Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 14:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 કોઈનો વિશ્વાસ તો એવો છે કે તે બધુંયે ખાય છે, પણ કોઈ તો [વિશ્વાસમાં] નબળો હોવાથી શાકભાજી જ ખાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 કોઈનો વિશ્વાસ તેને બધું ખાવાનું કહે છે, પણ વિશ્વાસમાં જે નબળો છે, તે માત્ર શાકભાજી ખાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 કોઈનો વિશ્વાસ તો એવો છે કે તે બધું જ ખાય છે, પણ કોઈ તો વિશ્વાસમાં નબળો હોવાથી માત્ર શાકભાજી જ ખાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 એક વ્યક્તિ એવું માને છે કે એને મન ફાવે તેમ તે કોઈપણ જાતનો ખોરાક ખાઈ શકે છે. પરંતુ નિર્બળ વિશ્વાસ ધરાવનાર માણસ એવું માને છે કે તે ફક્ત શાકભાજી જ ખાઈ શકે છે.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 14:2
18 Iomraidhean Croise  

અને ઈશ્વરે કહ્યું, “જુઓ, હરેક બીજદાયક શાક જે આખી પૃથ્વી પર છે, ને હરેક વૃક્ષ જેમાં વૃક્ષનાં બીજદાયક ફળ છે, તેઓને મેં તમને આપ્યાં છે. તેઓ તમારો ખોરાક થશે.


પૃથ્વી પર હરેક ચાલનાર પ્રાણી તમારે માટે ખોરાક તરીકે થશે. લીલા શાકની પેઠે મેં તમને સર્વ આપ્યાં છે.


વૈરીને ત્યાં પુષ્ટ બળદના ભોજન કરતાં પ્રેમી જનને ત્યાં ભાજીનું [ભોજન] ઉત્તમ છે.


“કૃપા કરીને દશ દિવસ સુધી આ તારા દાસોની પરીક્ષા કરી જો. અમને ખાવાને માટે [અન્‍નફળ તથા] શાકભાજી, ને પીવાને માટે પાણી આપવામાં આવે.


તેથી કાભારીએ તેમનો ખોરાક તથા તેમને પીવાનો દ્રાક્ષારસ બંધ કરીને તેમને [અન્‍નફળ તથા] શાકભાજી આપી.


વિશ્વાસમાં જે નબળો હોય તેનો અંગીકાર કરો, પણ શંકા પડતી બાબતોના વાદવિવાદને માટે નહિ.


હું જાણું છું, અને પ્રભુ ઈસુમાં મને પૂરેપૂરી ખાતરી છે કે, કોઈ પણ [ચીજ] જાતે અશુદ્ધ નથી; પરંતુ જેને જે કંઈ અશુદ્ધ લાગે છે તેને તે અશુદ્ધ છે.


ખાવાને કારણે ઈશ્વરનું કામ તોડી પાડો નહિ, બધું શુદ્ધ છે ખરું, પણ તે ખાવાથી જેને ઠોકર લાગે છે તે માણસને તે ભૂંડું છે.


હવે અશક્તોની નિર્બળતાને સહન કરવી, અને પોતાની ખુશી પ્રમાણે ન કરવું, એ આપણે શક્તિમાનોની ફરજ છે.


જે કંઈ બજારમાં વેચાય છે, તે પ્રેરકબુદ્ધિની ખાતર કંઈ પણ પૂછયા વિના ખાઓ.


પણ સાવધ રહો, રખેને આ તમારી છૂટ નિર્બળોને કોઈ પણ રીતે ઠોકરનું કારણ થાય.


નિર્બળોને લાવવા માટે નિર્બળોની સાથે હું નિર્બળ જેવો થયો. હરકોઈ રીતે કેટલાકને તારવા માટે હું સર્વની સાથે સર્વના જેવો થયો.


કારણ કે યાકૂબની પાસેથી કેટલાકના આવ્યાં પહેલાં, તે વિદેશીઓની સાથે ખાતો હતો, પણ તેઓ આવ્યા ત્યારે સુન્‍નતીઓથી બીને તે પાછો હઠયો અને [તેઓથી] અલગ રહ્યો.


કેમ કે જો આભારસ્તુતિની સાથે તેનો ઉપયોગ થાય તો ઈશ્વરનું સર્વ ઉત્પન્‍ન કરેલું સારું છે, કંઈ નાખી દેવાનું નથી.


શુદ્ધોને મન બધું શુદ્ધ છે; પણ ભ્રષ્ટ તથા અવિશ્વાસીઓને મન કંઈ પણ શુદ્ધ નથી તેઓનાં મન તથા અંત:કરણ ભ્રષ્ટ થયેલાં છે.


તમે વિચિત્ર તથા નવા ઉપદેશથી આકર્ષાઓ નહિ, કેમ કે [પ્રભુની] કૃપાથી અંત:કરણ દઢ કરવામાં આવે તે સારું છે; [અમુક] ખોરાક ખાવાથી નહિ, તેનાથી એ પ્રમાણે વર્તનારાઓને લાભ થયો નહિ.


તેઓ ખોરાક, પેયાપર્ણો તથા વિવિધ પ્રકારના સ્નાન સાથે માત્ર શારીરિક વિધિઓ હતા, તેઓ સુધારાનો સમય આવતાં સુધી જ ચલાવવાને ઠરાવેલા હતા.


Lean sinn:

Sanasan


Sanasan