રોમનોને પત્ર 12:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 વળી મને આપેલા કૃપાદાનને આશરે હું તમારામાંના દરેક જણને કહું છું કે, પોતાને જેવો ગણવો જોઈએ, તે કરતાં વિશેષ ન ગણવો. પણ ઈશ્વરે જેટલે દરજ્જે દરેકને વિશ્વાસનું માપ વહેંચી આપ્યું છે, તેના પ્રમાણમાં નમ્રતાથી [દરેકે પોતાને યોગ્ય] ગણવો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 મને મળેલા ઈશ્વરના કૃપાદાનને લીધે હું તમ સૌને કહું છું કે પોતાને સમજવા જોઈએ તે કરતાં બહુ મોટા સમજી ન બેસો. એને બદલે, સૌ પોતાને ઈશ્વરે આપેલા વિશ્વાસના પ્રમાણમાં નમ્રતાથી સમજે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 વળી મને આપેલા કૃપાદાનને આશરે હું તમારામાંના દરેક જણને કહું છું કે, પોતાને જેવો ગણવો જોઈએ, તે કરતાં વિશેષ ન ગણવો; પણ જે પ્રમાણે ઈશ્વરે દરેકને વિશ્વાસનું માપ વહેંચી આપ્યું છે, તેના પ્રમાણમાં દરેકે પોતાને યોગ્ય ગણવો. Faic an caibideilપવિત્ર બાઈબલ3 દેવે મને એક વિશિષ્ટ કૃપાદાન આપ્યું છે. તેથી જ તો તમારામાંની દરેક વ્યક્તિને મારે કઈક કહેવાનું છે. તમે એવું ન માની લો કે તમે ખરેખર જેવા છો તેના કરતાં તમે વધારે સારા છો. તમે ખરેખર જેવા છો તેવા તમારી જાતને ઓળખો. દેવે તમને કઈ જાતનો વિશ્વાસ આપ્યો છે, એના આધારે નક્કી કરો કે તમે કોણ છો! Faic an caibideil |