Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 10:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 કેમ કે ઈશ્વરના ન્યાયીપણાના વિષે આજ્ઞાન હોવાથી અને પોતાના [ન્યાયીપણા] ને સ્થાપન કરવાને યત્ન કરીને, તેઓ ઈશ્વરના ન્યાયીપણાને આધીન થયા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવવાનો માર્ગ તેઓ જાણતા નથી. પોતાના માર્ગ ઉપર ચાલતાં તેઓ ઈશ્વરના માર્ગને આધીન થતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 કેમ કે ઈશ્વરના ન્યાયીપણા વિષે અજાણ્યા હોવાથી તથા પોતાના ન્યાયીપણા ને સ્થાપન કરવા યત્ન કરતા હોવાથી તેઓ ઈશ્વરના ન્યાયીપણાને આધીન થયા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 દેવ જે માર્ગે લોકોને ન્યાયી બનાવે છે એ તેઓ જાણતા ન હતા. અને પોતાની આગવી રીતે તેઓએ ન્યાયી બનવાનો પ્રયત્ન કર્યો. આમ દેવની રીતે ન્યાયી બનવાનું તેમણે સ્વીકાર્યુ નહિ.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 10:3
34 Iomraidhean Croise  

પરંતુ અમારા પર જે વીત્યું છે, તે સર્વ સંબંધી તમે ન્યાયી હોવાથી તમે વાજબી કર્યું છે, પણ અમે તો દુષ્ટતા કરી છે.


માણસો તરફ જોઈને તે તેમને કહે છે કે, ‘મેં પાપ કર્યું છે, મેં સત્યને મરડી નાખ્યું છે, અને તેથી મને કંઈ લાભ થયો નહિ.


હે ઈશ્વર, તમારું ન્યાયીપણું અતિશય ઉચ્ચ છે; હે ઈશ્વર, તમે મોટાં કામો કર્યાં છે, તમારા સરખો બીજો કોણ છે?


“હે ધાર્મિકપણાને અનુસરનારા, યહોવાને શોધનારા, તમે મારું સાંભળો: જે ખડકમાંથી તમને ખણી કાઢવામાં આવ્યા તેને, તથા જે ખાણમાંથી તમને ખોદી કાઢવામાં આવ્યા તેના બાકોરાને નિહાળીને જુઓ.


તમે તમારી દષ્ટિ આકાશ ભણી ઊંચી કરો, ને નીચું જોઈને પૃથ્વીને નિહાળો; કેમ કે આકાશ ધુમાડાની જેમ જતું રહેશે, ને પૃથ્વી વસ્ત્રની જેમ જીર્ણ થઈ જશે, અને તેના રહેવાસીઓ મચ્છરની જેમ મરણ પામશે; પણ મારું તારણ સદાકાળ રહેશે, ને મારું ન્યાયીપણું નાશ પામશે નહિ.


કેમ કે કીડો વસ્ત્રની જેમ તેઓને ખાઈ જશે, ને કંસારી ઊનની જેમ તેઓને ખાઈ જશે, પણ મારું ન્યાયીપણું સદાકાળ [ટકશે] , ને મારું તારણ પેઢી દરપેઢી રહેશે.


યહોવા કહે છે, “ન્યાયનું પાલન કરો ને પ્રમાણિકપણે વર્તો; કેમ કે મારા તારણનું આવવું ને મારા ન્યાયનું પ્રગટ થવું નજીક છે.


હું તારું ધર્મિષ્ઠપણું [કેવું છે તે] ઉઘાડું કરીશ; તારાં કામોથી તને કંઈ લાભ થશે નહિ.


અમે સર્વ અશુદ્ધ જેવા થયા છીએ, અમારાં સર્વ સારાં કાર્યો મેલા લૂગડાના જેવાં છે, અમે સર્વ પાંદડાની જેમ સુકાઈ જઈએ છીએ, અને અમારા અપરાધો વાયુની જેમ અમને ઉડાવી દે છે.


યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી. કેમ કે તેમની દયા અખૂટ છે.


અપરાધ બંધ પાડવાને, પાપનો અંત લાવવાને, ને દુરાચરનું પ્રાયશ્ચિત કરવાને, ને સદાકાળનું ન્યાયીપણું દાખલ કરવાને, ને સંદર્શન તથા ભવિષ્યવાદ પર સિક્કો મારીને નક્કી કરવાને, તારા લોકોને શિર તથા તારા પવિત્ર નગરને શિર સિત્તેર અઠવાડિયાં નિર્માણ કરેલાં છે.


