Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 14:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 માંસ ન ખાવું, દ્રાક્ષારસ ન પીવો, અને બીજી જે કોઈ બાબતથી તારો ભાઈ ઠેસ ખાય છે, [અથવા ઠોકરાય છે, અથવા નિર્બળ થાય છે] તે ન [કરવું] એ તારે માટે ઘટિત છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 ખરી બાબત તો એ છે કે માંસ ખાવાથી, દારૂ પીવાથી અથવા બીજું કંઈપણ કરવાથી આપણા ભાઈનું પતન થતું હોય તો તેમ ન કરીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 માંસ ન ખાવું, દ્રાક્ષારસ ન પીવો અને બીજી જે કોઈ બાબતથી તારો ભાઈ ઠોકર ખાય છે, તે ન કરવું તે તને ઉચિત છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 સાચી વસ્તુ એ છે કે માંસ ખાવાથી કે દ્રાક્ષારસ પીવાથી કે એવું કાંઈ કરવાથી જો તમારા ભાઈનું આધ્યાત્મિક પતન થતું હોય તો તે યોગ્ય નથી. તેથી એવું કાંઈ પણ ન કરવું જેનાથી કોઈનું પણ આધ્યાત્મિક પતન થાય.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 14:21
13 Iomraidhean Croise  

પણ તમે માર્ગમાંથી ભટકી ગયા છો; તમે ઘણાઓને નિયમ [સમજવા] માં ઠોકર ખવડાવી છે. તમે લેવીના કરારનો ભંગ કર્યો છે, ” એવું સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


તોપણ તેના પોતામાં જડ નહિ હોવાથી તે થોડી જ વાર ટકે છે, અને જ્યારે વચનને લીધે વિપત્તિ અથવા સતાવણી આવે છે, ત્યારે તરત તે ઠોકર ખાય છે.


પણ તેમણે પાછા ફરીને પિતરને કહ્યું, “અરે શેતાન, મારી પછવાડે જા, તું મને ઠોકરરૂપ છે; કેમ કે ઈશ્ચરની વાતો પર નહિ, પણ માણસની વાતો પર તું ચિત્ત લગાડે છે.”


તો હવેથી આપણે એકબીજાને દોષિત ઠરાવીએ નહિ. પણ તેના કરતાં કોઈએ પોતાના ભાઈના માર્ગમાં ઠેસ કે ઠોકરરૂપ કશું મૂકવું નહિ, એવો નિશ્ચય કરવો, તે સારું છે.


કેમ કે ઈશ્વરનું રાજય તો ખાવાપીવામાં નથી; પણ ન્યાયીપણું, શાંતિ અને પવિત્ર આત્માથી [મળતો] આનંદ, તેઓમાં છે.


તેથી જો ખાવા [ની વસ્તુ] થી મારો ભાઈ ઠોકર ખાય, તો મારો ભાઈ ઠોકર ન ખાય એ માટે હું કદી પણ માંસ નહિ ખાઉં.


પણ સાવધ રહો, રખેને આ તમારી છૂટ નિર્બળોને કોઈ પણ રીતે ઠોકરનું કારણ થાય.


જેથી જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો, અને એમ તમે ખ્રિસ્તના દિવસ સુધી નિષ્કલંક તથા નિર્દોષ થાઓ.


અને પોતાના પગોને માટે સીધા રસ્તા કરો, જેથી જે લંગડું છે, તે ઊતરી ન જાય, પણ ઊલટું તે સાજું થાય.


તોપણ મારે તારી વિરુદ્ધ થોડીક વાતો છે, કેમ કે બલામના બોધને વળગી રહેનારા ત્યાં મારી પાસે છે. એણે બાલાકને ઇઝરાયલપુત્રોની આગળ ઠોકર મૂકવાને શીખવ્યું કે તેઓ મૂર્તિઓનાં નૈવેદ ખાય અને વ્યભિચાર કરે.


Lean sinn:

Sanasan


Sanasan