Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 10:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 પણ બધાંએ તે સુવાર્તા માની નહિ, કેમ કે યશાયા કહે છે, “હે પ્રભુ, અમારા સંદેશા પર કોણે વિશ્વાસ કર્યો છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 પણ બધાએ શુભસંદેશ સ્વીકાર્યો નથી. યશાયા કહે છે: “હે પ્રભુ, અમારા સંદેશ ઉપર કોણે વિશ્વાસ કર્યો છે?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પણ બધાએ તે સુવાર્તા માની નહિ; કેમ કે યશાયા કહે છે કે, ‘હે પ્રભુ, અમારા સંદેશા પર કોણે વિશ્વાસ કર્યો છે?’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 પરંતુ બધા જ યહૂદિઓએ એ સુવાર્તા માની નહિ. યશાયાએ કહ્યું, “હે પ્રભુ, અમે લોકોને જે કહ્યું એમાં માનનારા કોણ હતા?”

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 10:16
21 Iomraidhean Croise  

તમારામાં યહોવાથી બીનાર કોણ છે? તે તેના સેવકનો શબ્દ સાંભળે; જે અંધકારમાં ચાલે છે, ને જેને કંઈ પ્રકાશ નથી, તેણે યહોવાના નામ પર ભરોસો રાખવો, અને પોતાના ઈશ્વર પર આધાર રાખવો.


આપણને જે કહેવામાં આવ્યું છે તે કોણે માન્યું છે? અને યહોવાનો ભુજ કોની આગળ પ્રગટ થયેલો છે?


અને યશાયાની વાત તેઓના સંબંધમાં પૂરી થઈ છે, જે કહે છે, તમે સાંભળતાં સાંભળશો, પણ સમજશો નહિ; ને જોતાં જોશો, પણ તમને સૂઝશે નહિ.’


પણ તમે વિશ્વાસ કરતા નથી, કેમ કે તમે મારાં ઘેટાંમાંના નથી.


જે વાતો કહેવામાં આવી તે કેટલાકે માની લીધી, અને કેટલાકે માની નહિ.


સર્વ પ્રજાઓ તેમના નામની ખાતર વિશ્વાસને આધીન થાય, એ માટે અમે તેમની મારફતે કૃપા તથા પ્રેરિતપદ પામ્યા છીએ.


પણ જો ડાળીઓમાંની કેટલીકને તોડી નાખવામાં આવી, અને તું જંગલી જૈતુન છતાં તેઓમાં કલમરૂપે મેળવાયો, અને જૈતુનની રસ ભરેલી જડનો સહભાગી થયો,


તે [મર્મ] ના પ્રકટીકરણ પ્રમાણે, મારી સુવાર્તા, એટલે ઈસુ ખ્રિસ્‍ત વિષેના ઉપદેશ પ્રમાણે તમને દઢ કરવાને જે શક્તિમાન છે,


પણ જેઓ તકરારી છે, અને સત્યને માનતા નથી, પણ અધર્મને માને છે,


અને જો કેટલાક અવિશ્વાસી હતા તો શું? તેઓનો અવિશ્વાસ શું ઈશ્વરના વિશ્વાસુપણાને નિરર્થક કરે?


પણ ઈશ્વરને ધન્ય હો કે, તમે પાપના દાસ હતા, પણ જે બોધ તમને કરવામાં આવ્યો તે તમે અંત:કરણથી સ્વીકાર્યો.


ઓ અણસમજુ ગલાતીઓ, તમારી નજરે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે જડાયેલા સાક્ષાત પ્રગટ કરવામાં આવ્યા હતા એમ છતાં તમને કોણે ભરમાવ્યા?


તમે સારી રીતે દોડતા હતા; છતાં સત્યને માનતાં તમને કોણે રોકયા?


તે સમયે જેઓ ઈશ્વરને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી, તેઓને તે સજા કરશે.


વિશ્વાસથી ઇબ્રાહિમ જે સ્‍થળ વારસામાં પોતાને મળવાનું હતું, ત્યાં જવાનું તેડું મળ્યાથી આજ્ઞાધીન થયો, એટલે પોતે કયાં જાય છે, એ ન જાણ્યા છતાં તે ચાલી નીકળ્યો.


કેમ કે જેમ તેઓને તેમ આપણને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવેલી છે. પણ સાંભળેલી વાત તેઓને લાભકારક થઈ નહિ, કેમ કે જેઓએ [ધ્યાન દઈને] સાંભળ્યું તેઓની સાથે તેઓ વિશ્વાસમાં એક થયા નહિ.


અને પરિપૂર્ણ થઈને તે પોતાની આજ્ઞા પાળનારા સર્વને માટે અનંત તારણનું કારણ થયા.


તમે સત્યને આધીન રહીને ભાઈઓ પરના નિષ્કપટ પ્રેમને માટે તમારાં મન પવિત્ર કર્યા છે, માટે [ખરા] અંત:કરણથી એકબીજા ઉપર આગ્રહથી પ્રેમ કરો.


અને “ઠેસ ખવડાવનાર પથ્થર તથા ઠોકર ખવડાવનાર ખડક થયો છે.” તેઓ આજ્ઞા માનતા નથી, તેથી તેઓ વચન વિષે ઠોકર ખાય છે; એને માટે પણ તેઓ નિર્માણ થયા હતા.


એ જ પ્રમાણે સ્‍ત્રીઓ, તમે તમારા પતિઓને આધીન રહો. જેથી જો કોઈ [પતિ સુવાર્તાનાં] વચન માનનાર ન હોય, તો તેઓ પોતાની સ્‍ત્રીઓનાં આચરણથી,


Lean sinn:

Sanasan


Sanasan