ગુપ્ત રાખવી જોઈએ. અપરાધ કર્યો હોય એવી લાગણી અનુભવ્યા વગર જે વ્યક્તિ પોતે જેને સાચું કે યોગ્ય માનતો હોય એવું કરી શકે એવી વ્યક્તિને ધન્ય છે.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 14:22
13 Iomraidhean Croise  

એમ માનીને હું ઈશ્વરની તથા માણસોની પ્રત્યે હંમેશાં નિર્દોષ અંત:કરણ રાખવાનો પ્રયત્ન કરું છું.


હું જાણું છું, અને પ્રભુ ઈસુમાં મને પૂરેપૂરી ખાતરી છે કે, કોઈ પણ [ચીજ] જાતે અશુદ્ધ નથી; પરંતુ જેને જે કંઈ અશુદ્ધ લાગે છે તેને તે અશુદ્ધ છે.


કોઈનો વિશ્વાસ તો એવો છે કે તે બધુંયે ખાય છે, પણ કોઈ તો [વિશ્વાસમાં] નબળો હોવાથી શાકભાજી જ ખાય છે.


પણ જેને જે વિષે સંદેહ છે તે જો તે ખાય છે તો તે દોષિત ઠરે છે, કેમ કે તે વિશ્વાસથી [ખાતો નથી]. અને જે બધું વિશ્વાસથી નથી તે તો પાપ છે.


કોઈએક તો અમુક દિવસને બીજા કરતાં વધારે [પવિત્ર] ગણે છે, અને બીજો સર્વ દિવસોને સરખા ગણે છે. દરેકે પોતપોતાના મનમાં સંપૂર્ણ ખાતરી કરવી.


એ માટે, હે [બીજાઓનો] ન્યાય કરનાર માણસ, તું ગમે તે હોય, તું બહાનું કાઢી શકશે નહિ. કેમ કે જે બાબત વિષે તું બીજાનો ન્યાય કરે છે, તેમાં તું પોતાને અપરાધી ઠરાવે છે, કેમ કે તું ન્યાય કરનાર પોતે પણ તે જ કામો કરે છે.


કેમ કે હું જે કરું છું, તે હું સમજીને [કરતો નથી] :કારણ કે હું જે ઇચ્છું છું તે કરતો નથી, પણ જે હું ધિક્કારું છું તે હું કરું છું.


હું કેવો દુર્ભાગી માણસ છું! મને આ મરણના શરીરથી કોણ મુક્ત કરશે?


પણ સર્વ માણસોમાં એવું જ્ઞાન નથી. કેટલાકને હજુ સુધી મૂર્તિનો પરિચય હોવાથી મૂર્તિના નૈવેદ તરીકે તે ખાય છે. અને તેઓનું અંત:કરણ નિર્બળ હોવાથી ભ્રષ્ટ થાય છે.


કેમ કે અમે એવું અભિમાન કરીએ છીએ, અને અમારી પ્રેરકબુદ્ધિ એવી સાક્ષી આપે છે કે, સાંસારિક જ્ઞાનથી નહિ, પણ ઈશ્વરની કૃપાથી અમે જગતમાં, અને વિશેષે કરીને તમારી સાથે પવિત્રાઈથી તથા ઈશ્વરની આગળ નિષ્કપટ ભાવથી વર્ત્યા.


ભાઈઓ, જો કોઈ માણસ કંઈ અપરાધ કરતાં પકડાય, તો તમે, જે આત્મિક છો, તે તમે એવાને નમ્ર ભાવે પાછો ઠેકાણે લાવો. અને તું તારી પોતાની સંભાળ રાખ, રખેને તું પણ પ્રલોભનમાં પડે.


તમારામાં જ્ઞાની તથા સમજુ કોણ છે? તો તે જ્ઞાનથી આવેલી નમ્રતા વડે સદાચરણથી પોતાની કરણીઓ દેખાડે,


વહાલાંઓ, જો આપણું અંત:કરણ આપણને દોષિત ન ઠરાવે, તો ઈશ્વર પ્રત્યે આપણને હિંમત છે.


Lean sinn:

Sanasan


Sanasan