Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 14:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 લખેલું છે, “પ્રભુ કહે છે કે, મારા જીવના સમ કે, દરેક ઘૂંટણ મારી આગળ વાંકો વળશે, અને દરેક જીભ ઈશ્વરની સ્તુતિ કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 શાસ્ત્રમાં લખેલું છે: “પ્રભુ કહે છે, મારા જીવના સમ, એકેએક ધૂંટણ મારી આગળ નમશે, અને એકેએક જીભ કબૂલ કરશે કે હું ઈશ્વર છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 એવું લખેલું છે કે, પ્રભુ કહે છે કે, મારા જીવના સમ કે, દરેક ધૂંટણ મારી આગળ વાંકો વળશે અને દરેક જીભ ઈશ્વરની સ્તુતિ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 હા, શાસ્ત્રમાં લખેલું છે: “‘પ્રભુ કહે છે કે, પ્રત્યેક વ્યક્તિ મારી આગળ ઘૂંટણીએ પડીને નમન કરશે અને પ્રત્યેક વ્યક્તિ કબૂલ કરશે કે, હું દેવ છું. હું જીવું છું એ જેટલું ચોક્કસ છે, એટલું ચોક્કસ એ રીતે આ બધું બનશે.’”

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 14:11
15 Iomraidhean Croise  

સર્વ રાજાઓ તેમની આગળ પ્રણામ કરશે; અને સર્વ વિદેશીઓ તેમની સેવા કરશે.


ચારે તરફ દષ્ટિ ફેરવીને જો; આ સર્વ એકઠા થઈને તારી પાસે આવે છે. યહોવા કહે છે કે, મારા જીવના સોગન કે તું તે સર્વને આભૂષણની જેમ ધારણ કરીશ, અને કન્યાની જેમ તું તેઓને કમરે બાંધીશ.


યહોવા પોતાના જીવના સમ ખાઈને કહે છે, “જો યહૂદિયાનો રાજા, એટલે યહોયાકીમનો પુત્ર કોનિયા, મારા જમણા હાથ પરની મુદ્રિકા હોત, તોપણ [હે કોનિયા,] હું ત્યાંથી તને ઉતારી મૂકત!


એ માટે પ્રભુ યહોવા પોતાના જીવના સોગન ખાઈને કહે છે, “તારી સર્વ ધિક્કારપાત્ર વસ્તુઓથી, ને તારા સર્વ તિરસ્કારપાત્ર કૃત્યોથી તેં મારું પવિત્રસ્થાન ભ્રષ્ટ કર્યું છે, તે કારણથી હું પણ નિશ્ચે તેન કાપી નાખીશ; અને હું ખામોશી રાખીશ નહિ. ને હું કંઈ પણ દયા બતાવીશ નહિ.


એથી ઇઝરાયલના ઈશ્વર, સૈન્યોના યહોવા, કહે છે, “મારા જીવના સમ, નિશ્ચે મોઆબ સદોમની જેમ તથા આમ્મોનીઓ ગમોરાની જેમ ઝાંખરાંના તથા મીઠાના અગરના તથા સદાના ઉજ્જડપણાના કબજામાં રહેશે. મારા બાકી રહેલા લોકો તેમને લૂંટી લેશે, ને મારી પ્રજાના બચેલા માણસો તેમનો વારસો લેશે.


પણ હું જીવતો છું, અને આખી પૃથ્વી યહોવાના ગૌરવથી ભરપૂર થશે [તે જેટલું નકકી છે] તેટલા જ નકકીપણાથી.


તેઓને કહે કે, યહોવા કહે છે, હું જીવતો છું, તો જેમ તમે મારા કાનોમાં બોલ્યા છો તેમ હું તમને નકકી કરીશ.


માટે માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે, તેને હું પણ મારા આકાશમાંના પિતાની આગળ કબૂલ કરીશ.


જો તું તારે મોઢે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ, અને ઈશ્વરે તેમને મૂએલાંમાંથી પાછા ઉઠાડયા, એવો વિશ્વાસ તારા અંત:કરણમાં રાખીશ, તો તું તારણ પામીશ


અને વળી વિદેશીઓ પણ તેમની દયાને લીધે ઈશ્વરનો મહિમા પ્રગટ કરે, એ માટે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના સત્યને લીધે સુન્‍નતીઓના સેવક થયા. લખેલું છે, “એ કારણ માટે હું વિદેશીઓમાં તમારી સ્તુતિ કરીશ, અને તમારા નામનું ગીત ગાઈશ.”


ઈસુ ઈશ્વરના પુત્ર છે એવું જે કોઈ કબૂલ કરે છે, તેનામાં ઈશ્વર રહે છે તથા તે ઈશ્વરમાં [રહે છે].


કેમ કે જગતમાં ઘણા ભમાવનારા ઊભા થયા છે. તેઓ ઈસુ ખ્રિસ્તનું [મનુષ્ય] દેહમાં આવવું કબૂલ કરતા નથી. તે જ ભમાવનાર તથા ખ્રિસ્તવિરોધી છે.


ત્યારે ચારે પ્રાણીઓએ કહ્યું, “આમીન.” અને વડીલોએ પગે પડીને [તેમની] આરાધના કરી.


Lean sinn:

Sanasan


Sanasan