Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 12:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અથવા જો સેવાનું, તો સેવામાં [તત્પર રહેવું] ; વળી જે શિક્ષક હોય તેણે શિક્ષણ આપવામાં [મંડયા રહેવું].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 સેવા કરવાનું દાન હોય, તો સેવા કરવી. શિક્ષણ આપવાનું દાન હોય, તો શીખવવું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 અથવા જો સેવાનું, તો સેવામાં લાગુ રહેવું; વળી જે શિક્ષક હોય તેણે શિક્ષણ આપવામાં લાગુ રહેવું;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 જો કોઈ વ્યક્તિને સેવા કરવાનું કૃપાદાન હોય, તો તેણે માનવોની સેવા કરવી જોઈએ. કોઈ વ્યક્તિને શિક્ષણ આપવાનું કૃપાદાન હોય. તો તેણે લોકોને શિક્ષણ આપવામાં મંડયા રહેવું.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 12:7
31 Iomraidhean Croise  

આવો, દીકરાઓ, મારું સાંભળો; હું તમને યહોવાનું ભય રાખતાં શીખવીશ.


ત્યારે હું ઉલ્લંઘન કરનારાઓને તમારા માર્ગ શીખવીશ; અને પાપીઓ તમારી તરફ ફરશે.


વળી સભાશિક્ષક સમજણો હતો, તેથી તે લોકોને જ્ઞાન શીખવ્યા કરતો; હા, તે વિચાર કરીને ઘણાં નીતિવચનો શોધી કાઢતો, અને તેમને નિયમસર ગોઠવતો.


પછી તેણે સિંહની જેમ પોકાર્યું, ‘હે ઈશ્વર, હું દિવસે નિરંતર પહેરાના બુરજ ઉપર ઊભો રહું છું, ને આખી રાત પણ મને મારી ચોકી પર ઊભો રાખવામાં આવે છે;


એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ.


તેણે રાત્રે [ઈસુની] પાસે આવીને તેમને કહ્યું, “રાબ્બી, અમે જાણીએ છીએ કે તમે ઈશ્વરની પાસેથી આવેલા ઉપદેશક છો; કેમ કે જો કોઈ માણસની સાથે ઈશ્વર ન હોય તો જે ચમત્કારો તમે કરો છો તે તે કરી નહિ શકે.”


હવે અંત્યોખમાં જે મંડળી હતી, તેમાં કેટલાક પ્રબોધકો તથા ઉપદેશકો હતા, એટલે બાર્નાબાસ, શિમયોન જે નિગેર કહેવાતો હતો તે, કુરેનીનો લુકિયસ, હેરોદ રાજાનો દૂધભાઈ મનાએન તથા શાઉલ.


વળી જે કાંઈ વાત હિતકારક હોય તે તમને જણાવવાને મેં આંચકો ખાધો નથી, પણ પ્રગટ રીતે તથા ઘેરઘેર તમને બોધ કર્યો.


તમે પોતાના સંબંધી તથા જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો નીમ્યા છે તે સર્વ સંબંધી સાવધાન રહો, જેથી ઈશ્વરની જે મંડળી તેમણે પોતાના લોહીથી ખરીદી તેનું તમે પાલન કરો.


તે દિવસોમાં શિષ્યોની સંખ્યા વધતી જતી હતી, ત્યારે હિબ્રૂઓની સામે ગ્રીક યહૂદીઓએ બડબડાટ કર્યો, કેમ કે રોજ વહેંચણીમાં તેઓની વિધવાઓને પડતી મૂકવામાં આવતી હતી.


ઈશ્વરે મંડળીમાં કેટલાકને નીમ્યા છે, પ્રથમ પ્રેરિતોને, બીજી પંક્તિમાં પ્રબોધકોને, ત્રીજા ઉપદેશકોને, પછી ચમત્કારોને, પછી સાજાં કરવાનાં કૃપાદાનોને, મદદગારોને, અધિકારીઓને, [ભિન્‍ન ભિન્‍ન] ભાષાઓને.


વળી સેવા અનેક પ્રકારની છે, પણ પ્રભુ તો એકનાએક.


વારુ, ભાઈઓ, જ્યારે તમે એકત્ર થાઓ છો ત્યારે તમારામાંના કોઈ સ્‍તોત્ર ગાય છે, કોઈ બોધ કરે છે, કોઈ પ્રકટીકરણ જાહેર કરે છે, કોઈ [અન્ય] ભાષામાં બોલે છે, અને કોઈ તેનો અર્થ સમજાવે છે. [પણ] બધું ઉન્‍નતિને માટે થવું જોઈએ.


સુવાર્તા વિષે જે શીખનાર‌ છે તેણે શીખવનારને સર્વ સારાં વાનાંમાંથી હિસ્‍સો આપવો.


વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે, સેવાના કામને માટે, ખ્રિસ્તના શરીરની ઉન્‍નતિ કરવાને માટે,


તેઓ યાકૂબને તમારા હુકમો, તથા ઇઃઝરાયલને તમારો નિયમ શીખવશે; તેઓ તમારી આગળ ધૂપ બાળશે, અને તમારી વેદી પર દહનીયાર્પણ ચઢાવશે.


વળી આર્ખિપસને કહેજો કે, પ્રભુમાં જે સેવા [કરવાનું કામ] તને સોંપવામાં આવ્યું છે તે સંપૂર્ણ રીતે કરવાને તારે સાવધ રહેવું.


એને માટે મને ઉપદેશક તથા પ્રેરિત (હું સાચું બોલું છું, હું જૂઠું બોલતો નથી), અને વિશ્વાસમાં તથા સત્યમાં વિદેશીઓને શીખવનાર નિર્માણ કર્યો છે.


અધ્યક્ષ તો નિર્દોષ, એક સ્‍ત્રીનો વર, પરહેજગાર, શુદ્ધ હ્રદયનો, સુવ્યવસ્થિત, આતિથ્ય કરનાર, શીખવી શકે એવો,


તારે પોતાને વિષે તથા તારા ઉપદેશ વિષે સાવધ રહેજે. આ બાબતોમાં ચુસ્ત રહેજે, કેમ કે આ પ્રમાણે કરવાથી તું પોતને તેમ જ તારાં સાંભળનારાંઓને પણ તારીશ.


જે વડીલો સારી રીતે અધિકાર ચલાવે છે, અને વિશેષે કરીને જેઓ ઉપદેશ કરવામાં તથા શિક્ષણ આપવામાં શ્રમ લે છે, તેઓને બમણા માનપાત્ર ગણવા.


જે વાતો ઘણા સાક્ષીઓ સમક્ષ તેં મારી પાસેથી સાંભળી છે તે બીજાઓને પણ શીખવી શકે એવા વિશ્વાસુ માણસોને સોંપી દે.


પણ પ્રભુના દાસે વિખવાદ કરવો નહિ, પણ તે સર્વ માણસો પ્રત્યે માયાળુ, શીખવવામાં બાહોશ, સહનશીલ,


તું સુવાર્તા પ્રગટ કર. અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે તત્પર રહે સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપ ધમકાવ તથા ઉત્તેજન આપ.


વળી મારા વિષે [પૂછો તો] , તમારે માટે પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું પાપ યહોવાની વિરુદ્ધ હું કરું એમ ન થાઓ; પણ સારે તથા ખરે માર્ગે હું તમને કેળવીશ.


Lean sinn:

Sanasan


Sanasan