Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 1:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પણ પવિત્ર આત્માને પ્રતાપે મૂએલાંઓમાંથી પાછા ઊઠ્યાથી પરાક્રમમાં ઈશ્વરના દીકરા ઠર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 પણ પવિત્ર આત્માના પ્રતાપે તે ફરીથી સજીવન થયા, અને પરાક્રમથી તેમને ઈશ્વરના પુત્ર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પણ પવિત્રાઈના આત્માનાં સામર્થ્ય દ્વારા પુનરુત્થાન થયાથી પરાક્રમસહિત ઈશ્વરના દીકરા ખ્રિસ્ત ઠર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 1:4
20 Iomraidhean Croise  

અને પરીક્ષણ કરનારે તેમની પાસે આવીને કહ્યું, “જો તું ઈશ્વરનો દીકરો છે, તો આ પથ્થરને કહે કે, તેઓ રોટલી થઈ જાય.”


કેમ કે તેમણે એક દિવસ નિર્માણ કર્યો છે કે જે દિવસે તે પોતાના નીમેલા માણસ દ્વારા જગતનો અદલ ઇનસાફ કરશે, જે વિષે તેમણે તેમને મૂએલાંઓમાંથી પાછા ઉઠાડીને સર્વને ખાતરી કરી આપી છે.”


તેમને ઈશ્વરે મરણની વેદનાથી છોડાવીને ઉઠાડ્યા; કેમ કે મૃત્યુથી તે બંધાઈ રહે એ અશક્ય હતું.


એ ઈસુને ઈશ્વરે ઉઠાડ્યા છે, અને તે વિષે અમે સર્વ સાક્ષી છીએ.


તમે જીવનના અધિકારીને મારી નાખ્યા, તેમને ઈશ્વરે મરેલાંમાંથી ઉઠાડ્યા, અને અમે તેમના સાક્ષી છીએ.


તે [સુવાર્તા] તેમના દીકરા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષેની છે, એ મનુષ્યદેહે તો દાઉદના વંશજ હતા,


કેમ કે જોકે તે નિર્બળતાને લીધે વધસ્તંભે જડાયા, તોપણ તે ઈશ્વરના સામર્થ્ય વડે જીવે છે. કેમ કે અમે પણ તેમનામાં નિર્બળ છીએ, પણ ઈશ્વરના સામર્થ્ય વડે અમે તેમની સાથે તમારે માટે જીવીશું.


તો ખ્રિસ્ત, જેમણે સનાતન આત્માથી પોતાની જાતનું દોષ વગરનું બલિદાન ઈશ્વરને આપ્યું, તેમનું રક્ત તમારા હ્રદયને જીવતા ઈશ્વરને ભજવા માટે નિર્જીવ કામોથી કેટલું બધું વિશેષ શુદ્ધ કરશે?


તેઓમાં રહેલા ખ્રિસ્તના આત્માએ ખ્રિસ્તનાં દુ:ખ તથા તે પછીના મહિમા વિષે અગાઉથી સાક્ષી પૂરી, ત્યારે તેણે કયો અથવા કેવો સમય બતાવ્યો હતો એની તપાસ તેઓ કરતાં હતાં.


કેમ કે ભવિષ્યવચન માણસની ઇચ્છા પ્રમાણે કદી આવ્યું નથી; પણ પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો ઈશ્વરનાં વચન બોલ્યા.


અને હું જીવંત છું, હું મૃત્યુ પણ પામ્યો હતો, અને જુઓ, સદાકાળ જીવતો છું. અને મરણ તથા હાદેસની ચાવીઓ મારી પાસે છે.


ત્યારે તેનું વંદન કરવાને હું તેને પગે પડયો. પણ તેણે મને કહ્યું, “જોજે, એવું ન કરતો; હું તો તારો તથા ઈસુની સાક્ષીને વળગી રહેનારા તારા ભાઈઓનો સાથીદાર છું. ઈશ્વરની આરાધના કર; કેમ કે ઈસુ વિષેની સાક્ષી તો પ્રબોધનો આત્મા છે.”


Lean sinn:

Sanasan


Sanasan