Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 13:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 દરેકને તેના જે હક હોય તે આપો:જેને કરનો હોય તેને કર, જેને દાણનો તેને દાણ; જેને બીકનો તેને બીક; જેને માનનો તેને માન.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 દરેકને તેના જે હક હોય તે આપો: જેને કરનો હક હોય તેને કર, જેને જક્તનો હક હોય તેને જક્ત, જેને ડરનો હક હોય તેને ડર, જેને માનનો હક હોય તેને માન આપો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પ્રત્યેકને તેના જે હક હોય તે આપો: જેને કરનો તેને કર; જેને દાણનો તેને દાણ; જેને બીકનો તેને બીક; જેને માનનો તેને માન.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 જે લોકોનું ઋણ તમારા માથે હોય તે તેમને ચૂકવો. કોઈ પણ જાતના કરવેરા કે કોઈ પણ જાતનું દેવું તમારા પર હોય તો તે ભરપાઈ કરી દો. જે લોકોને માન આપવા જેવું હોય તેમને માન આપો. અને જેમનું સન્માન કરવા જેવું હોય તેમનું સન્માન કરો.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 13:7
23 Iomraidhean Croise  

એક સ્ત્રીએ કહ્યું, “હે મારા મુરબ્બી, હું તથા આ સ્ત્રી એક જ ઘરમાં રહીએ છીએ.જે ઘરમાં હું તેની સાથે રહેતી હતી તેમાં મને બાળકનો પ્રસવ થયો.


તારા પિતાનું તથા તારી માતાનું તું સન્માન રાખ કે, તારા ઈશ્વર યહોવા જે દેશ તને આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ધ થાય.


મારા દીકરા, યહોવાનું તથા રાજાનું ભય રાખ અને ડગમગતા મનના માણસના કામમાં હાથ ન નાખ;


હિત કરવાની શક્તિ તારા હાથમાં હોય તો જેને માટે તે ઘટિત હોય તેનાથી તે પાછું ન રાખ.


તમો પ્રત્યેક મનુષ્ય પોતાની માની તથા પોતાના પિતાની બીક રાખો, ને તમે મારા સાબ્બાથ પાળો. હું યહોવા તમારો ઈશ્વર છું.


તું પળિયાંવાળા માથાની સમક્ષ ઊભો થા, ને વૃદ્ધ માણસના મોંને માન આપ, ને તારા ઈશ્વરનો ડર રાખ; હું યહોવા છું.


તેણે કહ્યું, “હા.” અને ઘરમાં તે આવ્યો ત્યારે [તેના બોલવા] અગાઉ ઈસુએ કહ્યું, “સિમોન, તને શું લાગે છે? પૃથ્વીના રાજાઓ કોની પાસેથી જકાત અથવા કર લે છે? પોતાના દીકરાઓ પાસેથી કે પારકાઓ પાસેથી?”


તેઓ તેને કહે છે કે, “કાઈસારનાં.” ત્યારે તે તેઓને કહે છે, “જે કાઈસારનાં તે કાઈસારને, તથા જે ઈશ્વરના તે ઈશ્વરને ભરી આપો.”


અને ઈસુએ ઉત્તર આપ્યો, “જે કાઈસારનાં છે તે કાઈસારને, ને જે ઈશ્વરનાં છે તે ઈશ્વરને ભરી આપો.” અને તેઓ તેમનાથી ઘણા અંચબો પામ્યા.


તો આપણે કાઈસારનો કર આપવો ઉચિત છે કે નહિ?”


ત્યારે તેમણે તેઓને કહ્યું, “તો જે કાઈસારનાં છે તે કાઈસારને અને જે ઈશ્વરના છે તે ઈશ્વરને ભરી આપો.”


તેઓ તેમના પર એવું તહોમત મૂકવા લાગ્યા, “અમેન એવું માલૂમ પડયું છે કે આ માણસ અમારા લોકોને ભુલાવે છે, અને કાઈસારને ખંડણી આપવાની મના કરે છે, અને, ‘હું પોતે ખ્રિસ્ત રાજા છું’ એમ કહે છે.”


ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે છે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો. માન [આપવા] માં પોતાના કરતાં બીજાને અધિક ગણો.


વળી, એ કારણ માટે તમે કર પણ ભરો છો, કેમ કે તેઓ ઈશ્વરના સેવક છે ને તે જ કામમાં ચાલુ રહે છે.


તોપણ તમારામાંનો દરેક જેમ પોતાના પર તેમ પોતાની પત્ની પર પ્રેમ રાખે; અને પત્ની પોતાના પતિનું માન રાખે.


દાસો, જેમ ખ્રિસ્તને [આધીન થાઓ છો] તેમ દેહ પ્રમાણે જેઓ તમારા માલિકો છે તેઓને બીકથી તથા કંપારીસહિત નિખાલસ હ્રદયથી આધીન થાઓ.


વળી તે ઉપરાંત ઘેરઘેર ભટકીને તેઓ આળસુ થતાં શીખે છે. અને માત્ર આળસુ જ નહિ, પણ જે બોલવું ઘટારત નથી તે બોલે છે, અને કૂથલી કરે છે, અને બીજાઓના કામમાં માથાં મારે છે.


જે વડીલો સારી રીતે અધિકાર ચલાવે છે, અને વિશેષે કરીને જેઓ ઉપદેશ કરવામાં તથા શિક્ષણ આપવામાં શ્રમ લે છે, તેઓને બમણા માનપાત્ર ગણવા.


જેટલા દાસ ઝૂંસરી નીચે છે તેટલાએ પોતાના માલિકોને પૂરા માનયોગ્ય ગણવા, જેથી ઈશ્વરના નામની તથા ઉપદેશની નિંદા ન થાય.


એ જ પ્રમાણે પતિઓ, સ્‍ત્રી નબળું પાત્ર છે એમ જાણીને, તેની સાથે સમજણપૂર્વક રહો, અને તમે તેઓની સાથે જીવનની કૃપાના સહવારસ છો એમ ગણીને, તેને માન આપો; જેથી તમારી પ્રાર્થનાઓ અટકાવવામાં ન આવે.


પછી શમુએલે યહોવાને વિનંતી કરી, અને તે દિવસે યહોવએ ગર્જના તથા વરસાદ મોકલ્યાં. એથી સર્વ લોકો યહોવાથી તથા શમુએલથી બીધા.


Lean sinn:

Sanasan


Sanasan