Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 11:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 કેમ કે ઈશ્વરનાં કૃપાદાન તથા તેડું રદ જાય એવાં નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

29 ઈશ્વર જેમને પસંદ કરીને આશિષ આપે છે, તેમના સંબંધી તે પોતાનું મન ફેરવતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 કેમ કે ઈશ્વરનાં કૃપાદાન તથા તેડું રદ જાય એવાં નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 દેવ જ્યારે જે લોકોને પાસે બોલાવીને એમને કઈક આપે છે, તે પછી દેવ લોકોને આપેલું પોતાનું વચન કદી પણ પાછું ખેંચી લેતો નથી.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 11:29
16 Iomraidhean Croise  

હું મૂલ્ય આપીને તેઓને શેઓલના હાથમાંથી છોડાવી લઈશ; હું તેઓને મોતના પંજામાંથી છોડાવીશ. અરે મૃત્યુ, તારી પીડા ક્યાં છે? પશ્ચાત્તાપ મારી આંખોથી ગુપ્ત રહેશે.


“કેમ કે હું યહોવા અવિકારી છું. એ માટે, હે યાકૂબના પુત્રો, તમારો સંહાર થયો નથી.


ઈશ્વર માણસ નથી કે તે જૂઠું બોલે. તે માણસનો પુત્ર નથી કે તે પોતાનો વિચાર બદલે. શું પોતાનું કહેવું તે નહિ કરે? અથવા પોતાનું બોલવું તે પૂરું નહિ કરે?


કેમ કે જેમ તમે પહેલાં ઈશ્વર પ્રત્યે અનાજ્ઞાંકિતપણાને લીધે તમે દયાપાત્ર બન્યા;


વળી આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વરના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને માટે ઈશ્વર એકંદરે બધું હિતકારક બનાવે છે.


વળી જેઓને તેમણે અગાઉથી નકકી કર્યા, તેઓને તેમણે તેડયા પણ; અને જેઓને તેમણે તેડયા, તેઓને તેમણે ન્યાયી પણ ઠરાવ્યા. અને જેઓને તેમણે ન્યાયી ઠરાવ્યા, તેઓને તેમણે મહિમાવંત પણ કર્યા.


માટે, ભાઈઓ, તમે તમારા તેડાને લક્ષમાં રાખો કે, જગતમાં ગણાતા ઘણા જ્ઞાનીઓને, ઘણા પરાક્રમીઓને, ઘણા કુલીનોને [તેડવામાં આવ્યા] નથી.


અને તમારાં જ્ઞાનચક્ષુ પ્રકાશિત થાય કે, જેથી તેમના નોતરાની આશા શી છે, પવિત્રોમાં તેમનાં વારસાના મહિમાની સંપત્તિ શી છે,


એ માટે હું, પ્રભુને માટે બંદીવાન, તમને વિનંતી કરું છું કે, તમને તેડવામાં આવ્યા છે તે તેડાને યોગ્ય થઈને ચાલો.


જેમ તમારા તેડાની એક આશામાં તમને તેડવામાં આવ્યા છે, તેમ એક શરીર તથા એક આત્મા છે.


ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે નિશાનની ભણી આગળ ધસું છું.


એથી અમે હમેશાં તમારે માટે પ્રાર્થના કરીએ છીએ કે, આપણા ઈશ્વર જે તેડું તમને મળ્યું છે તેને લાયક તમને ગણે, ને [પોતાના] સામર્થ્યથી પરોપકાર કરવાની તમારી દરેક ઇચ્છાને તથા તમારા વિશ્વાસના કામને સંપૂર્ણ કરે,


તેમણે આપણને તાર્યા તથા પવિત્ર તેડાથી આપણને તેડયા, આપણી કરણીઓ પ્રમાણે નહિ, પણ તેમના જ સંકલ્પ તથા કૃપા પ્રમાણે; એ કૃપા અનાદિકાળથી ખ્રિસ્ત ઈસુમાં આપણને આપેલી હતી,


એ માટે, ઓ પવિત્ર ભાઈઓ, સ્વર્ગીય આમંત્રણના ભાગીદાર, આપણે જે સ્વીકાર્યું છે તેના પ્રેરિત તથા પ્રમુખયાજક ઈસુ પર લક્ષ રાખો.


(કેમ કે બીજા તો સમ વગર યાજક થયા છે. પણ એ તો સમથી થાય છે, એટલે જેમણે તેમને કહ્યું, “પ્રભુએ સમ ખાધા, ને તે પસ્તાવો કરનાર નથી, તું સનાતન યાજક છે.” આવી રીતે તે તેનાથી યાજક થયો.)


એ માટે, ભાઈઓ, તમને [મળેલું] તેડું તથા [પ્રભુએ કરેલી] તમારી પસંદગી નક્કી કરવા માટે વિશેષ યત્ન કરો; કેમ કે જો તમે એવું કરો તો તમે કદી ઠોકર ખાશો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan