Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 9:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેઓના કેશ સ્‍ત્રીના કેશ જેવા અને તેઓનાં દાંત સિંહના દાંત જેવા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 સ્ત્રીના વાળ જેવા તેમના વાળ હતા અને સિંહના દાંત જેવા તેમનાં દાંત હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 અને તેઓના વાળ સ્ત્રીનાં વાળ જેવા અને તેઓના દાંત સિંહના દાંત જેવા હતા;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તેઓના કેશ સ્ત્રીઓના કેશ જેવા દેખાતા હતા. તેઓના દાંતો સિંહના દાંતો જેવા હતા.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 9:8
8 Iomraidhean Croise  

યેહૂ ઇઝ્‍એલ આવ્યો, ત્યારે ઇઝબેલે એ સાંભળ્યું. તેણે પોતાની આંખોમાં અંજન આંજીને તથા પોતાનું માથું ઓળીને બારીમાંથી ડોકિયું કર્યું.


મારો આત્મા સિંહોની મધ્યે છે; જેઓના મનમાં [મારે માટે] ભડકા ઊઠે છે, તેઓમાં મારે સૂઈ રહેવું પડે છે; તે માણસોના દાંત ભાલા તથા બાણ જેવા છે, અને તેઓની જીભ તીક્ષ્ણ ધારવાળી તરવાર જેવી છે.


ત્યારે સુગંધને બદલે દુર્ગંધ થશે; પટકાના બદલામાં દોરડું; ગૂંથેલા કેશને બદલે ટાલ; ઝભ્ભાને બદલે ટાટની કછોડી; અને સુંદરતાને બદલે ડામ થશે.


કેમ કે એક બળવાન પ્રજા, જેના માણસો અસંખ્ય છે, તે મારા દેશ પર ચઢી આવી છે; તેના દાંત સિંહના દાંત જેવા છે, ને તેને મોટા સિંહના જેવી દાઢો છે.


એમ જ યશાયાએ આગળ પણ કહ્યું હતું, “જો સૈન્યોના પ્રભુએ આપણે માટે બીજ રહેવા દીધું ન હોત, તો આપણે સદોમ તથા ગમોરાના જેવા થઈ ગયા હોત.”


એમ જ સ્‍ત્રીઓ પણ મર્યાદા તથા ગાંભીર્ય રાખીને શોભતાં વસ્‍ત્રથી પોતાને શણગારે. ગૂંથેલા વાળથી તથા સોના કે મોતી [ના અંલકાર] થી કે, કિંમતી પોશાકથી નહિ,


તમારો શણગાર બહારનો ન હોય, એટલે ગૂંથેલી વેણીનો તથા સોનાનાં ઘરેણાંનો અથવા [જાતજાતનાં] વસ્‍ત્ર પહેરવાનો એવો ન હોય.


Lean sinn:

Sanasan


Sanasan