તેથી હું પણ તેઓથી ઊલટો ચાલ્યો, ને તેમના શત્રુઓના દેશમાં તેઓને લાવ્યો. તે વખતે જો તેઓનું બેસુન્‍નત હ્રદય નમ્ર થયું હશે, અને તેઓ પોતાના અન્યાયની શિક્ષા કબૂલ કરશે,


પણ તેણે પોતાને ન્યાયી ઠરાવવાની ઇચ્છા રાખીને ઈસુને કહ્યું, “મારો પડોશી કોણ છે?”


તેમણે તેઓને કહ્યું, “તમે પોતાને માણસોની આગળ ન્યાયી દેખાડો છો; પણ ઈશ્વર તમારાં અંત:કરણ જાણે છે; કેમ કે માણસોમાં જે ઉત્તમ ગણેલું છે તે ઈશ્વરની દષ્ટિમાં કંટાળારૂપ છે.


કેમ કે તેમાં ઈશ્વરનું ન્યાયીપણું પ્રગટ થયેલું છે, તે [ન્યાયીપણું] વિશ્વાસથી છે, અને વિશ્વાસને અર્થે છે. જેમ લખેલું છે તેમ, ‘ન્યાયી વિશ્વાસથી જીવશે.’


કેમ કે હું તેઓ વિષે સાક્ષી પૂરું છું કે, ઈશ્વર ઉપર તેઓની આસ્થા છે ખરી, પણ તે‍ વગરની છે.


વળી યશાયા બહુ હિંમત રાખીને કહે છે, “જેઓ મને શોધતા નહોતા, તેઓને હું મળ્યો; જેઓ મારી ખોળ કરતા નહોતા તેઓની આગળ હું પ્રગટ થયો.”


તો [આપણે] શું [સમજવું] ? ઇઝરાયલ જે શોધે છે તે તેઓને પ્રાપ્ત થયું નથી; પણ પસંદ કરેલાઓને પ્રાપ્ત થયું છે, અને બાકીનાં [હ્રદયો] ને કઠણ કરવામાં આવ્યાં છે.


એટલે ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા સર્વ વિશ્વાસ કરનારાઓ માટે છે તે ઈશ્વરનું ન્યાયીપણું, કેમ કે એમાં કંઈ પણ ભેદ નથી.


એટલે કે વર્તમાન સમયમાં તે પોતાનું ન્યાયી૫ણું બતાવે, જેથી પોતે ન્યાયી રહીને ઈસુ પર વિશ્વાસ રાખનારને ન્યાયી ઠરાવનાર થાય.


કેમ કે જેમ એક માણસના આજ્ઞાભંગથી ઘણાં પાપી થયાં, તેમ જ એકના આજ્ઞાપાલનથી ઘણાં ન્યાયી ઠરશે.


આપણે તેમનામાં ઈશ્વરના ન્યાયીપણારૂપ થઈએ, માટે જેમણે પાપ જાણ્યું નહોતું તેમને તેમણે આપણે માટે પાપરૂપ કર્યા.


અને યહોવા આપણા ઈશ્વરે આપણને ફરમાવ્યું છે તે પ્રમાણે જો આપણે આ સર્વ આજ્ઞાઓ તેમની પ્રત્યે કાળજીથી પાળીએ, તો તે આપણા લાભમાં ન્યાયીપણાને અર્થે ગણાશે.


અને તેમની સાથે એકરૂપ થાઉં, અને નિયમ [શાસ્‍ત્રના પાલન] થી મારું જે ન્યાયીપણું છે તે નહિ, પણ ખ્રિસ્ત પરના વિશ્વાસદ્વારા ઈશ્વરથી જે ન્યાયીપણું વિશ્વાસથી મળે છે, તે મારું થાય.


આપણા ઈશ્વર તથા તારનાર ઈસુ ખ્રિસ્તના ન્યાયીપણાથી અમારા સરખો મૂલ્યવાન વિશ્વાસ જેઓ પામ્યા છે, તેઓ પ્રતિ લખનાર ઈસુ ખ્રિસ્તનો સેવક તથા પ્રેરિત સિમોન પિતર:


Lean sinn:

Sanasan


Sanasan