Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 11:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 ત્યારે હું પૂછું છું કે, તેઓ પડી જાય એ માટે તેઓએ ઠોકર ખાધી? ના, એવું ન થાઓ. પણ ઊલટું તેઓના પડવાથી તેઓમાં [એટલે ઇઝરાયલીઓમાં] ઈર્ષા ઉત્પન્‍ન થાય, એ માટે વિદેશીઓને તારણ [મળ્યું છે].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 મારો પ્રશ્ર્ન છે: શું યહૂદીઓએ એવી ઠોકર ખાધી છે કે તેઓ ફરી ઊભા થાય જ નહિ? ના, એવું તો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ત્યારે હું પૂછું છું કે, ‘શું તેઓએ એ માટે ઠોકર ખાધી કે તેઓ પડી જાય?’ ના, એવું ન થાઓ, પણ ઊલટું તેઓના પડવાથી બિનયહૂદીઓને ઉદ્ધાર મળ્યો છે, કે જેનાંથી ઇઝરાયલમાં ઈર્ષ્યા ઉત્પન્ન થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તેથી હું પૂછી રહ્યો છું: યહૂદિઓની પડતીના કારણે શું તેઓ તેમનો વિનાશ લાવ્યા? ના! એમની ભૂલો જ બિનયહૂદિ લોકો માટે મુક્તિ લાવી. અને યહૂદિઓમાં ઈર્ષા ઉત્પન્ન થાય માટે આમ બન્યું.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 11:11
14 Iomraidhean Croise  

પ્રભુ યહોવા કહે છે, શું દુષ્ટના મોતમાં મને કંઈ આનંદ છે? જો તે પોતાના માર્ગથી પાછો ફરીને જીવતો રહે તો એના કરતાં [હુ વિશેષ રાજી] ન થાઉં?


પ્રભુ યહોવા કહે છે કે, મરનારના મોતથી મને કંઈ પણ આનંદ થતો નથી; એ માટે ફરો, ને જીવતા રહો,


તેમને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સમ કે દુષ્ટ માણસના મોતથી મને કંઈ આનંદ થતો નથી; પણ દુષ્ટ પોતાના દુરાચરણથી ફરે, અને જીવતો રહે એમાં મને આનંદ થાય છે; અરે તમે ફરો, તમારા દુષ્ટ માર્ગોથી ફરો. હે ઇઝરાયલના લોકો, તમે શા માટે મરવા ચાહો છો?


તે આવીને તે ખેડૂતોનો નાશ કરીને દ્રાક્ષાવાડી બીજાઓને આપશે.” એ સાંભળીને તેઓએ કહ્યું, “એવું ન થાઓ.”


તેઓ [સભાસ્થાનમાંથી] નીકળતા હતા ત્યારે લોકોએ વિનંતી કરી, “આવતે વિશ્રામવારે એ વાતો ફરીથી અમને કહી સંભળાવજો.”


પણ તેઓ તેની સામે થઈને દુર્ભાષણ કરવા લાગ્યા ત્યારે તેણે પોતાનાં વસ્‍ત્ર ખંખેરીને તેઓને કહ્યું, “તમારું લોહી તમારે માથે; હું તો નિર્દોષ‌ છું. હવેથી હું વિદેશીઓની પાસે જઈશ.”


વળી, હું પૂછું છું કે શું ઇઝરાયલી લોકો જાણતા ન હતા? પ્રથમ મૂસા કહે છે, “જેઓ પ્રજા નથી એવા લોકો ઉપર હું તમારામાં ઈર્ષા ઉત્પન્‍ન કરીશ. અણસમજુ પ્રજા ઉપર હું તમારામાં ક્રોધ ઉત્પન્‍ન કરીશ.”


તેથી હું પૂછું છું, શું ઈશ્વરે પોતાના લોકોને તજી દીધા છે? ના, એવું ન થાઓ. કેમ કે હું પણ ઇઝરાયલી, ઇબ્રાહિમના વંશનો, અને બિન્યામીનના કુળનો છું.


હવે જો તેઓનું પડવું જગતને સંપત્તિરૂપ થયું છે, અને તેઓની હાનિ વિદેશીઓને સંપત્તિરૂપ થઈ છે, તો તેઓનો સંપૂર્ણ [ઉદ્ધાર] કેટલો બધો અધિક [સંપત્તિરૂપ] થશે?


જેથી હરકોઈ પ્રકારે મારા સ્વજાતિઓમાં ઈર્ષા ઉત્પન્‍ન કરીને હું તેઓમાંના કેટલાકને બચાવું.


એમ જ તમારા પર દર્શાવેલી દયાને લીધે, તેઓને પણ હમણાં દયાદાન મળે એ માટે તેઓ પણ હમણાં અણકહ્યાગરા થયા છે.


Lean sinn:

Sanasan


Sanasan