Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 1:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 કેમ કે જે ઈશ્વરની સેવા હું મારા આત્માએ તેમના દીકરાની સુવાર્તામાં કરું છું, તે મારા સાક્ષી છે કે હું નિરંતર તમારું સ્મરણ કરું છું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 જે ઈશ્વરની સેવા હું તેમના પુત્ર સંબંધીનો શુભસંદેશ જાહેર કરીને કરું છું, તે મારા સાક્ષી છે કે હું નિત્ય મારી પ્રાર્થનામાં તમને યાદ કરું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 કેમ કે ઈશ્વર, જેમની સેવા હું મારા આત્મામાં તેમના દીકરાની સુવાર્તામાં કરું છું, તે મારા સાક્ષી છે કે હું નિરંતર તમારું સ્મરણ કરું છું

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9-10 જ્યારે જ્યારે હું પ્રાર્થના કરું છું ત્યારે ત્યારે તમને યાદ કરું છું. દેવ જાણે છે કે આ વાત સાચી છે. દેવના દીકરા વિષેની સુવાર્તા લોકોમાં ફેલાવીને મારા આત્મા સાથે દેવની સેવા કરું છું. તમો સર્વ રોમવાસીઓ વચ્ચે પ્રભુ મને આવવા દે એવી મારી પ્રાર્થના છે. દેવની ઈચ્છા હશે તો એમ થશે.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 1:9
34 Iomraidhean Croise  

જુઓ, હમણાં જે મારો સાક્ષી આકાશમાં છે, અને મારો સાક્ષી ઉચ્ચસ્થાને છે.


ઈશ્વરના પુત્ર ઈસુ ખ્રિસ્તની આ સુવાર્તા છે. એનો આરંભ


સર્વદા પ્રાર્થના કરવી જોઈએ, અને કાયર થવું નહિ. તે [શીખવવા] માટે તેમણે તેઓને એક દ્દષ્ટાંત કહ્યું,


તેથી તેણે પિતરને બંદીખાનામાં રાખ્યો; પણ મંડળી તેને માટે આગ્રહથી ઈશ્વરની પ્રાર્થના કરતી હતી.


આ બનાવ બન્યા પછી પાઉલે મકદોનિયા તથા અખાયામાં થઈને યરુશાલેમ જવાનો મનમાં નિશ્ચય કર્યો, ને કહ્યું, “ત્યાં ગયા પછી મારે રોમ પણ જવું જોઈએ.”


પણ આપની આગળ હું આટલું તો કબૂલ કરું છું કે, જે માર્ગને તેઓ દુર્મત કહે છે તે પ્રમાણે હું અમારા પૂર્વજોના ઈશ્વરની ભક્તિ કરું છું, અને જે વાતો નિયમશાસ્‍ત્રમાં તથા પ્રબોધકોનાં પુસ્તકોમાં લખેલી છે તે સર્વ હું માનું છું.


કેમ કે જે ઈશ્વરનો હું છું, અને જેમની સેવા હું કરું છું તેમના દૂતે આજે રાત્રે મારી પાસે ઊભા રહીને કહ્યું કે,


ઈશ્વરે પોતાના સેવકને ઊભા કર્યા, ને તેમને પ્રથમ તમારી પાસે મોકલ્યા, જેથી તમારાં દુષ્કૃત્યોથી ફેરવીને તે તમારામાંના [દરેકને] આશીર્વાદ આપે.”


હું ખ્રિસ્તમાં સત્ય બોલું છું, -હું જૂઠું બોલતો નથી, મારું અંત:કરણ પણ પવિત્ર આત્મામાં મારો સાક્ષી છે-કે,


પણ મારા જીવના સમ ખાઈને હુ ઈશ્વરને સાક્ષી રાખું છું કે, તમારા પર દયા કરીને હું હજી સુધી કરિંથ આવ્યો નથી.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતા જે સર્વકાળ સ્તુત્ય છે, તે જાણે છે કે હું જૂઠું કહેતો નથી.


હું તમને જે લખું છું, જુઓ, તેમાં ઈશ્વરને સાક્ષી રાખીને કહું છું કે, હું જુઠું કહેતો નથી.


આત્મામાં સર્વ પ્રકારે તથા બધો વખત પ્રાર્થના તથા વિનંતી કરો, અને તેને અર્થે બધા સંતોને માટે સંપૂર્ણ આગ્રહથી વિનંતી કરીને જાગૃત રહો.


પહેલા દિવસથી આજ સુધી સુવાર્તામાં તમારા સહકારને લીધે,


નિત્ય આનંદથી તમો સર્વને માટે વિનંતી કરતાં મારી સર્વ પ્રાર્થનાઓમાં,


પણ તમને તો અનુભવથી ખાતરી થઈ છે કે જેમ દીકરો પિતાની સાથે [કામ કરે] , તેમ તેણે સુવાર્તા [ના પ્રસાર] ને માટે મારી સાથે સેવા કરી.


કેમ કે આપણે ઈશ્વરના આત્માથી સેવા કરનારા તથા ખ્રિસ્ત ઈસુમાં અભિમાન કરનારા તથા દેહ પર ભરોસો ન રાખનારા, [ખરા] સુન્‍નતી છીએ.


અમારી પ્રાર્થનાઓમાં તમારું સ્મરણ કરીને, અમે સદા તમો સર્વ વિષે ઈશ્વરની આભારસ્તુતિ કરીએ છીએ;


અમે રાત દિવસ અતિશય પ્રાર્થના કરીએ છીએ કે, અમે તમને મોઢામોઢ જોઈએ, અને તમારા વિશ્વાસમાં જે કંઈ ન્યૂનતા હોય તે સંપૂર્ણ કરીએ.


નિત્ય પ્રાર્થના કરો.


એને માટે મને ઉપદેશક તથા પ્રેરિત (હું સાચું બોલું છું, હું જૂઠું બોલતો નથી), અને વિશ્વાસમાં તથા સત્યમાં વિદેશીઓને શીખવનાર નિર્માણ કર્યો છે.


વંશપરંપરાથી જે મારા પૂર્વજોના ઈશ્વર છે, જેમને હું શુદ્ધ અંત:કરણથી ભજું છું, તેમની આભારસ્તુતિ કરું છું કે, મારી પ્રાર્થનાઓમાં હું રાતદિવસ તારું નિત્ય સ્મરણ કરું છું.


પ્રભુ ઈસુ પરના તથા સર્વ સંતો પરના તારા પ્રેમ તથા વિશ્વાસ વિષે


વળી મારા વિષે [પૂછો તો] , તમારે માટે પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું પાપ યહોવાની વિરુદ્ધ હું કરું એમ ન થાઓ; પણ સારે તથા ખરે માર્ગે હું તમને કેળવીશ.


Lean sinn:

Sanasan


Sanasan