Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 13:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 રાત ઘણી ગઈ છે, દિવસ પાસે આવ્યો છે. માટે આપણે અંધકારનાં કામો તજી દઈને પ્રકાશનાં હથિયારો સજીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 રાત્રિ લગભગ પસાર થઈ ગઈ છે; દિવસ નજીક આવી પહોંચ્યો છે. હવે અંધકારનાં દુષ્ટ કામો કરવાનું બંધ કરી દઈએ. પ્રકાશનાં શસ્ત્રો સજી લઈએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 રાત ઘણી ગઈ છે, દિવસ પાસે આવ્યો છે; માટે આપણે અંધકારનાં કામો તજી દઈને પ્રકાશનાં હથિયારો સજીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 “રાત” લગભગ સમાપ્ત થઈ ચૂકી છે. “દિવસ” ઊગી રહ્યો છે. તેથી આપણે અંધકારનાં કામો કરવાનું હવે બંધ કરવું જોઈએ. સત્કર્મોના કાર્યો માટે આપણે પ્રકાશના શાસ્ત્રોથી સજજ થવું જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 13:12
30 Iomraidhean Croise  

પ્રભાત થાય, અને અંધારું લોપ થાય ત્યાં સુધીમાં હે મારા પ્રીતમ, પાછો આવ, અને બેથેર પર્વતો પરના હરણ કે મૃગના બચ્ચા જેવો થા.


તે દિવસે માણસ પોતાને માટે ભજવાને માટે કરેલી સોનારૂપાની મૂર્તિ ચેણ તથા ચામાચેણની પાસે ફેંકી દેશે.


વળી તમે તમારી રૂપાની મૂર્તિઓ પર મઢેલા પડને, તથા તમારી સોનેરી મૂર્તિઓ પર ચઢાવેલા ઢોળને અશુદ્ધ કરશો. તું તેમને અશુદ્ધ વસ્તુની જેમ ફેંકી દેશે; તું તેને કહેશે, “અહીંથી ચાલી જા.”


પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો, અને દેહને માટે, એટલે તેની દુષ્ટ વાસનાઓને અર્થે, ચિંતન ન કરો.


હવે એ બધું તેઓને વીત્યું તે તો દાખલો લેવા માટે થયું. અને જેઓના પર યુગોનો અંત આવી લાગ્યો છે એવા આપણને બોધ મળે તેને માટે તે લખવામાં આવ્યું છે.


પણ ભાઈઓ, હું એ કહું છું કે સમય થોડો રહેલો છે, માટે જેઓ પરણેલા તેઓ હવેથી વગર પરણેલા જેવા થાય.


(કેમ કે અમારી લડાઈના હથિયાર સાંસારિક નથી, પણ ઈશ્વર [ની સહાય] થી કિલ્લાઓને તોડી પાડવાને તેઓ સમર્થ છે).


સત્યના વચનથી, ઈશ્વરના પરાક્રમથી; જમણે હાથે તથા ડાબે હાથે ન્યાયનાં હથિયારો વડે,


કપટવાસનાઓથી ભ્રષ્ટ થતું તમારી આગલી વર્તણૂકનું જૂનું માણસપણું દૂર કરો,


વળી અંધારાનાં નિષ્ફળ કામોના સોબતીઓ ન થાઓ, પણ ઊલટું તેઓને વખોડો.


કેમ કે તમે પહેલાં અંધકારરૂપ હતા, પણ હવે પ્રભુમાં પ્રકાશરૂપ છો. પ્રકાશનાં સંતોનોને ઘટે તેમ ચાલો.


જેમ કેટલાક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ [આપણે એકબીજાને] ઉત્તેજન આપીએ, અને જેમ જેમ તમે તે દિવસ પાસે આવતો જુઓ, તેમ તેમ વિશેષ પ્રયત્ન કરો.


તો આપણી આસપાસ સાક્ષીઓની એટલી મોટી વાદળારૂપ ભીડ છે, માટે આપણે પણ દરેક [જાતનો] બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ, અને આપણે માટે ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ.


માટે તમે સર્વ મલિનતા તથા દુષ્ટતાની અધિકતા નાખી દો, અને [તમારા હ્રદયમાં] રોપેલું જે વચન તમારા આત્માઓને તારવાને શક્તિમાન છે તેને નમ્રતાથી ગ્રહણ કરો.


તમે પણ ધીરજ રાખો, તમારાં મન દઢ રાખો; કેમ કે પ્રભુનું આગમન નજીક છે.


એ માટે સર્વ દુષ્ટતા, કપટ, દંભ, અદેખાઈ તથા બધા પ્રકારની નિંદા દૂર કરીને,


પણ સર્વનો અંત પાસે આવ્યો છે, માટે તમે સંયમી થાઓ, ને સાવધ રહીને પ્રાર્થના કરો.


તો એ સર્વ લય પામનાર છે, માટે પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવા થવું જોઈએ?


વિલંબનો જેવો અર્થ કેટલાક લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતા નથી, પણ કોઈનો નાશ ન થાય પણ બધાં પશ્વાતાપ કરે, એવું ઇચ્છીને પ્રભુ તમારે વિષે ધીરજ રાખે છે.


બાળકો, આ છેલ્‍લી ઘડી છે. ખ્રિસ્તવિરોધી આવનાર છે, એવું તમે સાંભળ્યું છે, તેમ હમણાં ખ્રિસ્તવિરોધીઓ ઘણા થયા છે, એ ઉપરથી આપણે જાણીએ છીએ કે આ છેલ્‍લી ઘડી છે.


આ ભવિષ્યવચનો જે વાંચે છે, ને જેઓ સાંભળે છે, અને એમાં જે લખેલું છે તે પાળે છે, તેઓને ધન્ય છે; કેમ કે સમય પાસે છે.


તે મને કહે છે, “આ પુસ્તકમાંનાં ભવિષ્યવચનોને મુદ્રાથી બંધ ન કર, કેમ કે સમય પાસે છે.


Lean sinn:

Sanasan


Sanasan