Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 14:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તો હવેથી આપણે એકબીજાને દોષિત ઠરાવીએ નહિ. પણ તેના કરતાં કોઈએ પોતાના ભાઈના માર્ગમાં ઠેસ કે ઠોકરરૂપ કશું મૂકવું નહિ, એવો નિશ્ચય કરવો, તે સારું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 આપણે એકબીજાનો ન્યાય કરવાનો બંધ કરીએ. એને બદલે, એવો નિર્ણય કરીએ કે આપણે આપણા ભાઈને ઠોકરરૂપ થઈએ નહિ, અને તે પાપમાં પડે એવું કંઈ કાર્ય કરીએ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તો હવેથી આપણે એકબીજા દોષારોપણ કરીએ નહિ; પણ તેના કરતાં કોઈએ પોતાના ભાઈના માર્ગમાં ઠેસ કે ઠોકરરૂપ કશું મૂકવું નહિ, એવો નિયમ કરવો, તે સારું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 આમ આપણે એકબીજાનો ન્યાય તોળવાનું બંધ કરવું જોઈએ. આપણે એવો નિર્ણય લેવો પડશે કે આપણે એવું કાંઈ પણ ન કરવું કે જે કોઈ ભાઈ કે બહેનને નિર્બળ બનાવે કે તેને પાપમાં પાડે.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 14:13
26 Iomraidhean Croise  

તોપણ આ કૃત્યથી તમે યહોવાના શત્રુઓને તેમની નિંદા કરવાનો મોટો પ્રસંગ આપ્યો છે, માટે જે દિકરો તમારે ત્યાં અવતર્યો છે તે નકકી મરી જશે.”


વળી તે કહેશે, “સડક બાંધો, સડક બાંધો, માર્ગ તૈયાર કરો, મારા લોકોના માર્ગોમાંથી હરેક ઠોકરલ ખવડાવનારી વસ્તુ ઉઠાવી લો.”


“હે મનુષ્યપુત્ર, આ માણસોએ પોતાની મૂર્તિઓને પોતાના હ્રદયમાં સંઘરી રાખી છે, ને પોતાની દુષ્ટતારૂપી ઠેસ પોતાની આગળ મૂકી છે. શું હું તેમના પ્રશ્નોનો કંઈ પણ ઉત્તર આપું?


તું બહેરાને શાપ ન દે, ને આંધળાની આગળ ઠોકર ન મૂક, પણ તારા ઈશ્વરનો ડર રાખ; હું યહોવા છું.


પણ તેમણે પાછા ફરીને પિતરને કહ્યું, “અરે શેતાન, મારી પછવાડે જા, તું મને ઠોકરરૂપ છે; કેમ કે ઈશ્ચરની વાતો પર નહિ, પણ માણસની વાતો પર તું ચિત્ત લગાડે છે.”


ઠોકરોને લીધે જગતને અફસોસ છે! ઠોકરો આવવાની અગત્ય તો છે, પણ જે માણસથી ઠોકર આવે છે તેને અફસોસ છે!


તમે કોઈને દોષિત ન ઠરાવો, એ માટે કે તમને કોઈ દોષિત ન ઠરાવે.


અને વાજબી શું છે તે તમે પોતાની મેળે કેમ પારખતા નથી?


કોઈ આ નાનાઓમાંના એકને ઠોકર ખવડાવે, એ કરતાં તેને ગળે ઘંટીનું પૈડું બાંધીને તેને સમુદ્રમાં નાખવામાં આવે, તે તેને માટે સારું છે.


દાઉદ પણ કહે છે, “તેઓની મેજ તેઓને માટે જાળ, પાશ, ઠોકર તથા પ્રતિફળરૂપ થાઓ.


પણ તું પોતાના ભાઈને કેમ દોષિત ઠરાવે છે? અથવા તું પોતાના ભાઈને કેમ તુચ્છ ગણે છે? કેમ કે આપણને સર્વને ઈશ્વરના ન્યાયાસનની આગળ ઊભા રહેવું પડશે.


જે ખાય છે તેણે ન ખાનારને તુચ્છ ન ગણવો. અને જે ખાતો નથી તેણે ખાનારને દોષિત ન ઠરાવવો; કારણ કે ઈશ્વરે તેનો અંગીકાર કર્યો છે.


તું કોણ છે કે બીજાના ચાકરને દોષિત ઠરાવે? તેનું ઊભા રહેવું કે પડવું તે તેના પોતાના ધણીના હાથમાં છે. પણ તેને ઊભો રાખવામાં આવશે, કેમ કે પ્રભુ તેને ઊભો રાખવાને સમર્થ છે.


હવે, ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે, જે બોધ તમને મળે છે તેથી વિરુદ્ધ જેઓ તમારામાં ભાગલા પાડે છે ને ઠોકરરૂપ થાય છે, તેઓને ધ્યાનમાં રાખીને તમે તેઓનાથી દૂર રહો.


તમે યહૂદીઓને કે ગ્રીકોને કે ઈશ્વરની મંડળીને ઠોકર ખાવાના કારણરૂપ ન થાઓ.


સ્‍ત્રી માથે ઓઢયા વગર ઈશ્વરની પ્રાર્થના કરે એ શું તેને શોભે? એ વાતનો તમે પોતે નિર્ણય કરો.


કેમ કે ખ્રિસ્તનો પ્રેમ અમને ફરજ પાડે છે; કારણ કે અમે એવું [ચોક્કસ] સમજીએ છીએ કે, એક સર્વને માટે મર્યા માટે સર્વ મર્યા;


અમારી સેવાનો દોષ કાઢવામાં ન આવે, માટે અમે કોઈ પણ બાબતમાં [કોઈને] ઠોકર ખાવાનું કારણ આપતા નથી.


જેથી જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો, અને એમ તમે ખ્રિસ્તના દિવસ સુધી નિષ્કલંક તથા નિર્દોષ થાઓ.


માટે જુવાન [વિધવાઓ] પરણે, બાળકોને જન્મ આપે, ઘર ચલાવે, અને વિરોધીઓને નિંદા કરવાનું નિમિત્ત ન આપે, એવી મારી ઇચ્છા છે.


તો શું તમારામાં ભેદભાવ નથી? અને શું તમે પક્ષપાતપણે ન્યાય કરતા નથી?


ઓ ભાઈઓ, તમે એકબીજાનું ભુંડું ન બોલો, જે પોતાના ભાઈનું ભૂંડું બોલે છે, અથવા પોતાના ભાઈને દોષિત ઠરાવે છે, તે નિયમને દોષિ ઠરાવે છે, ને નિયમનો ન્યાય કરે છે. અને જો તું નિયમનો ન્યાય કરે છે તો તું નિયમનો પાળનાર નથી, પણ તેનો ન્યાય કરનાર છે.


જે કોઈ પોતાના ભાઈ પર પ્રેમ રાખે છે, તે પ્રકાશમાં રહે છે, અને તેનામાં ઠોકર ખાવાનું કારણ નથી.


તોપણ મારે તારી વિરુદ્ધ થોડીક વાતો છે, કેમ કે બલામના બોધને વળગી રહેનારા ત્યાં મારી પાસે છે. એણે બાલાકને ઇઝરાયલપુત્રોની આગળ ઠોકર મૂકવાને શીખવ્યું કે તેઓ મૂર્તિઓનાં નૈવેદ ખાય અને વ્યભિચાર કરે.


Lean sinn:

Sanasan


Sanasan