Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 12:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 આપણને જે કૃપાદાન આપવામાં આવ્યું છે, તે પ્રમાણે આપણને જુદાં જુદાં વરદાન મળ્યાં છે. તેથી જો પ્રબોધ કરવાનું [દાન મળ્યું હોય] , તો પોતાના વિશ્વાસના પ્રમાણમાં તેણે [પ્રબોધ] કરવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 ઈશ્વરે જે રીતે આપણને જુદાં જુદાં કૃપાદાનો આપ્યાં છે, તે રીતે આપણે તેમનો ઉપયોગ કરવો જોઈએ. જો ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાનું દાન હોય, તો તેને આપણા વિશ્વાસના પ્રમાણમાં પ્રગટ કરવો જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 આપણને જે કૃપા આપવામાં આવી છે, તે પ્રમાણે આપણને જુદાં જુદાં કૃપાદાન મળ્યાં છે; તેથી જો બોધ કરવાનું કૃપાદાન મળ્યું હોય, તો પોતાના વિશ્વાસના પ્રમાણમાં તેણે બોધ કરવો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 આપણ સૌને જુદાં જુદાં કૃપાદાનો મળેલ છે. આપણા પર થએલ દેવની કૃપાને કારણે પ્રત્યેક કૃપાદાન આપણને પ્રાપ્ત થયેલ છે. જો કોઈ વ્યક્તિને પ્રબોધ કરવાનું કૃપાદાન મળ્યું હોય તો એ વ્યક્તિએ પૂરા વિશ્વાસથી પ્રબોધ કરવો જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 12:6
31 Iomraidhean Croise  

એ માટે, જુઓ, પ્રબોધકોને તથા જ્ઞાનીઓને તથા શાસ્‍ત્રીઓને હું તમારી પાસે મોકલું છું, ને તમે તેઓમાંના કેટલાએકને મારી નાખશો, ને વધસ્તંભે જડશો, ને તેઓમાંના કેટલાએકને તમારાં સભાસ્થાનોમાં કોરડા મારશો, ને નગરેનગર તેઓની પાછળ લાગશો;


અને જેને બે તાલંત મળ્યાં હતાં, તેણે પણ પાસે આવીને કહ્યું, ‘પ્રભુ તેં મને બે તાલંત સોંપ્યાં હતાં. જો હું તે ઉપરાંત બીજા બે તાલંત કમાયો છું’


એ માટે ઈશ્વરના જ્ઞાને પણ કહ્યું, ‘હું પ્રબોધકો તથા પ્રેરિતોને તેઓની પાસે મોકલીશ. તેઓમાંના કેટલાકને તેઓ મારી નાખશે અને સતાવશે.


હવે અંત્યોખમાં જે મંડળી હતી, તેમાં કેટલાક પ્રબોધકો તથા ઉપદેશકો હતા, એટલે બાર્નાબાસ, શિમયોન જે નિગેર કહેવાતો હતો તે, કુરેનીનો લુકિયસ, હેરોદ રાજાનો દૂધભાઈ મનાએન તથા શાઉલ.


અને યહૂદા તથા સિલાસ પોતે પણ પ્રબોધકો હતા, તેઓએ ભાઈઓની ઘણી વાતોથી સુબોધ કરીને તેઓનાં મન દઢ કર્યાં.


ઈશ્વર કહે છે કે, પાછલા દિવસોમાં એમ થશે કે, હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે, તમારા જુવાનોને સંદર્શનો થશે, અને તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે.


હવે આ માણસને ચાર કુંવારી દીકરીઓ હતી, તેઓ પ્રબોધિકાઓ હતી.


કેમ કે હું તમને જોવાની બહુ ઇચ્છા રાખું છું, જેથી તમને સ્થિર કરવાને અર્થે હું તમને કોઈ આત્મિક દાન પમાડું,


વળી મને આપેલા કૃપાદાનને આશરે હું તમારામાંના દરેક જણને કહું છું કે, પોતાને જેવો ગણવો જોઈએ, તે કરતાં વિશેષ ન ગણવો. પણ ઈશ્વરે જેટલે દરજ્જે દરેકને વિશ્વાસનું માપ વહેંચી આપ્યું છે, તેના પ્રમાણમાં નમ્રતાથી [દરેકે પોતાને યોગ્ય] ગણવો.


પણ હવે ઈશ્વરે દરેક અવયવને તો પોતાની મરજી પ્રમાણે શરીરમાં ગોઠવેલો છે.


જો કે મને પ્રબોધ કરવાનું દાન હોય, અને હું સર્વ મર્મો તથા સર્વ વિદ્યા જાણતો હોઉં, અને જો હું પર્વતોને પણ ખસેડી શકું એવો મને પૂરો વિશ્વાસ હોય, પણ મારામાં પ્રેમ ન હોય તો હું કંઈ નથી.


પ્રેમને અનુસરો; અને આત્મિક [દાનો પ્રાપ્ત કરવા] ની અભિલાષા રાખો, પણ વિશેષ તમે પ્રબોધ કરી શકો [એની અભિલાષા રાખો].


પણ જો સર્વ પ્રબોધ કરે, અને કોઈ અવિશ્વાસી કે અભણ અંદર આવે તો બધાથી તેને [હ્રદયભેદક] શિક્ષણ મળે છે, બધાથી તેની પરીક્ષા થાય છે.


બે કે ત્રણ પ્રબોધકો બોલે, અને બીજાઓ તેની તુલના કરે.


તો આપોલાસ કોણ છે? અને પાઉલ કોણ છે? તેઓ સેવકો જ છે કે જેઓ દ્વારા તમે વિશ્વાસ કર્યો; જેમ દરેકને પ્રભુએ [દાન] આપ્યું તેમ [તેઓએ સેવા કરી].


પરતું સર્વ માણસ મારા જેવાં હોય એવી મારી ઇચ્છા છે. પણ ઈશ્વર તરફથી દરેકને પોતપોતાનું ખાસ કૃપાદાન મળેલું છે, કોઈને એક પ્રકારનું અને કોઈને બીજા પ્રકારનું.


કેમ કે જો ઇચ્છા હોય, તો તે કોઈની પાસે જે નથી તે પ્રમાણે નહિ, પણ જે છે તે પ્રમાણે તે માન્ય છે.


તે જેમ હમણાં તેમના પવિત્ર પ્રેરિતોને તથા પ્રબોધકોને આત્માથી પ્રગટ થયેલા છે, તેમ આગલા જમાનાઓમાં માણસોના જાણવામાં આવ્યા નહોતા,


વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે, સેવાના કામને માટે, ખ્રિસ્તના શરીરની ઉન્‍નતિ કરવાને માટે,


માટે આપણામાંના જેટલા પૂર્ણ છે, તેટલાએ એવી જ મનોવૃત્તિ રાખવી; અને જો કોઈ બાબત વિષે તમને જુદી મનોવૃત્તિ હોય, તો ઈશ્વર એ પણ તમને પ્રગટ કરશે.


પ્રબોધને તુચ્છ ન ગણો;


પ્રથમ તમારે એ જાણવું કે, પવિત્ર લેખમાંનું કોઈ પણ ભવિષ્યવચન મનુષ્યપ્રેરિત નથી.


Lean sinn:

Sanasan


Sanasan