Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 12:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 આનંદ કરનારાઓની સાથે આનંદ કરો. રડનારાઓની સાથે રડો

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 આનંદ કરનારાઓની સાથે આનંદ કરો. રડનારાઓની સાથે રડો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 આનંદ કરનારાઓની સાથે આનંદ કરો; રડનારાઓની સાથે રડો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 બીજાના આનંદમાં આનંદી થાઓ, અને બીજાના દુ:ખમાં તમે એમના સહભાગી બનો.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 12:15
20 Iomraidhean Croise  

એ ખબર મેં સાંભળી ત્ચારે હું બેસીને રડ્યો, ને કટલાક દિવસ સુધી મેં શોક કર્યો, આકાશના ઈશ્વરની આગળ મેં ઉપવાસ સહિત પ્રાર્થના કરી,


આ સર્વ વિપત્તિ અયૂબ ઉપર આવી પડી હતી, તે વિષે તેના ત્રણ મિત્રોએ સાંભળ્યું, ત્યારે અલિફાઝ તેમાની, બિલ્દાદ શૂહી તથા સોફાર નામાથી પોતપોતાને ઘેરથી આવ્યા; તેઓ તેના દુ:ખમાં ભાગ લેવાને તથા તેને દિલાસો આપવાને વિચારણા કરીને તેની પાસે આવ્યા હતા.


શું દુ:ખીઓને માટે હું રડતો નહોતો? શું કંગાલોને માટે મારો આત્મા દિલગીર થતો નહોતો?


રડવાનો સમય અને હસવાનો સમય; ‍ શોક કરવાનો સમય અને નૃત્ય કરવાનો સમય;


પછી હબશી એબેદ-મેલેખે યર્મિયાને કહ્યું, “આ જૂનાં ફાટાંતૂટાં લૂગડાં તથા સડેલાં ચીથરાં તારી બગલોમાં દોરડાની નીચે મૂક.” એટલે યર્મિયાએ તેમ કર્યું.


મારા લોકોની દીકરીના કતલ થયેલાઓને માટે રાતદહાડો રુદન કરવા માટે મારું માથું પાણી હોત, ને મારી આંખો આંસુનો ઝરો હોત, તો કેવું સારું!


તેના પાડોશીઓએ તથા સગાંઓએ સાંભળ્યું કે, પ્રભુએ તેના પર મોટી દયા કરી છે, ત્યારે તેઓ તેની સાથે હર્ષ પામ્યાં.


માર્થા તથા મરિયમની પાસે તેમને તેઓના ભાઈ સંબંધી દિલાસો આપવા માટે ઘણા યહૂદીઓ આવ્યા હતા.


તે ત્યાં આવ્યો, ત્યારે ઈશ્વરની કૃપા જોઈને તે આનંદ પામ્યો. અને તેણે તેઓ સર્વને દઢ મનથી પ્રભુને વળગી રહેવાનો બોધ કર્યો.


જો એક અવયવ દુ:ખી થાય, તો તેની સાથે સર્વ અવયવો દુ:ખી થાય છે; તેમ જ જો [એક] અવયવને માન મળે, તો તેની સાથે સર્વ અવયવો આનંદ પામે છે.


કોને અશક્ત જોઈને હું અશક્ત નથી થતો? કોને ઠોકર ખવડાવવામાં આવે છે, અને મારું હ્રદય બળતું નથી?


અને હું આવું ત્યારે જેઓથી મને હર્ષ પામવો ઘટે છે, તેઓથી મને ખેદ ન થાય, એ માટે મેં તમારા પર એ જ વાત લખી. હું તમો સર્વ પર ભરોસો રાખું છું કે મારો આનંદ તે તમો સર્વનો છે.


કારણ કે તે તમો સર્વને બહુ ચાહતો હતો, અને તે બહુ ઉદાસ હતો, કેમ કે તમે સાંભળ્યું હતું કે તે માંદો છે.


તમે તેને જોઈને ફરીથી ખુશી થાઓ, અને મારો ખેદ પણ ઓછો થાય, માટે મેં બહુ ઉતાવળે તેને મોકલ્યો.


બંદીવાનોની સાથે જણે તમે પણ બંદીવાન હો, તેમ સમજીને તેઓને સંભારો. અને તમે પોતે પણ શરીરમાં છો, માટે જેઓના પર જુલમ ગુજારવામાં આવે છે તેઓને [સંભારો].


Lean sinn:

Sanasan


Sanasan