Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 11:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તો [આપણે] શું [સમજવું] ? ઇઝરાયલ જે શોધે છે તે તેઓને પ્રાપ્ત થયું નથી; પણ પસંદ કરેલાઓને પ્રાપ્ત થયું છે, અને બાકીનાં [હ્રદયો] ને કઠણ કરવામાં આવ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 હવે સમજવું શું? એ જ કે ઇઝરાયલ પ્રજા જેની શોધમાં હતી, તે તેને મળ્યું નથી. ઈશ્વરે પસંદ કરેલા એવા થોડાઓને જ તે પ્રાપ્ત થયું છે. ઈશ્વરના આમંત્રણ સંબંધી બાકીના બધા બહેરા બન્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 એટલે શું? ઇઝરાયલ જે શોધે છે તે તેઓને પ્રાપ્ત થયું નહિ; પણ પસંદ કરેલાઓને પ્રાપ્ત થયું અને બાકીનાં હૃદયો ને કઠણ કરવામાં આવ્યાં છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તો એ આમ થયું છે: ઈસ્રાએલના લોકોએ દેવ-પ્રાપ્તિ માટે યોગ્યતા કેળવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેઓ સફળ ન થયા. પરંતુ દેવે જે માણસો પસંદ કર્યા, તેઓ સુપાત્ર થયા. બીજા લોકો કઠણ થયા અને તેમણે દેવનો આદેશ સાંભળવાનો ઈન્કાર કરી દીઘો.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 11:7
25 Iomraidhean Croise  

તે વખતે તેઓ મને હાંક મારશે, પણ હું ઉત્તર આપીશ નહિ; તેઓ ખંતથી મને શોધશે, પણ હું તેઓને મળીશ નહિ.


તેઓ જાણતા નથી, ને સમજતા પણ નથી; કારણ કે પ્રભુએ તેઓની આંખોને એવો લેપ કર્યો છે કે, તેઓ જોતા નથી; અને તેઓનાં હ્રદયોને એવો લેપ કર્યો છે કે, તેઓ સમજતા નથી.


આ લોકનાં મન જડ કર, ને તેમના કાન ભારે કર, ને તેમની આંખો મીંચાવ. રખેને તેઓ આંખોથી જુએ, કાનથી સાંભળે, અને મનથી સમજે, અને પાછા ફરીને સાજા કરાય.”


કેમ કે રોટલી સંબંધી તેઓ સમજ્યા નહિ, પણ તેઓનાં મન કઠણ રહ્યાં.


સાંકડા બારણામાં થઈને પેસવાનો યત્ન કરો; કેમ કે હું તમને કહું છું કે, ઘણા પેસવા ચાહશે, પણ [પેસી] શકશે નહિ.


“તેઓ આંખોથી ન જુએ, અને અંત:કરણથી ન સમજે, અને પાછા ન ફરે, અને હું તેઓને સારાં ન કરું, માટે તેમણે તેઓની આંખો આંધળી કરી છે, અને તેઓનાં મન જડ કર્યાં છે.”


કેમ કે ઈશ્વરના ન્યાયીપણાના વિષે આજ્ઞાન હોવાથી અને પોતાના [ન્યાયીપણા] ને સ્થાપન કરવાને યત્ન કરીને, તેઓ ઈશ્વરના ન્યાયીપણાને આધીન થયા નહિ.


કેમ કે હે ભાઈઓ, (તમે પોતાને બુદ્ધિમાન ન સમજો, માટે) વિદેશીઓની સંપૂર્ણતા અંદર આવે ત્યાં સુધી ઇઝરાયલમાં કેટલેક ભાગે કઠિનતા થઈ છે, એ રહસ્ય વિષે તમે અજાણ્યા રહો, એવી મારી ઇચ્છા નથી.


એમ જ હાલના સમયમાં પણ [તેમણે] કૃપા કરીને પસંદ કરેલા કેટલાકને રહેવા દીધા છે.


ત્યારે શું? આપણે તેઓના કરતાં ચઢિયાતા છીએ? તદ્દન નહિ જ; કારણ કે અમે અગાઉ યહૂદીઓ તથા ગ્રીકોને માથે દોષ મૂક્યો છે કે તેઓ બધા પાપને આધીન છે.


તો શું? આપણે નિયમને આધીન નથી, પણ કૃપાને આધીન છીએ, તે માટે શું આપણે પાપ કરીએ? ના, એવું ન થાઓ.


માટે ચાહે તેના પર તે દયા કરે છે, અને ચાહે તેને તે હઠીલો કરે છે.


અને જો મહિમાને માટે આગળ તૈયાર કરેલાં દયાનાં પાત્રો પર,


તો હું શું કહું છું? કે મૂર્તિનું નૈવેદ કંઈ છે, અથવા મૂર્તિ કંઈ છે?


પણ તેઓનાં મન કઠણ થયાં, કેમ કે છેક આજ સુધી જૂનો કરાર વાંચતી વખતે તે જ મુખપટ કાઢ્યા વગર એમ ને એમ રહે છે. પણ તે [મુખપટ] તો ખ્રિસ્તમાં દૂર કરવામાં આવે છે.


તેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓનાં મન આંધળાં કર્યાં છે, એ માટે કે ખ્રિસ્ત જે ઈશ્વરની પ્રતિમા છે, તેમના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય [તેઓ પર] ન થાય.


એ પ્રમાણે તેમણે જગતના મંડાણની અગાઉ આપણને એમનામાં પસંદ કર્યા છે, એ માટે કે આપણે તેમની આગળ પ્રેમમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ.


તેઓની બુદ્ધિ અંધકારમય થયેલી હોવાથી, અને તેઓનાં હ્રદયની કઠણતાથી પોતામાં જે અજ્ઞાન છે, તેને લીધે તેઓ ઈશ્વરના જીવનથી દૂર‌ છે.


તો એથી શું? દરેક રીતે, ગમે તો ઢોંગથી કે સત્યથી, ખ્રિસ્ત [ની વાત] પ્રગટ કરવામાં આવે છે, એથી હું આનંદ પામું છું, ને વળી પામીશ.


કેમ કે તમે જાણો છો કે ત્યાર પછી જ્યારે તે આશીર્વાદનો વારસો પામવા ઇચ્છતો હતો ત્યારે તે આંસુઓ લાવીને પ્રયત્ન કરતો હતો, તોપણ તેનો સ્વીકાર થયો નહિ, કેમ કે પસ્તાવો કરવાનો પ્રસંગ તેને મળ્યો નહિ.


પોન્તસ, ગલાતિયા, કાપાદોકિયા, આસિયા, અને બિથુનિયામાં વિખેરાયેલા પરદેશી તરીકે રહેનારા પ્રતિ લખનાર ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પિતર: તમારા પર પુષ્કળ કૃપા તથા શાંતિ થાઓ.


Lean sinn:

Sanasan


Sanasan